સામાન્ય રીતે તમે કોઈ પણ વસ્તુ બહારથી લાવો છો તો તમે તે વસ્તુને લાવીને સ્ટોર કરતાં હશો. કોઈ શાકભાજી કે ફળ કે બીજી કોઈ વસ્તુ લાવો છો તેને તમે ફ્રિજમાં રાખી દેતા હોવ છો. બધાજ એવું સમજે છે કે ફ્રિજમાં વસ્તુ રાખી દેવાંમાં આવે તો તે તાજી રહે છે. પણ ઘણી એવી વસ્તુઓ હોય છે જે ફ્રીજમાં સારી નથી રેતી અને ખરાબ થવા લાગે છે. થોડી વસ્તુ એવી પણ છે જે ફ્રિજની અંદર રાખવાથી મોટી બીમારી પણ શરીરમાં દાખલ કરી શકે છે. તેથી ફ્રીજમાં રાખવામા આવતી ઘણી વસ્તુઓ સ્વાસ્થ માટે હાનિકારક સાબિત થાય છે.
થોડા વર્ષો પહેલા વૈજ્ઞાનિકોએ સાબિત કરી દીધું છે કે, ફ્રિજની અંદર રહેલી ઘણી વસ્તુ કેન્સરનું કારણ બને છે. શરીરના અંદરના અંગો ખરાબ થવા લાગે છે. આ કહેવા પ્રમાણે કેન્સર થવાની 70% થી વધારે શક્યતા રહે છે. આજે આ આર્ટીકલ મહિલાઓ ખાસ કરીને વાંચવો જેથી તે આવી ભૂલો કરતાં અટકી શકે. ચાલો તે વસ્તુ વિષે જાણીએ કે જેનાથી કેન્સર જેવી બીમારી પણ થઈ શકે છે.
- બટાકા.
સૌથી પહેલી વસ્તુ છે બટાટા, બટાટાને ક્યારે પણ ફ્રીજમાં ના રાખવા જોઈએ. કારણ કે, બટાટામાં રહેલું સ્ટાર્ચ કેમિકલ ઠંડુ થવાના કારણે શુગરમાં બદલી જાય છે અને તેનો સ્વાદ ખરાબ થવા લાગે છે બટાટામાં રહેલા તત્વો ખરાબ થવા લાગે છે. બટાટાને થોડી ઘરની ઠંડી જગ્યાએ રાખવા જોઈએ તેનો મતલબ ફ્રિજમાં નહીં બીજી ઘણી ઠંડી જગ્યાઓ હોય છે ત્યાં રાખવા. તેથી તેમાં રહેલા ન્યુટ્રિયશ ખરાબ થતાં નથી.
- બ્રેડ કે પાઉ.
બીજી વસ્તુ છે બ્રેડ, સમાન્ય બ્રેડનો ઉપયોગ એક અથવા બે દિવસમાં કરી લેવો જોઈએ તેથી તે ખરાબ થવાની શક્યતા રહે નહીં. પણ ઘણી મહિલાઓ બે થી વધારે દિવસ બ્રેડનો ઉપયોગ કરતી હોય છે અને બ્રેડને ફ્રીજમાં રાખી મૂકે છે. પણ ફ્રિજની અંદર બ્રેડ રાખવાથી તે ખરાબ થવા લાગે છે અને સુકાઈ જાય છે. બ્રેડને સારા રાખવા માટે પેલા એક મજબૂત પ્લાસ્ટિકના બેગમાં પેક કરીને પછી ફ્રિજરમાં રાખવા જોઈએ. પણ તેનો ઉપયોગ બે દિવસ પછી ના કરવો જોઈએ એક દિવસ જ કરવાનો રહેશે. નહિ તો કેન્સરની પ્રોબ્લેમ થઇ શકે છે.
- ટમેટા
ત્રીજી વસ્તુ છે ટામેટાં, ટામેટાં પણ વધારે સમય સ્ટોર કરવાથી ખરાબ થવા લાગે છે. તેને ફ્રિજમાં રાખવાથી સારા રહેતા નથી કારણ કે, ટામેટાં જ્યારે ખેતરમાં ઉગાવામાં આવે ત્યારે તેને પાણી અને સૂર્યપ્રકાશ વધારે જોઈએ છે અને ઘરમાં લાવીને તમે ફ્રીજમાં રાખો તો તે ખરાબ થવા લાગે છે કારણ કે, ટામેટાં ઠંડી જગ્યાએ રહેવાનુ પસંદ કરતાં નથી. ટામેટાના બધા ગુણો સાચવી રાખવા માટે તેને ફ્રિજની જગ્યાએ બહાર રાખવા જોઈએ.
- લીંબુ
ચોથી વસ્તુ છે લીંબુ, લીંબુનો ગુણ ખાટો હોય છે એટલે કે, તેમાં સાઈટ્રિક એસિડ વધારે હોય છે. સાઈટ્રિક એસિડના કારણે તે વધારે ઠંડી જગ્યાએ રહે તો ખરાબ થવા લાગે છે અને તેનો રસ પણ સુકાવા લાગે છે લીંબુની છાલ પણ ખરાબ થવા લાગે છે. લીંબુના ગુણ ખાટો છે અને તેને સમાન્ય તાપમાન વધારે માફક આવે છે તેથી તે બહાર સારા રહે છે અને ખરાબ થતાં નથી. જો લાંબો સમય લીંબુ ફ્રીઝમાં રહેતો તે અંદર અને બહાર બંને સાઈડથી ખરાબ થવા લાગે છે.
- બીજ કે ઠળિયા વાળા ફળ.
પાંચમી વસ્તુ છે બી વાળ ફળ. એટલે કે, ચીકુ, સફરજન જેવા ફળો તેવા ફળોને ખુલા રાખીને ફ્રીજમાં ના મૂકવા જોઈએ. ફળને કાગળમાં પેક કરીને ફ્રિજના સૌથી નીચેના ખાનામાં રાખવા જોઈએ જેથી ફળ વધારે ઠંડા ના પડે નહિતો ફળના પોષ્ટિક તત્વો નાશ થવા લાગે છે અને તે ફળોના સેવનથી બીમાર પણ પડી શકો છો. ટેટી, તરબૂચ જેવી વસ્તુ ઠંડી ખાવા માંગતા હોવ તો તેને પણ 1 કલાક જેટલું રાખવું. નહિ તો આ ફળ ફાયદાની જગ્યાએ નુકશાન કરી દેશે..