👉 વ્યક્તિની વાણી દ્વારા તેના પરિવાર અને સંસ્કાર-સભ્યતા વિશે ખબર પડે છે. પરંતુ સંસ્કાર ક્યારેય શીખવે, ભણાવે, વંચાવે, સંભળાવે કે બોલીને આવતા નથી. તે વ્યક્તિની સમજ ઉપર જ આધાર રાખે છે. ઘણા પરિવાર એવા હોય છે જેમાં તેના માતા-પિતા ખૂબ જ ધાર્મિક સ્વભાવના હોય પરંતુ બાળકો તદ્દન વિપરીત હોય છે. એ જ રીતે જીવનમાં પણ કેટલાક શબ્દો એવા હોય છે જે આપણને ક્યારેય બોલવા ન જોઇએ. જેનાથી આપણી અધોગતિ થતી હોય છે. તેવા શબ્દો નકારાત્મ ઉર્જાનો સંચાર કરે છે.
👉 એવા કેટલાક શબ્દો છે જે આપણે રોજીંદા જીવનમાં બોલતા હોઇએ છીએ જે ન બોલવા જોઇએ. તે શબ્દોની આપણી પર શું અસર થાય છે તેનો આપણને અંદાજ હોતો નથી. તો તેવા ક્યા શબ્દો છે તેના વિશે વાત કરીએ.
👉 આ રીતે જ આપણે જે શબ્દો બોલીએ છીએ તેની અસર અવચેતન મન ગ્રહણ કરી લે છે અને કેટલીક વસ્તુ તે જ રીતે થતી હોય છે. આપણી ઇચ્છા ન હોવા છતા પણ નેગેટિવ વિચારસરણી અને બોલવાના કારણે આપણી જીંદગી બગડવા લાગતી હોય છે.
👉 નેગેટિવ શબ્દોની વાત કરીએ તો પહેલો જ શબ્દ છે, “આ મારાથી નહીં થાય” આ એક એવો શબ્દ છે કે, જેનાથી 80 ટકા લોકો પહેલા જ હારી જાય છે. જેઓ ખરેખર જીતને કાબિલ છે તેઓ મનથી હારી ગયેલા હોય છે. તેથી જ જો તમને જીવનમાં કંઇક કરી બતાવવાનો પાક્કો ઇરાદો હોય તો જીવનમાં “આ મારાથી નહીં થાય” એ શબ્દ મન અને મગજમાંથી ડિલીટ કરો.
👉 “આ મારાથી નહીં થાય” ના બદલે “હું કેવી રીતે કરી શકીશ” એ શબ્દો બોલતા થાવ કારણ કે, તેનાથી તમારી કોઇ પણ સમસ્યા હલ થઇ જશે. આ શબ્દ બોલવા માત્રથી સમસ્યાના કોઇને કોઇ સ્ટેપ તમારા મનમાં જરુર આવવા લગશે. આ વાત ફક્ત લખવા કે, બોલવા ખાતરની નથી પણ ઘણા અનુભવી લોકોએ અનુભવેલી છે.
👉 આપણે ક્યારેય “કાશ” જેને અંગ્રેજીમાં “I Hope” કહીએ છીએ, તેનો ઉપયોગ પણ ના કરો. કોઇ માણસ કોઇ વસ્તુ ન હોય અને તે કહે કે, કાશ મારી પાસે આ વસ્તુ હોત તો? સ્ટુડન્ટ હોત તો, કાશ હું સારા માર્ક લાવી શક્યો હોત તો. કાશ મારી પાસે પૈસા હોત તો, કાશ મારી પાસે કાર હોત તો, તે વ્યક્તિને હું ગિફ્ટ આપી ખુશ કરી શક્યો હોત તો. વગેરે જેવા શબ્દોનો આપણે રોજિંદા જીવનમાં ઉપયોગ કરીએ છીએ જે ક્યારેય ન બોલવા જોઇએ.
👉 આ શબ્દ પરથી સામેની વ્યક્તિ ખ્યાલ આવે છે કે, તમને તે વ્યક્તિ પર કે પોતાની પર વિશ્વાસ નથી. જો તમે કાશ શબ્દનો ઉપયોગ કર્યા વિના આત્મવિશ્વાસ સાથે પોતાની વાત બોલશો, તો તે તમારી ઇચ્છા પૂર્ણ જરુર થશે અને તેના માટે કરેલી મહેનતનું ફળ મળશે.
👉 જો તમે આ શબ્દની જગ્યા પર “મને વિશ્વાસ છે” તે શબ્દનો ઉપયોગ કરશો જેને અગ્રેજીમાં “I do” અથવા “I know” જેવા શબ્દોનો કરો. ઉદાહરણ તરીકે, મને વિશ્વાસ છે કે હું મોટો બિઝનેસ મેન જરુર બનીશ. આ રીતે રોજીંદા જીવનમાં તમે જે શબ્દો બોલો છો. તેમાં તમારું જીવન પોઝિટીવ બને છે.
👉 આમ કરવાથી તમારુ જીવન બદલાઇ જશે. દિવસેને દિવસે તમે વિચાર્યુ પણ નહીં હોય તેવા કામ કરી શકશો. તમારી પ્રગતિ થવા લાગશે. કેમ કે કાશ શબ્દ અવચેતન મન પર અસર કરે છે. એવી રીતે અવચેતન મન મને વિશ્વાસ છે કે આમ હું કરી શકીશ. તે શબ્દને મગજમાં સેટ કરે છે અને તે વસ્તુ કરવા પ્રેરે છે.
જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.