👉 દોસ્તો, આપણે આપણા જીવનમાં રોજિંદા વ્યવહારમાં ઘણીવાર અજાણતા જ એવી કેટલીક ભૂલો કરી બેસતા હોઈએ છીએ કે તેની આપણા જીવન પર ખૂબ જ અસર પડતી હોય છે. આપણે તે વાતને જાણતા પણ હોતા નથી પરંતુ વાસ્તુશાસ્ત્ર અનુસાર એવી કેટલીક ચીજ છે જેને આપણે બીજાની પાસેથી વિના મૂલ્ય ક્યારેય પણ ન લઈ શકાય. જો આપણે તે ચીજને એમ જ ભલે તે અજાણતા જ લીધી હોય તો પણ તેનું જે પરિણામ છે તે આપણે ભોગવવું જ પડે છે.
👉 હિન્દુ ધર્મમાં વાસ્તુશાસ્ત્રને ખૂબ જ માનવામાં આવે છે અને તે અનુસાર આપણા જીવનમાં થાય પણ છે તો એ જાણી લેવું આપણા માટે ખૂબ જ આવશ્યક છે કે કઈ ચીજ મફત કે દાનમાં બીજાની પાસેથી ના લેવી જોઈએ. તો આજે અમે તમને એ જણાવવા જઈ રહ્યા છીએ તો આ આર્ટિકલને સંપૂર્ણ વાંચો.
👉 પૂજાની સામગ્રી : આ વાતને ખાસ યાદ રાખો કે ક્યારેય પણ કોઇની પાસેથી પૂજાની સામગ્રી ઉછીની કે વિના મૂલ્યે ના લેવી જોઈએ કેમ કે આવું કરતાં પૂજાનું ફળ તમને મળતું નથી. ઘર પર પ્રભુની કૃપા પણ બનતી નથી. તો આવી ભૂલ કદાપી ના કરવી.
👉 દૂધ : દૂધ એ એક એવી ચીજ છે કે તેને પણ ક્યારેય કોઇની પાસેથી વિના મૂલ્યે ના લેવી વસ્તુશાસ્ત્ર અનુસાર દૂધ જો આપણે બીજાની પાસેથી ફ્રીમાં જ લઈએ છીએ તો આપણે કર્જમાં જવા લાગીએ છીએ. તો દૂધ મફત ક્યારેય ના લેવું.
👉 મીઠું : મીઠું એક એવી ચીજ છે કે તેની વિશેષ કિંમત નથી પરંતુ વસ્તુશાસ્ત્રમાં તે ખૂબ જ મૂલ્યવાન એવી ચીજ છે. તેને લૂણ પણ કહે છે તે બીજાને મફત ના દેવું કે ના લેવું. મીઠાનો સંબંધ શનિદેવની સાથે માનવામાં આવે છે તેથી જ કોઈને મીઠું આપવું કે લેવું તે શનિદેવને અપ્રસન્ન કર્યા બરાબર છે. જો શનીદેવ તમારાથી અપ્રસન્ન થયા તો ઘરમાં રોગ-દોષ આવી શકે છે. તો આ ભૂલ કયારેય ના કરતાં.
👉 દહીં : મોટા ભાગે મહિલાઓ આ વસ્તુ પોતાના પડોશીને ત્યાંથી મફતમાં લાવતી હોય છે. જ્યારે રાત્રે દૂધને મેળવવા માટે ઘરમાં જુવે છે કે દહી નથી તો તે પોતાના પડોશીને ત્યાંથી થોડું દહી ફ્રીમાં જ લાવીને પછી ઘરમાં દહી જમાવતી હોય હોય છે. તો આ ખૂબ જ મોટી ભૂલ છે આવું કરવાથી ઘરમાં ધન ટકતું જ નથી અને વ્યર્થ જગ્યા પર તે વેડફાય છે.
👉 તેલ : ઘણી વાર આ ચીજ પણ લોકો અન્યની પાસેથી મફત લેતા હોય છે પરંતુ વાસ્તુશાસ્ત્ર મુજબ તેલ કયારેય પણ કોઇની પાસેથી મફત ના લેવું જોઈએ. તેલનું દાન લેવાના કારણે આપણા જીવનમાં ઘણી જ મુશ્કેલીઓ આવી શકે છે. ખાસ તો સરસવનું તેલ કદાપી કોઇની પણ પાસેથી દાનમાં ના લેવું. આવું કરવા પર શનીદેવ આપણાથી નારાજ થાય છે અને તેના કારણે આપણી બરબાદી પણ થઈ શકે છે.
👉 કાળા તલ : શાસ્ત્રો અનુસાર એવું કહેવામાં આવે છે કે કાળા તલનો સંબંધ સીધો જ શનિદેવ અને રહું, કેતુ ની સાથે છે. જ્યારે આપણે કોઇની પાસેથી મફત કાળા તલ લાવીએ તો આ ત્રણેયની નારાજગીનું કારણ બનીએ છીએ અને ત્યારથી આપણી બૂરી દશા શરૂ થાય છે. તો યાદ રાખો કે ભૂલથી પણ કોઇની પાસેથી કાળા તલ મફત જ ના લેવા જોઈએ.
👉 સોઈ : આ સોઈ ભલે ખૂબ જ નાની હોય તેને તમે કોઇની પણ પાસેથી મફતમાં લાવો છો તો તે તમારા ઘરમાં નકારાત્મક એવી ઉર્જાને તમારા ઘરે લાવે છે. અને તે દિવસથી જ તમારી પડતી ના દિવસો શરૂ થઈ રહ્યા છે, તે વાત એકદમ પાકી છે. જો તમારા ઘરે કોઈ મફતની સોઈ આવી છે તો તમારા ઘરના સભ્યોમાં અણબનાવ રહેવા લાગશે. કોઈ પણ કારણ વિના જ ઝઘડાઓ થવા લાગશે. માતા લક્ષ્મી પણ તમારાથી નારાજ રહેવા લાગશે.
👉 લોખંડ : લોખંડ માટે વાસ્તુમાં એવું કહેવામાં આવે છે કે લોખંડનો સંબંધ શનીદેવ સાથે છે. જો આપણે કોઇની પાસેથી મફત જ લોખંડની કોઈ ચીજ લાવીએ તો તે આપણા જીવનને બરબાદ કરી શકે છે. ઘરમાં શાંતિને હણી શકે છે. આર્થિક રીતે પણ સોઈના ઘરમાં આવ્યા બાદ નુકશાની જ થવા લાગે છે.
👉 માચીસ : માચીસનો સંબંધ અગ્નિની સાથે છે. તેથી ભૂલથી પણ કોઇની પાસેથી મુક્તમાં માચીસ ના લેવી એજ તમારા હિતમાં છે. મફતનું કે દાનનું માચીસ જો ઘરમાં આવી જશે તો તમારા ઘરમાં અશાંતિ લાવશે. ઘરના મેમ્બરોમાં પ્રેમ ઘટશે અને વિના કારણ જ ક્લેશ થવા લાગશે.
👉 રૂમાલ : રૂમાલ ચાહે મોટો હોય કે નાનો પરંતુ તે તમારા પોતાના જ પૈસાનો ખરીદેલો હોવો જોઈએ. કોઈની પાસેથી ભેટમાં મળેલા રૂમાલનો ઉપયોગ ક્યારેય તમારે ના કરવો જોઈએ. આવું કરવું તમારા જીવન માટે સારું નથી તે દાનનો રૂમાલ તમારા સુખી જીવનને અશાંતિ તરફ લઇ જઈ શકે છે. તો કદાપી કોઈનો ભેટમાં આપેલો રૂમાલ ના વાપરવો. તેને ફરી તમારે કોઈને આપીને તેને ઘરની બહાર મોકલવો જોઈએ.
જો આ રાત્રે મોં ખૂલું રાખીને સુવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.