💁સોપારી આપણને એરિકા નામના વૃક્ષ માંથી મળે છે. આ સોંપરીને ‘એરિકા નટ’ પણ કહે છે અને ‘બેટલ નટ’ પણ કહે છે.. આ સોપારીનો ઉપયોગ આપણે ત્યાં બે પ્રકારે થતો જોવા મળે છે. પહેલો- પૂજાની એક સામગ્રી તરીકે અને બીજો-પાન-માવાના ઉપયોગમાં પણ લેવાય છે. આનાથી વિશેષ કદાચ તમે સોપારીમાં રહેલા ઔષધીય ગુણોથી અપરિચિત હશો. તો આજના આ આર્ટિકલમાં નીચે અમે તમને સોંપારીના યોગ રીતે કેમ ખવાઇ તે જણાવીશું જેનાથી તમને તેના નુકશાનના બદલે ફાયદા થઈ શકે.
💁પ્રાચીનકાલથી જ આયુર્વેદમાં આ સોપારીનો અનેક દર્દોની દવા બનાવવા માટે કરાતો હતો. પરંતુ આપણી પાસે તે માહિતી ના હોવાના કારણે આપણે તેનો લાભ ઉઠાવી શકતા નથી. પરંતુ દોસ્તો આજે અમે તમને ઘરેલુ એવા સોંપારીના ઘણા ઉપયોગ જણાવીશું જે તમને ઘણા ઉપયોગી બની શકશે. અત્યાર સુધી આપણે આ સોંપરીને માત્ર એક નુકશાન કરતાં ફળ તરીકે જ જાણતા હતા. પરંતુ એનો જો યોગ્ય ઉપયોગ કરાય તો તેનાથી અઢળક ફાયદો થાય છે.
💁1.ઉલ્ટી કે ઉબકાને રોકવા માટે :જ્યારે આપણી તબિયત બરાબર ના હોય અને ઉલ્ટી કે ઉબકા જેવુ વરંવાર થતું હોય તો આ સોપારીમાં ઘણા એવા તત્વો છે કે ઉલ્ટી-ઉબકમાં આપણને રાહત આપે છે. આના માટે તમારે માત્ર કાચી સોપારીનો એક ટુકડો મોંમાં રાખવાનો છે અને થોડો થોડો રસ ગળે ઉતરવાથી ઘણું સારું લાગશે.
💁2. ડાયાબિટીસ વાળા લોકોને માટે :જે લોકોને ડાયાબિટીસ જેવી તકલીફ હોય છે તેઓને ધણી વાર મો સુકાવા લાગે છે તો એ સમયે તેઓ સોપારીનો એક ટુકડો મોંમાં રાખે તો મો સુકાવાની તકલીફ દૂર થાય છે કેમ કે આ સોપારીમાં એવો ગુણ છે કે તેને મોંમાં મૂકવાથી સોંપારીના રસની સાથે સાથે મોંમાં અનેક ગણો લાળ રસ ઉત્પન્ન થવા લાગે છે. અને મો સુકાવાનું બંધ થાય છે.
💁3. દાંતના દુખાવા અને મોની દુર્ગંધ માટે :એક રિસર્ચમાં જાણવા મળ્યું છે કે સોપારીમાં એન્ટિબેકટેરિયલ ગુણો રહેલા છે. આથી આ સોંપારીને બાળીને તેનો એકદમ બારીક પાઉડર બનાવી લો. આ પાઉડરને સવારે અને રાત્રે દંત મંજન તરીકે ઉપયોગ કરવાથી દાંતને લગતી તમામ તકલીફ દૂર થાય છે અને દાંત એકદમ ચમકી ઉઠે છે.
💁4. ઝાડાને રોકવા માટે : આ સોંપારીમાં આપણા પેટ અને આંતરડાની કાર્ય શક્તિને સામાન્ય બનાવી રાખવાની શક્તિ રહેલી છે. આથી સોંપારીનું સેવન કરવાથી ઝાડા જેવી પેટની તકલીફને પણ દૂર કરે છે. 2 થી 3 ગ્રામ જેટલું સોંપારીનું ચૂર્ણ છાસ સાથે લેવાથી આંતરડાને લગતી કોઈ પણ તકલીફ હોય તો તે દૂર થાય છે. આંતરડા એકદમ ચોખ્ખા થાય છે.
💁5. મોંમાં પડેલા ચાંદા માટે : ઘણી વાર આપણા મોંમાં ચાંદી કે ચાંદા પડતાં હોય છે. તો તેનાથી રાહત મેળવવા માટે સોપારીનો પાઉડર અને ઈલાયચીનો પાઉડર લઈને તેને મધની સાથે બરાબર મિકસ કરીને મોંમાં પડેલા ચાંદાના ભાગ પર લગાવવાથી આ ચાંદા તુરંત જ માટે છે. આ પ્રયોગમાં તમારે સોપારી અને ઈલાયચીનો પાઉડર જ બનાવવાનો છે.
💁6. લોહીને પાતળું કરે : આજના સામેનો ખૂબ જ મોટો પ્રશ્ન છે ઘણા લોકોને આ પ્રોબ્લેમ હોય છે કે તેઓનું લોહી ઘાટું થતું હોય છે. તો આ લોકો નિત્ય 1 કે 2 ટુકડા સોંપારીના ખાવાનું રાખે તો લોહી પાતળું રહે છે. અને બ્લડ સરક્યુંલેસન યોગ્ય રીતે થાય છે.
💁7. આધા સીસી જેવા માથાના દુખાવા માટે : આપણે માથાના દુખવાની તો વાત સૌ કોઇની પાસેથી સાંભળી હોય છે પરંતુ ઘણા લોકોને માથાનો માત્ર અર્ધો જ ભાગ દુખે છે તેને આધા સીસી કહે છે. અને આ સોપારી તેનો અક્ષીર ઈલાજ છે. તેના માટે તમારે ઝાડ પર જ અર્ધી ઊગેલી એવી સોપારી લેવાની છે અને તે સોંપરીને થોડું પાણી ઉમેરીને પત્થરની સાથે ધસીને પેસ્ટ બનાવો. આ પેસ્ટને માથાનો જે અર્ધો ભાગ દુખે છે તેના પર લગાવો. માથાના દુખાવામાં તુરંત જ રાહત થશે.
💁8. મૂત્ર રોગ માટે : જે લોકોને પેશાબ વરંવાર આવવાની તકલીફ છે અથવા તો પેશાબ રોકાઈને આવે છે કે પછી પેશાબને લગતી અન્ય કોઈ તકલીફ હોય તો પણ તેના માટે સોપારીનો પાઉડર અને ખેરના વૃક્ષની છાલને પાણીમાં ઉમેરી ગરમ કરીને તેમા મધ ભેળવીને પીવાથી મૂત્ર રોગ સદંતર દૂર થાય છે.
💁9. ત્વચા સંબંધી રોગ માટે : ચામડીના રોગ માટે સોંપારીનેને પીસીને તેનો લેપ લગાવવાથી શરીરમાં કોઈ પણ જગ્યા પર ધા હોય તો તે રુજાય જય છે. દાદર, ખરજવું કે ગુમડા જેવી તકલીફો દૂર થાય છે.
સોંપારીને કેવી રીતે ખાવી જોઈએ.. જેનાથી તમને નુકશાન નહીં પણ ફાયદા થાય.
આમ જુઓ તો મોટા ભાગે આયુર્વેદમાં સોંપારીને બીજી કોઈ વસ્તુ સાથે જ લેવાની વાત કરવામાં આવી હોય છે, પણ જો તમે ફક્ત સોંપારીનું જ સેવન કરવા માંગતા હોવ તો, તમે દિવસમાં 1-2 વખત ઉત્તમ ગુણવત્તા વાળી સોંપારીના નાના નાના ટુકડા કરીને જમ્યા બાદ મુખવાસના રૂપમાં ખાઈ શકો છો. તેનાથી તમને સોંપારીના ઔષધીય ગુણો જરૂર મળશે. તેમજ સોંપારીનું 1-2 થી વધુ વખત જો સેવન કરશો તો, તે તમારી આદત બની જશે તેમજ ગુણો ના બદલે વધારે પડતી સોંપારી સમસ્યાઓ પણ ઊભી કરી શકે છે. તેથી તેનું ખાસ ધ્યાન રાખવું.
જો આ સોંપારીની ટિપ્સ ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બ્યુટીટિપ્સ આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.