લોકપ્રિય ટીવી સિરાયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા છેલ્લા ઘણા સમયથી દર્શકોનું મનોરંજન કરી રહી છે. હાલમાં સિરીયલ ઘણી ચર્ચામાં રહ્યા કરે છે. સિરિયલની કેટલીક વાર્તાઓ અને કેટલાક કલાકારો એક કે બીજા કારણોસર સતત હેડલાઇન્સમાં આવી રહ્યા છે. ઘણા કલાકારો હાલમાં આ સિરિયલને સફળ બનાવવા માટે વિચારી રહ્યા છે.
ઘણી વાર એવી અફવા પણ ફેલાતી હોય છે કે કેટલાકે આ સિરિયલ છોડી દીધી છે. જો કે, તેમાંથી એક મહત્ત્વપૂર્ણ પાત્ર ભજવનાર ‘દયા ભાભી’ છે. આ પાત્ર છેલ્લા ચાર વર્ષથી સિરિયલમાં જોવા મળ્યું નથી દર્શકો તેને જોવા માટે ઘણી આતુરતા વ્યક્ત કરી રહ્યા છે. તે આતુરતા લગભગ પૂરી થવા આવી છે, નીચે જાણો કોણ હશે નવા દયા ભાભી..
- દયાબેન ચાર વર્ષથી ગાયબ છે-
દયાભાભી એટલે કે દિશા વાકાણીએ 2017માં મેટરનિટી બ્રેક લીધો હતો. અને ત્યારબાદ તે શોમાં પરત ફરી નથી. તેના ડાયરેક્ટરે પણ ઘણી વખત ઇન્ટવ્યૂમાં જણાવ્યું કે દયા બેનની ભૂમિકા ભજવનાર દિશા વાકાણીનું પુનરાગમન થશે. પરંતુ હજુ સુધી તે પાછી ફરશે કે કેમ તે સૌથી મોટો પ્રશ્ન છે.
દયાળું બનીને બધાના દિલ જીતનાર અભિનેત્રી દિશા વાકાણીએ થોડા વર્ષો પહેલા આ શોમાંથી વિદાય લીધી હતી. જો કે ત્યારથી દર્શકો તેની વાપસીની રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન ઘણી અભિનેત્રીઓના નામ પણ સામે આવ્યા હતા. પરંતુ દયાબેન ક્યારેય સિરિયલમાં પાછા ફ્યા નહીં.
- દયાબેનનું પાત્ર જોવા મળશે?-
થોડા દિવસો પહેલા મીડિયામાં એવા સમાચાર પણ આવ્યા હતા કે શોના મેકર્સે એક પ્રોમો રિલીઝ કર્યો હતો. જેમાં જેઠાલાલની દુકાનના ઓપનિંગ માટે દયા મુંબઈ આવી રહી હોવાના સંકેત મળ્યા હતા. આ વાતને લઈને આસિત મોદીને ટ્રોલ કરવામાં આવ્યા હતા. તેના જવાબમાં કહ્યું હતું કે, ‘ આ બધો સ્ટોરીનો કમાલ છે.’ અમે દયા બેનને લાવવા પર કામ કરી રહ્યા છીએ, પરંતુ તેમાં સમય લાગશે.
લોકો શો સાથે લાગણીથી જોડાયેલા છે એટલે અમને ટ્રોલ કરીને નારાજગી વ્યક્ત કરે તે સ્વાભાવિક છે. ઓનલાઈન કોમેન્ટ કરતાં ફેન્સ વિશે હું વિચારું છું અને તેમની લાગણીઓને માન આપું છું. દયાભાભી આવશે. તેની માત્ર એક કે બે વાર ઝલક જોવા મળી હતી. પરંતુ તે ક્યારે સિરિયલમાં આવશે તે જાણવા મળ્યું નથી.
- મેકર્સને મળી ગયા નવા દયાભાભી-
સૂત્રો અનુસાર થોડા સમય પહેલા આસિત મોદી દ્વારા કહેવામાં આવ્યું હતું કે દયાભાભીના રોલ માટે ઓડિશન ચાલુ કરી દેવામાં આવ્યા છે અને થોડા સમયમાં દયાભાભીનો રોલ ફરી એકવાર આપણને જોવા મળી શકે છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર 90ના દાયકાની ફેમસ સિરિયલ ‘હમ પાંચ’માં સ્વીટી માથુર નામનું પાત્ર ઘરઘરમાં ફેમસ હતું. જેવી રીતે અત્યારે દયાભાભી ફેમસ છે. આ સ્વીટીનો રોલ રાખી વિજન નિભાવી રહી હતી. રાખી સૌ પ્રથમ 1993માં ટીવી સીરીયલ ‘દેખ ભાઈ દેખમાં’ જોવા મળી હતી. અને તેને જાતે જ પોતાની ઓળખ ઊભી કરી હતી.
તેણે ઘણી બોલિવૂડ ફિલ્મોમાં પણ કામ કર્યું છે. 2019 દરમિયાન તેરા ક્યા હોગા કાલીયામાં પણ તે જોવા મળી હતી. તે ઉપરાંત ‘ગોલમાલ રિટનર્સ’ અને ‘બિગબોસ 2’માં ભાગ લઈ ચૂકી છે. તેણે ‘બનેગી અપની બાત’,’ નાગિન-4′ જેવી સિરિયલમાં પણ રોલ નીભાવ્યા છે. તેની જે હમ પાંચ સિરિયલ હતી તેમાં તે લોકોનું પ્રિય પાત્ર હતી.
નિર્માતા આસિત મોદીએ તાજેતરમાં આ સંદર્ભે મીડિયાને માહિતી આપતાં જણાવ્યું હતું કે પ્રખ્યાત પાત્ર ‘દયાભાભી’ ટૂંક સમયમાં વાર્તામાં પાછું આવશે. પરંતુ ‘દયાબેનનું’ પાત્ર ભજવી રહેલી દિશા વાકાણી પાછી નહીં ફરે. તેના સ્થાને અન્ય અભિનેત્રી લેવામાં આવશે.
એક સૂત્રમાં એ પણ જણાવ્યું હતું કે ‘દયાબેન’ની ભૂમિકા ભજવવા માટે રાખી વિજનનો સંપર્ક કરવામાં આવ્યો છે. રાખી સૌથી પ્રતિભાશાળી અભિનેત્રીઓમાંની એક છે. તેની કોમિક ટાઈમિંગ સારી છે. તેથી જ તેણીની ભૂમિકા માટે વિચારણા કરવામાં આવી રહી છે.
આ આર્ટીકલ ઇન્ટરનેટ આધારિત છે, તેથી ફાઇનલ માહિતી સમય અનુસાર થોડી અલગ પણ હોય શકે છે. જેની વાચક મિત્રોએ નોંઘ લેવી. ધન્યવાદ.. તેમજ વધુ આવી માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.