🥷 દર વર્ષે એક રિપોર્ટ મુજબ ભારતમાં 2 લાખ જેટલી ગાડીઓ દર વર્ષે ચોરી થાય છે તેમજ તેમાંથી 10-20% ગાડીઓ જ શોધી શકાય છે. બાકીની મળતી જ નથી અને જે ગાડીઓ શોધાઈ ગઈ હોય તે ગાડીઓ પણ ખરાબ કન્ડિશનમાં મળતી હોય છે. તો આવી પ્રોબ્લેમ આપણી સાથે પણ ના બને તેથી અમે આપને એવા ઉપાય જણાવીશું કે જેનાથી તમારી ગાડી ચોરી થવાથી બચી શકે. તો આવો જાણીએ તે ઉપાયો.॥
🥷(1) ટ્રેકિંગ ડિવાઇસ ના સ્ટીકર – ઘણી વખત જો તમે એન્ટિ થિફ અલાર્મ તેમજ GPS ટ્રેકિંગ ના સ્ટીકર કારમાં અમુક જગ્યાએ લગાવશો તો પણ તમારી કાર ચોરતા પહેલા ચોર જરૂર 1 વખત વિચારશે. ચોરને તમારી કાર એકદમ સિક્યોર દેખાશે. પછી ભલે હકીકત માં તે એન્ટિ થિફ અલાર્મ કે GPS ટ્રેકિંગ ડિવાઇસ તમારી કારમાં હોય કે ના હોય. પણ સ્ટીકર જરૂર લગાવવા જેથી પહેલી નજરમાં ચોર જરૂર 1 વખત ચોરી કરવાનું ભૂલશે.
🥷(2) ડુપ્લિકેટ ચાવી- ઘણી વખત એવું બનતું હોય છે કે, અજાણી જગ્યાએ કાર રીપેરમાં આપીને કારના માલિક ગમે ત્યાં ફરવા ચાલ્યા જતાં હોય છે, અને તમે જ્યાં કાર રીપેરમાં આપી હોય તે મિકેનિક ચોર સાથે કનેક્શન હોય છે, તે તમારી કારની ચાવીની ડુપ્લિકેટ ચાવી બનાવી લેતા હોય છે, પછી ચોર એ ડુપ્લિકેટ ચાવીથી આર ચોરી કરતાં હોય છે. ઘણી ઘટનાઓમાં આવું બનતું હોય છે. તેથી ગાડી વિશ્વાસુ ગેરેજ માં કે વર્કશોપમાં જ રિપરમાં આપો, અથવા નાનો-મોટો પ્રોબ્લેમ હોય તો, બની શકે તો ઊભા ઊભા જ રીપેર કરાવવાનો આગ્રહ રાખો.
🥷(3) કાર પાર્કિંગ – અમુક લોકોને એવી આદત હોય છે કે, લાંબા દિવસો સુધી ગાડી એકની એક જગ્યાએ પાર્કિંગ માં પડી રાખતા હોય છે, તેમજ ઘણા દિવસો સુધી ગાડીને હાથ પણ લગાવતા નથી હોતા. તો ચોર આસાનીથી આવી ગાડીઓ ચોરવાનું કામ પ્રથમ કરે છે.
🥷(4) સેફટી ફીચર – જો તમે નવી કાર લેવાનું વિચારતા હોવ તો સૌ પ્રથમ એ ચેક કરો કે, આજના જમાના પ્રમાણે ના સેફટી ફીચર અને એડવાંન્સ સિક્યુરિટી સિસ્ટમ કાર માં છે કે નહીં. અને ભલે થોડા વધુ પૈસા આપવા પડે પણ કારમાં એડવાંન્સ આધુનિક સેફટી ફીચર હોય તેવી કાર જ ખરીદો. અમુક ફીચરના નામ – (1) એન્ટિ થિફ અલાર્મ, (2) એન્જિન ઇંમોબિલાઈજર (3) સિક્યુરિટી અલાર્મ વગેરે..
🥷(5) અવનવા લોક – આજકાલ માર્કેટમાં અનેક પ્રકારના લોક આવી ગયા છે જેનથી તમારી કાર વધુ સુરક્ષિત રહે છે. તેવા લોકનો ઉપયોગ જરૂર કરવો – દા. ત. (1) સ્ટિયરિંગ લોક, (2) ગિયર લોક, તેમજ (3) હેંડબ્રેક અને ગિયર લોક (4) ટાયર લોક વગેરે આ આધુનિક લોક તમારી કારને ખબ સારી વધુ સુવિધા આપે છે.
🥷(6) સૂમસામ જગ્યાએ પાર્કિંગ – કારને એવી જગ્યાએ પાર્ક કરો કે જ્યાં લોકોની અવરજવર શરૂ હોય. એકદમ સૂમસામ જગ્યાએ પાર્ક ના કરો. તેનાથી ચોરી થવાનો ભય વધુ રહે છે. તેમ છતાં જો સૂમસામ જગ્યાએ ગાડી પાર્ક કરવાની થઈ હોય તો પણ ગાડીમાંથી તમે ફયુજ કાઢી શકો છો. અને ફયુજ વગર ગાડી સ્ટાર્ટ નથી થાય.
🥷(7) હેન્ડ બ્રેક – ઘણા ચોર થોડી એડવાંન્સ તૈયારીમાં ચાલતા હોય છે, તે જો ગાડી ખોલી ના શકે તો તે ટોઇંગ કરીને ગાડી લઈ જતાં હોય છે, તેવી હંમેશા ગાડીને હેંડબ્રેક લગાવેલી રાખવી જોઈએ. તેમજ સ્ટિયરિંગ પણ લોક કરી દેવું જોઈએ. જેનાથી ગાડી આસનીથી ટોઇંગ ના થઈ શકે. તેમજ હેન્ડબ્રેક ટાયરને ડાબી કે જમણી
🥷(8) ઓરીજનલ પેપર – અમૂકને એવી ટેવ હોય છે કે, ગાડીના બધા ઓરીજનલ પેપર ગાડીમાં રાખતા હોય છે, જેનાથી ચોર કદાચ ઓરીજનલ પેપરથી પોલીસની નજરમાંથી કદાચ છટકી પણ જાય. તેથી ઓરીજનલ પેપર ગાડીમાં હોવા એ એક ખૂબ જ મોટું નુકશાન છે. તેથી ઓરીજનલ પેપરની જગ્યાએ શક્ય હોય તો સરકારે નક્કી કર્યા મુજબ ડિજિટલ પેપર મોબાઈલમાં રાખવા.
🥷(9) વીમો/ઇનસોરન્સ – ગાડી થોડી જૂની થાય અને વીમો પૂરો થાય એટલે લોકો એવું વિચારતા હોય છે કે, હવે વીમો નથી કરાવવો અને આમ પણ, માર્કેટમાં ઘણી નવી નવી કાર આવી ગઈ છે, તો ચોર મારી જૂની ગાડી થોડા ચોરવાના છે. અને આ જ તેઓની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે. કેમ કે, ચોરની પહેલી પસંદ જૂની ગાડીઓ હોય છે. તેમજ તમે વીમો ના કરાવ્યો હોય તો સમજો કે અમુક હજારના વીમા ને લીધે તમારી લાખોની ગાડી ચોરી થઈ ગઈ. તેથી ગાડી નવી હોય કે, ગાડીનો પૂરો વીમો લઈને જ રાખો.
🥷(10) સાફ કાર-ગંદી કે મેલી કાર – આ મુદ્દો એમ કહેવા માંગે છે, કે મોટા ભાગના ચોર એવી કાર ચોરવાનું પસંદ કરે છે કે જે જૂની કે થોડી મેલી દેખાતી હોય. કારણ કે, જૂની કે મેલી કારને ચોરવાનું પણ આસન હોય છે અને ચોરને એમ પણ લાગે છે કે, આ કાર ચોરવાથી ફટાફટ લોકોના ધ્યાનમાં નહીં આવીએ. તેમજ કાર મેલી એટલે થઈ ગઈ હોય છે કે, માલિક તેના પર બરોબર ધ્યાન દેતા નથી હોતા. તેથી મેલી કાર સાફ કારની કંપેરિજનમાં વધુ ચોરી થતી હોય છે.
🥷જો આ માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. કોઈ પ્રશ્ન હોય તો પણ કોમેન્ટમાં પૂછી શકો છો. અથવા કોઈ સુધારો કરવા લાયક વાત હોય તો પણ કોમેન્ટ માં જણાવો. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર.તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.