👉 હિન્દુ ધર્મના દરેક લોકોના ઘરમાં ભગવાન માટે વિશેષ સ્થાન હોય છે, જેને આપણે મંદિર કહીએ છીએ. ઘરમાં મંદિર હોવાથી સકારાત્મક ઉર્જા ઉત્પન્ન થાય છે. મંદિરને યોગ્ય દિશામાં રાખવામાં આવે તો તે ખૂબ જ શુભ છે.
👉 વાસ્તુ શાસ્ત્ર મુજબ ઇશાન ખૂણામાં મંદિર હોવુ તે શ્રેષ્ઠ માનવામાં આવે છે. મંદિરમાં કેવી મૂર્તિ કે ભગવાનના ફોટા પણ આપણા જીવન પર ખૂબ જ અસર કરે છે. તો આવો જાણીએ કેવા પ્રકારની મૂર્તિ મંદિરમાં ન રાખવી જોઇએ…
👉 – ઘરના મંદિરમાં મા લક્ષ્મીજી મૂર્તિ કે ફોટામાં હંમેશા કમળ પર બિરાજમાન થયેલા જ હોવા જોઇએ. માતા લક્ષ્મીની ઉભેલી મૂર્તિ કે ફોટો હોય તો ઘરમાં લક્ષ્મીજી નિવાસ કરતા નથી. આ પ્રકારની મૂર્તિ કે ફોટો ઘરમાં હોવાથી ઘરમાં નકારાત્મકતા રહે છે સાથે સુખ શાંતિ અને સમુદ્ધિ ક્યારેય રહેતી નથી.
👉 – એક જ દેવી કે દેવતાની બે મૂર્તિ કે ફોટા મંદિરમાં ન રાખવા જોઇએ. એક સરખી બે મૂર્તિ છે તો તેમાંથી એક મૂર્તિને ઘરના અન્ય સ્થાને મૂકી શકો છો. બંન્ને મૂર્તિને સાથે રાખશો તો ઘરના વાતાવરણમાં એકદમ તંગ રહેવા લાગશે.
👉 – મા દુર્ગા એટલે સાક્ષાત શક્તિ. મા દુર્ગાએ મહિસાસુર જેવા અધમ રાક્ષસોનો વિનાશ કર્યો હતો. મા દુર્ગાએ એક નહીં પણ અનેક રાક્ષસોનો વિનાશ કરી તેમનો ઉદ્ધાર કર્યો હતો. પરંતુ મા દુર્ગાની રણચંડી સ્વરુપ મૂર્તિની પૂજા ક્યારેય કરવી નહીં. આ મૂર્તિની પૂજા કરવાથી ઘરમાં હંમેશા કકળાટ અને કંકાસ રહે છે.
👉 – ભગવાન નટરાજ શિવજીનું જ એક સ્વરુપ છે. ભગવાન શિવ જ્યારે ખૂબ જ ક્રોધમાં હતા ત્યારે તેમણે નૃત્ય કર્યુ હતું. ભગવાન નટરાજની મૂર્તિને મંદિરમાં હશે તો ઘરના સદસ્યોનો સ્વભાવમા આવેશ અને ક્રોધવાળો રહેવા લાગે છે. તેથી ઘરના મંદિરમાં નટરાજની મૂર્તિ ના રાખો. પરંતુ આર્ટ એટલે નૃત્ય-સંગીતની સાધના કરતા લોકો શિવજીના આ મૂર્તિ રાખતા હોય છે, તેની પૂજા પણ કરે છે પરંતુ મંદિરમાં સ્થાન રાખતા નથી.
👉 – ભૈરવનાથ પણ ભગવાન શિવનું જ સ્વરુપ છે. ભૈરવનાથની પૂજા કરવા માટે સ્મશાનની ભસ્મ અને તંત્રમંત્રના જાપની જરુર પડે છે. જે ઘરમાં શક્ય નથી, તેથી ઘરમાં ભૈરવનાથની મૂર્તિ ઘરમાં ના રાખી શકો. જો યોગ્ય રીતે ભૈરવનાથની પૂજા કરવામાં ન આવે તો ભૈરવદાદા કોપાયમાન થાય છે.
👉 – શનિદેવની પૂજા કરવાના ઘણા નિયમ હોય છે જે ઘરના મંદિરમાં કરવી શક્ય નથી. શનિદેવના મંદિરમાં મહિલાઓનું જવુ વર્જિત છે, જેનુ ઘરે પાલન કરવુ મુશ્કેલ છે. તેથી જ શનિ દેવની પૂજા મંદિરમાં જ કરવામાં આવે છે.
👉 ઉલ્લેખનીય છે કે, હિન્દુ ધર્મમાં પૌરાણિક શાસ્ત્રો, વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષ શાસ્ત્રની સાથે સંબંધિત અનેક તથ્યો છે, જેના આધારે ઘરના મંદિરમાં હંમેશા હસ્તી, આશીર્વાદ આપતી તથા સિહાસન પર બિરાજમાન દેવી દેવતાની મૂર્તિઓ રાખવી જોઇએ. મંદિરમાં ક્યારેય વિકરાળ કે ભયંકર મૂર્તિઓ ના રાખવી.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.