🪔દોસ્તો, આપણા હિન્દુ ધર્મમાં સૌ ભગવાનમાં પૂરી આસ્થા ધરાવતા હોય છે. ભાગ્યે જ કોઈ હશે કે જે ભગવાનમાં માનતા નહીં હોય. પરંતુ તેના ઘરે પણ મંદિર તો હશે જ. તો મિત્રો આજે આપણે આ મંદિરની સાથે જોડાયેલા કેટલાક નીતિ-નિયમની વાત કરવા જઈ રહ્યા છીએ. લોકો ભગવાનમાં પૂરો વિશ્વાસ ધરાવે છે ખૂબ જ ભક્તિ કરે છે. પરંતુ તે અજાણતા જ આ વસ્તુઓને મંદિરમાં રાખે છે. અને તેનાથી તેને ઘણી જ મુશ્કેલી પડે છે.
🪔ઘરમાં રહેલા તમામ સભ્યો ભગવાનની ખૂબ જ ભક્તિ કરવા છતાં પણ ઘણી વાર આ ઘરની ઉપર કોઈને કોઈ નાની-મોટી તકલીફો આવ્યા જ કરતી હોય છે.ઘણા પ્રયત્ન કરવા છતાં પણ એક તકલીફ માંથી બહાર આવતા બીજી આવીને ઊભી જ રહે છે. તો આવા સમયે આપણે નથી જાણતા કે તેનું મૂળ કારણ શું હોય છે. તો ચાલો જોઈએ કે એ ત્રણ ભૂલો કે વસ્તુ શું છે જે મંદિરમાં ના હોવી જોઈએ.
- 🪔ઘરના મંદિરમાં આ ત્રણ વસ્તુ ના હોવી જોઈએ..
🪔દોસ્તો આ વાત કદાચ તમે નહીં જાણતા હો કે કોઈ પણ મંદિરમાં એક સાથે અને એક જ સરખી ત્રણ મૂર્તિને ના રાખી શકાય. આપણે શાસ્ત્રોમાં માનવાવાળા છીએ. તો આપણા આ વાસ્તુશાસ્ત્રમાં પણ આ રીતે એક સરખી ત્રણ મૂર્તિ એક જ મંદિરમાં રાખવી બાધ્ય ગણાવી છે તેને ક્યારેય ના રાખી શકાય. જો એ મુજબ હોય તો ઘરમાં ઘણી જ મુશ્કેલી આવતી હોય છે. વાસ્તુશાસ્ત્રતો ત્યાં સુધી કહે છે કે જે ઘરમાં આમ મૂર્તિ હશે ત્યાં ઘરના લોકોમાં બેચેની અને મનની અશાંતિ જોવા મળશે.
🪔જો તમારા ઘરમાં એક સરખી ત્રણ મૂર્તિ છે. તો એમાંથી કોઈ એક મૂર્તિને વિધિવત મુજબ વહેતા પાણીમાં પધરાવી શકો છો અથવા તો નજીક ના કોઈ મંદિરમાં પણ તે મૂર્તિને તમે મૂકી શકો છે. હવે આપણે જોઈએ કે બીજી વાત શું છે જે મંદિરમાં ના હોય. દોસ્તો આપણે જ્યારે મૂર્તિની પૂજા કરીએ જ છીએ તો એ વાતનું ખાસ ધ્યાન રાખવું કે ભગવાનની કોઈ પણ મૂર્તિ ખંડિત ના હોવી જોઈએ. આ ખંડિત મૂર્તિની ક્યારેય પૂજા ના કરી શકાય.
🪔ખંડિત એટલે કે ભગવાનની મૂર્તિનો કોઈ પણ ભાગ તૂટી ગયો હોય તો આવી મૂર્તિને ખંડિત માનવામાં આવે છે. આવી ખંડિત થયેલી મૂર્તિની પૂજા કરવાથી ભગવાન આપણાથી નારાજ થાય છે અને આપણા ઘરમાં કોઈને કોઈ તકલીફ આવ્યા જ કરે છે.
🪔આપણા ઘરના સુખ અને શાંતિ જાણે હણાય જાય છે. દોસ્તો તમને પણ જો મુશ્કેલીઓ આવતી હોય તો આજે જ તમારા મંદિરમાં રહેલી બધી જ મૂર્તિઓને ખૂબ જ ધ્યાનથી જોઈ લેજો કે કોઈ મૂર્તિ ખંડિત તો નથીને. અને જો કોઈ મૂર્તિનો કોઈ ભાગ તૂટેલો જણાય તો તુરંત જ તે મૂર્તિને વહેતા પાણીમાં પધરાવી દેજો. આમ કરવાથી તમારા તમામ કામો પૂર્ણ થવા લાગશે. અને ઘરમાં શાંતિ આવી જશે.
🪔હવે જોઈએ એ ત્રીજી વસ્તુ. દોસ્તો એ છે ભગવાનને ચડાવેલા ફૂલો જે બીજા દિવસે કરમાય જાય છે. હા આ કરમાયેલા ફૂલો ક્યારેય પણ ભગવાનના મંદિરમાં હોવા ના જોઈએ. જ્યારે તમે સાંજની પૂજા કરવા જાઓ છો તો સૌથી પહેલા તમારે આ કારમાયેલા ફૂલોને ભગવાન પરથી ઉતારી લેવા જોઈએ. આ કારમાયેલ ફૂલ જ્યાં હોય છે ત્યાં હંમેશા નકારાત્મક ઉર્જા ઓટોમેટિક આવી જાય છે. અને ઘરના માહોલને એકદમ નીરસ બનાવી દે છે.
🪔દોસ્તો, આજના આ આર્ટીકલ દ્વારા તમને જરૂરથી નવી માહિતી અમે આપી શક્યા હશું. આશા છે કે આ માહિતી જરૂર તમને લાભ પહોંચાડશે.
જો ભગવાનના મંદિર ક્યારેય ન રાખો આ વસ્તુ વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.