મોટાભાગની સ્ત્રીઓનો માથાનો દુખાવો એટલે કપડાંમાંથી કલર જવો. તેમાં પણ ખાસ કરીને કોઈ વગર એવું બનતું હોય છે કે જૂના અને નવા કપડાં બંને ભેગા પાઉડરમાં ભીના કરવામાં આવે ત્યારે એકબીજો રંગ મિક્સ થઈ જતો હોય છે. જેના કારણે નવા કપડાં ઘણી વખત પહેરવા લાયક રહેતા હોતા નથી. તેમાં પણ ખાસ કરીને જ્યારે આપણે કોટન કપડાં ખરીદીએ તેના દરેક કપડાંમાંથી થોડો ઘણો કલર જતો જ હોય છે.
કેટલીક વર્કિંગ વુમન ઘણી વખત કોટનની જ સાડી અને ડ્રેસ પહેરતી હોય છે. તો તેમાંથી કલર જતો હોય છે. અને કલર જવાના કારણે તે કપડું આછું થઈ જતું હોય છે. પછી તે થોડા દિવસોમાં પહેરવા લાયક રહેતું નથી. માટે આજે એક ટિપ્સ જણાવીશું જેનાથી તમારા નવા હોય કે જૂના કપડાં ઘરે ધૂઓ ત્યારે કલર જશે નહીં. આ ઉપાય તમારે એક જ વાર કરવાનો રહેશે. પછી કપડાંનો રંગ જતો નથી.
-તેના માટે રસોડામાં રહેલું મીઠું લેવાનું અને ગરમ પાણી. આ વાત જાણી તમને થશે કે અમારા દાદીમાં પણ આ રીતે કરવાનું કહેતા, પરંતુ તેમાં તમને આ વસ્તુ કેટલાક પ્રમાણમાં લેવાની તેનું માપ ખબર નહોતી આજે તમને તેનું માપ જણાવીશું. ચાર લીટર ગરમ પાણી લેવાનું છે ધ્યાન રહે કે તે હુંફાળું ગરમ પાણી લેવાનું છે વધારે ગરમ ન થાય તેનું ધ્યાન રાખવું.
-તેમાં 200 ગ્રામ મીઠું નાખો. મીઠું બરાબર ઓગળી જાય એ રીતે તેને હલાવવું. એક વાત યદ રાખવી કે આ ઉપાય કરો ત્યારે ઓછું પાણી લીધું હોય જેમ કે..એક લીટર તો મીઠાનું પ્રમાણ ઘટાડી દેવાનું રહેશે. તેમાં 50 ગ્રામ મીઠું નાખવું. આ ટિપ્સમાં વસ્તુનું માપ જળવાય તે વધારે સારું છે.
-મીઠું ઓગળી જાય એટલે જે કપડાંનો રંગ જતો હોય અથવા લાગે કે આ નવા કપડાં છે તેનો કલર જશે તેને પાણીમાં બોળો. ત્રણ કલાક માટે તેને પાણીમાં બોળી રાખવું, ધ્યાન પછી તેને હળવા હાથે નીચોવી પાણી નીતારી લેવું. તે પાણીમાં જે વધારાનો કલર હશે તે નીકળી જશે.
-તે કપડાંના સાદા પાણીમાં બોળો અને નીચોવી લો. એક કપડાંને સાદા પાણીમાં ત્રણ વખત બોળો. પછી તેને સૂકવી દેવું. નવા કે જૂના કપડાને ક્યારેય વધારે પડતો તાપ આવતો હોય ત્યાં ન સૂકવવા. બસ આ ઉપાય એક જ વખત કરવાનો રહેશે. વારંવાર કરવો નહીં. બીજી વાર તે કપડું ધોવો ત્યારે નોર્મલ રીતે ધોવાનું છે.
-ઘણા લોકોને કડક કપડાંથી એલર્જી હોય છે. સોફ્ટ એટલે કે મુલાયમ કોમળ કપડાં પહેરવા ગમતા હોય છે. તેના માટેના માર્કેટમાં ઘણા લીક્વીટ મળે છે. તે ભાવમાં ઘણા મોંઘા હોય છે. તેના માટે એક ટિપ્સ જણાવીએ કોઈપણ કપડાંને સોફ્ટ બનાવવું હોય તો છેલ્લી વખત નોર્મલ પાણીમાં બે ચમચી વિનેગર નાખી મિક્સ કરી લેવું જેના કારણે તમારા કપડાં સોફ્ટ બની જશે.
-આ ઉપાય તમે મશીનમાં ધોતા હોવ તો પણ કરી શકો છો. આમ સરળ રીતથી તમારા નવા કપડાંને ખરાબ થતાં બચાવી શકશો. જેમાં એક રૂપિયો ખર્ચ થતો નથી.
જો નવા કપડા ધોવા વિષેની આ માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.