શરીર માટે સૌથી મહત્વની વસ્તુ છે ખોરાક. પણ તે ખોરાક હેલ્દી અને વિટામીન્સ વાળો હોવો જરૂરી છે. જો તમે ખરાબ અને વાસી ખોરાક અથવા વધારે તેલ વાળો અથવા વિટામીન્સ ના મળે તેવો ખોરાક ખાઓ તો, બીમાર પાડવાની વધારે શક્યતા રહે છે. થોડા જ દિવસોમાં બીમારી તમારા શરીરમાં પ્રવેશે છે.
પણ અમુક ખોરાક હલકું નુકસાન નહીં પણ ઝેર જેવુ કામ કરતો હોય છે જેનાથી ભયંકર બીમારી થઈ શકે છે અને હોસ્પિટલનું બિલ વધારી શકે છે. ઘણા એવા પ્રકારના ખોરાક છે જેનાથી શરીર બીમાર પડી રહે છે અને તે બીમારીનું કારણ આપણને બીજી કોઈ વસ્તુ લાગતી હોય છે, પણ સાચી રીતે તે ખરાબ ભોજનના કારણે થાય છે.
આજે આપણે તેવા ખોરાક વિષે જાણીશું જેને બીજી વાર ગરમ કરીને ખાવામાં આવે તો શરીર માટે બીમારી બની જાય છે છતાં આપણે તે ખોરાકને ખાઈએ છીએ. આપણાં ઘરે ક્યારેક થોડો ખોરાક વધારે બની જાય છે તેને આપણે ફ્રિજમાં પણ રાખીએ છીએ અને બીજી વાર તેને ગરમ કરીને ઉપયોગમાં લેતા હોઈએ છીએ. પણ બધા ખોરાક તેવી રીતે સારા રહેતા નથી અમુક ખોરાક બસ એક વાર ઉપયોગમાં લેવામાં આવે છે. આજ સુધી તેવું ઘણી વાર કર્યું હશે. જાણીએ તેવા ખોરાકથી કેટલું નુકસાન થાય છે અને કઈ વસ્તુને અથવા ખોરાક બીજી વાર ના ખાવો જોઈએ.
પહલી વસ્તુ છે જે આપણે રોજિંદા જીવનમાં વધારે ઉપયોગમાં આવે છે, બટાટા. લગભગ બધાજ ઘરમાં બટાટાનું શાક બનતું જ હોય છે. અમુક ઘરમાં બીજા શાકની સાથે બટાટા મિક્સ કરતાં હોય છે. તેની માટે ખાસ આ વાત સમજવી જરૂર છે. રોજે બટાટાનું શાક તાજું ખાવાથી કોઈ સમસ્યા નથી પણ બટાટાનું શાક સ્ટોર કરીને ફરીવાર ગરમ કરવામાં આવે તો, નુકસાનકારી બની જાય છે. તેની અંદર રહેલા તત્વો નષ્ટ થઈ જાય છે અને તેની અંદર બોટ્યુલીઝમ નામના તત્વો પેદા થાય છે જે શરીરમાં નુકસાન કરે છે. તે તત્વો ગરમ કરવા છતાં નીકળતા નથી અને શરીરમાં જાય છે તેનાથી શરીર બીમાર પડવા લાગે છે.
બીજી વસ્તુ છે, બીટ. બીટ લગભગ બધાજ ઘરમાં સલાડના રૂપમાં ઉપયોગ થતો હશે. પણ ઘણા ઘરમાં તેનું શાક પણ કરીને સેવન થતું હશે. બીટના ફાયદા બધા જ જાણતા હોય છે તેથી આપણે તેના નુકસાન વિષે જાણીએ. બીટની અંદર વધારે માત્રામાં નાઇટ્રાઈડ મળી આવે છે, તેને ઠંડુ ખાવામાં આવે તો ઉપયોગી બને છે. બીટના શાકને ગરમ કરીને ખાવામાં આવે તો તેનો ગુણ નાશ થાય છે અને શરીર માટે હાનિકારક સાબિત થઈ શકે છે. તે માટે બીટના શાકને બીજી વાર ગરમ કરીને ના ખાવું જોઈએ.
નોનવેજ લોકો માટે જાણવું જરૂરી છે કે, ઈંડા પણ હાનિકારક બની શકે છે. આમતો ઈંડામાં પ્રોટીન ખુબજ હોય છે. પણ એક વાર બનેલા ઇંડાને બીજી વાર ગરમ કરીને ખાવામાં આવે તો, પ્રોટીનની માત્રા ઓછી થઈ જાય છે અને શરીરમાં પાચનક્રિયા પર અસર થાય છે. તેમજ શરીરના બીજા અંગમાં રોગો ઊભા કરે છે. જઠરમાં પણ રોગો થવાનું કારણ બને છે.
નોનવેજમાં બીજી વસ્તુ છે, ચિકન. ચિકન પણ પ્રોટીનનો સ્ત્રોત છે. પણ તેને ગરમ કરી બીજી વાર ઉપયોગ કરવામાં આવે તો, શરીરમાં પાચનતંત્રમાં ખલેલ ઊભી કરે છે અને શરીર માટે ગંભીર સમસ્યા ઊભી કરી શકે છે. કબજિયાત જેવી સમસ્યા જલ્દીથી થાય છે. કબજિયાતના કારણે શરીરમાં બીજા પણ ઘણા રોગો થવા લાગે છે.
આટલી વસ્તુને ક્યારે પણ બીજી વાર ઉપયોમાં ના લેવી જોઈએ નહિતો શરીર માટે ખુબજ નુકસાન કરે છે. બીમારીને દૂર રાખવા આટલી વસ્તુથી દૂર રહેવું જરૂરી છે. આ વસ્તુને એક વાર તાજી ખાવાથી નુકસાન નથી કરતી પણ બીજી વાર ઉપયોગમાં ના લેવી જોઈએ. તમારા પરિવારમાં પણ આ વાત જણાવો અને તેમને પણ રોગોથી દૂર રાખો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.