મિત્રો 30 વર્ષની ઉંમર થયા બાદ શરીરમાં પહેલા જેવી સ્ફૂર્તિ નથી રહેતી. ઉમરના આ પડાવ પર મહિલાઓ અને પુરુષના શરીરમાં એવા બદલાવ આવે છે કે જેના કારણે ફીટ રહેવું મુશ્કેલ બની જાય છે. 30 વર્ષ બાદ ધીમે ધીમે આંખની રોશની નબળી પડવી, સફેદ વાળ,ચહેરા પર કરચલી વગેરે જેવી સમસ્યાઓ થવા લાગે છે અને તેનું મુખ્ય કારણ છે આપણું ખાન-પાન. 30 પછી અમુક ખાદ્ય પદાર્થ એવા પણ હોય છે જે આપણા શરીર માટે ઝેર સમાન સાબિત થાય છે. માટે હેલ્થ એક્સપર્ટનું કહેવું છે કે તમે જો 30 વર્ષ બાદ પણ ફીટ રહેવા માંગો છો તો તમારે અમુક વસ્તુનું સેવન બિલકુલ ટાળવું જોઈએ.
- સોડીયમ (એક પ્રકારે નમક)
30 વર્ષ બાદ વધારે પડતા સોડીયમયુક્ત ખોરાકનું સેવન ન કરવું જેમ કે નમક. કેમ્બ્રિજ યુનિવર્સીટી રેપોર્ટ અનુસાર લોકોએ એક દિવસમાં 2300 મીલીગ્રામથી વધારે સોડિયમનું સેવન ન કરવું જોઈએ. કારણ કે વધુ પડતા સોડિયમનું સેવન કરવાથી સ્કીન એજિંગ અને બ્લડ પ્રેશરની સમસ્યા ઉદ્ભવી શકે છે.
- સુગર (ખાંડ)
30 વર્ષની ઉમર થયા બાદ વધારે સુગર વાળા ખાદ્ય પદાર્થો પર નિયંત્રણ રાખવું જોઈએ. 30 વર્ષની ઉમર થયા બાદ વધતી ઉંમરની સાથે સાથે ધીમે ધીમે ઊંઘ ઓછી થવા લાગે છે. અને આવી પરિસ્થિતિમાં વધારે માત્રામાં સુગરનું સેવન કરવાથી મોટાપા અને વજન વધવાની સમસ્યા થઇ શકે છે.
- કાર્બોહાઈડ્રેટ ડ્રીંકસ
વૈજ્ઞાનિકોનું કહેવું છે કે દિવસ દરમિયાન યુવી કિરણો (અલ્ટ્રાવાયોલેટ કિરણો) ના સંપર્કમાં આવવાથી આપણી ત્વચાને નુકશાન થાય છે. રાત્રી દરમિયાન સુતી વખતે આપણા સેલ્સ રીપેર થાય છે. અને કાર્બોહાઈડ્રેટ ડ્રીંક્સ આપણી ઊંઘની ગુણવત્તાને ખરાબ કરે છે. માટે સુતી વખતે કામ કરતા સેલ્સ ત્વચા પર થતા નુકશાનને ભરપાઈ કરી શકતા નથી.
- વ્હાઈટ બ્રેડ
સવારના નાસ્તામાં ઉપયોગમાં લેવાતી મેંદામાંથી બનેલી વ્હાઈટ બ્રેડ આપણા શરીર માટે ખુબ જ ખતરનાક સાબિત થાય છે.વ્હાઈટ બ્રેડમાં સુગર,કર્બ્સ અને ફેટ વધારે માત્રામાં હોય છે. ઉંમર વધતાની સાથે એક તો ડાઈજેશન સીસ્ટમ કમજોર થવા લાગે છે. એવામાં વ્હાઈટ બ્રેડ કબજીયાત અને ડાઈજેશનની સમસ્યા વધે છે. એટલું જ નહિ પરંતુ તે આપણા આંતરડા માટે પણ હાનીકારક હોય છે.
- શરાબ
30 વર્ષની ઉંમર થયા બાદ વ્યક્તિના શરીરમાં લીવર અને કીડની જેવા પ્રમુખ અંગ ધીમે ધીમે સુસ્ત પાડવા લાગે છે. અને આ જ કારણ છે કે 30 વર્ષની ઉંમર બાદ લોકોમાં કીડની અને લીવર સંબંધી સમસ્યા જોવા મળે છે. માટે 30 વર્ષ બાદ તમારે શરાબનું સેવન બિલકુલ બંધ કરી દેવું જોઈએ. શરાબ માત્ર લીવરને અને કીડનીને ખરાબ કરે છે એટલું જ નહિ પરંતુ મોટાપા, ડાયાબીટીશ અને અન્ય ગંભીર રોગનું કારણ પણ બની શકે છે.
- ડીપ ફ્રાય અને જંક ફૂડ
30 વર્ષની ઉમર થયા બાદ લોકો સ્પોર્ટસ અને બીજી ફીઝીકલ એક્ટીવીટી વગેરેમાં વધારે એક્ટીવ નથી રહેતા. એવામાં ડીપ ફ્રાય કરેલી વસ્તુ અને જંક ફૂડ પચાવવા શરીર માટે ખુબ જ મુશ્કેલ થઇ જાય છે. તેની આડ અસર આપણા વાળ, ત્વચા અને શરીરનના તમામ ભાગોમાં જોવા મળે છે.
- નોનવેજ
જો તમે નોનવેજ લવર છો તો તમારે 30 વર્ષની ઉંમર બાદ નોનવેજથી સતર્ક રહેવાની જરૂર છે. નોનવેજ એક હેવી ડાઈટ છે માટે તેને વધતી ઉમર સાથે નોનવેજ પચાવવું શરીર માટે મુશ્કેલ બની જાય છે. રેગ્યુલર ડાઈટમાં નોનવેજનો ઉપયોગ કરવો બીમાર પણ કરી શકે છે. તેમાં પણ ખાસ કરીને રેડ મીટ અને પ્રોસ્ટેટ મીટથી તો દુર જ રહેવું જોઈએ. તમે તેની જગ્યાએ સાલમન ફીશનું સેવન કરી શકો છો કારણ કે ફીશ ત્વચા અને આંખો માટે લાભદાયી સાબિત થાય છે.
આવી જ બીજી જબરજસ્ત માહિતી માટે નીચે આપેલું બ્લૂ કલરનું LIKE નું બટન દબાવો. તેમજ આવી હેલ્થ, તેમજ જીવન ઉપયોગી માહિતી માટે આ પેજ સાથે જોડાયેલા રહો. આ આર્ટીકલ ગમ્યો હોય તો લાઈક તેમજ કોમેન્ટ જરૂર કરજો. અને આર્ટિક્લને તમારા પરિવાર તેમજ મિત્રો સાથે શેર જરૂર કરજો.