મિત્રો આપણા ભારતીય ઔષધિમાં અનેક જડીબુટ્ટી મળી આવે છે. તેમજ આ દરેક જડીબુટ્ટી અનેક રોગોને દુર કરવા માટે દેશી ઉપાય તરીકે કામ કરે છે. જો કે દરેક ઔષધિને તમે અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો. તેમજ આ ઔષધી ચોક્કસ પણે તમને ફાયદો આપે છે.
આજે અમે તમને એક એવા ફળ વિશે જણાવવા જઈ રહ્યા છીએ જે સામાન્ય રીતે ભારત અને માલદ્રીપ માં વધુ જોવા મળે છે. તેમજ તેની લગભગ 8- જેટલી પ્રજાતિઓ છે. જેમાં ભારત અને માલદ્રિપમાં 30 જેટલી જાતી જોવા મળે છે. જો કે આ ફળનું નામ જાયફળ છે, જે એશિયાના મહાદ્રીપ ના પૂર્વમાં મલાકા દ્રીપનું વૃક્ષ માનવામાં આવે છે.
આ જાયફળ એ બે પ્રકારના હોય છે એક નર જાયફળ અને બીજું માંદા જાયફળ. બંને ખુબ જ ઉપયોગી છે. માંદા જાયફળના ફૂલ નાની નાની મંજરીઓ માં આવે છે તેના પાન પહોળા હોય છે જયારે નર જાયફળ ના પાન મોટા હોય છે. તેને મસળવા થી તેમાંથી સુગન્ધ આવે છે.
આ જાયફળના ઘણા એવા ફાયદાઓ છે જે લગભગ 58 જેટલા રોગોનું નિદાન કરી શકે છે. ચાલો તો આ જાયફળના ફાયદાઓ વિશે વિસ્તારથી જાણી લઈએ.
- શરદી-કફમાં આરામ દાયક છે
શરદી માટે જાયફળ ખુબ જ અસરકારક માનવામાં આવે છે. આ માટે તમારે પહેલા જાયફળને વાટીને તેનું ચૂર્ણ બનાવી લેવું પછી આ લેપને નાક અને છાતી પર લગાવવું. તેમજ સૂંઠ સાથે જાયફળને મિક્સ કરીને આખા ભાગનો ચોથા ભાગની ચમચી જેટલું બે વખત લેવું આમ શરદી ને કફની તકલીફ દુર થાય છે. આ સિવાય જાયફળને વાટીને તેને ચપટી જેટલું દૂધ સાથે મિક્સ કરીને પીવાથી પણ શરદી દુર થઈ શકે છે.
- હરસ-મસા દુર કરે છે
જે લોકો હરસ મસાની તકલીફ છે તેના માટે જાયફળએ ખુબ જ ઉપયોગી છે. આ માટે તમારે 10 જેટલા જાયફળને ઘીમાં તાપે શેકી લેવા, પછી તેને ગાળીને તેમાં 2 કપ ઘઉંનો લોટ મિક્સ કરી ઘીમાં તાપે શેકવો અને તેની પેસ્ટ બનાવી લો પછી દરરોજ 1 ચમચી સેવન કરો. આ સિવાય જાયફળના બીજનો ગર્ભ 25 ગ્રામ અને વરીયાળી 25 ગ્રામ ખાંડીને તેમાં 50 ગ્રામ ખાંડ મિક્સ કરી લો પછી તેને 3-3 ગ્રામની માત્રામાં દિવસમાં 2 વખત સેવન કરો આનાથી લોહી વાળા હરસ મસા દુર થાય છે.
- કમરનો દુખાવો દુર કરે છે
જો તમને કમરનો દુખાવો છે અને તમે તેને દુર કરવા માંગો છો તો તમે જાયફળનો ઉપયોગ કરી શકો છો. આ માટે નગરવેલના પાનમાં જાયફળનો ટુકડો મિક્સ કરી ખાવાથી અને પાણીમાં ઘસીને તેનો લેપ બનાવો, તે લેપ ગરમાગરમ કમર પર લગાવો અને માલીશ કરો. આ લેપ પછી 200 મિલીલીટર તલના તેલને થોડું ગરમ કરી અને તે લેપની ઉપર જ તે તેલને લગાવી માલિશ કરો થોડા સમયમાં દુખાવો ગાયબ થવા લાગશે.
- નપુસંકતા દુર કરે છે
જાયફળ એ નપુસંકતા દુર કરવામાં મદદ કરે છે આ માટે જાયફળનું ચૂર્ણ સવારે અને રાત્રે મધ સાથે મિક્સ કરીને ખાવ અને તેનું તેલ સરસવ ના તેલ સાથે મિક્સ કરીને શીશ્ર લિંગ પર ઘસો. તેનાથી નપુસંકતા અને શીઘ્ર પતનનો રોગ મટે છે. જાયફળ નું ચૂર્ણ અડધા ગ્રામ સાંજે પાણી સાથે 45 દિવસ સુધી ખાવાથી વીર્યની ઉણપ અને મૈથુન કમજોરી દુર થાય છે.
- મોઢાની દુર્ગંધ દુર કરે છે
જો તમારા મોઢામાંથી દુર્ગંધ આવી રહી છે તો તે માટે તમારે જાયફળના નાના નાના ટુકડા ચૂસવાથી દુર થાય છે તેમજ મોઢાનું ફીકાપણું પણ દુર થાય છે. જાયફળના ટુકડાને ચાવવાથી પણ મોઢાની દુર્ગંધ દુર થાય છે. આ સિવાય જાયફળથી ચક્કર અને મૂર્છા આવતી હોય તો, તે પણ દૂર થવા લાગે છે.
- શ્વાસની તકલીફ ઓછી કરે છે
દમ માટે પણ જાયફળ ખુબ જ લાભકારી છે. આ માટે તમારે 1 ગ્રામની માત્રામાં જાયફળના ચૂર્ણમાં એક ગ્રામ પાણી સાથે સવાર અને સાંજ લેવાથી દમની તકલ્લીફ દુર થાય છે. એક ગ્રામ જાયફળ અને એક ગ્રામ લવિંગના ચૂર્ણમાં 3 ગ્રામ મધ અને 180 ગ્રામ બંગ ભસ્મ સાથે મિક્સ કરીને લેવાથી શ્વાસનો રોગ દુર થાય છે.
- બાળકને દૂધ પચવામાં મદદ કરે છે
જયારે બાળક માનું દૂધ પીતું બંધ થઈ જાય છે ત્યારે તેને બીજું દૂધ આપવું પડે છે અને તે દૂધ બાળકને ભારે ન પડે તે માટે દુધમાં જાયફળ નાખીને તેને ખુબ ઉકાળી લો અને પછી તે દૂધ ઠંડુ થઈ ગયા પછી બાળકને આપો. જે તેને પચવામાં સારું રહે છે.
- ડાયેરિયા
જાયફળ ઝાડા, કબજિયાત, અપચો માટે પણ ખુબ અસરકારક માનવામાં આવે છે. નાના બાળકો માટે પણ જાયફળ ખુબ સારું છે. તેમજ ખોરાકના પાચન માટે જાયફળ ખુબ સારું છે. આ માટે તમે જાયફળનો અલગ અલગ રીતે ઉપયોગ કરી શકો છો.
- અનિદ્રા
જો તમે નીંદર નથી આવતી તો તમારે જાયફળને ઘી માં ઘસીને પગના તળિયે અને આંખની પાંપણ પર લગાવો અને તેનાથી ઊંઘ સારી આવે છે. આ સિવાય જાયફળને પાણીમાં ઘસીને આંખની પાંપણ પર લગાવો તેનાથી પણ નીંદર જલ્દી આવી જાય છે.
જાયફળના કેટલાક અન્ય ફાયદાઓ
- જો તમારા ચહેરા પર ખીલ છે અને તેને દુર કરવા તમે જાયફળનો ઉપયોગ કરી શકો છો. કાચા દુધમાં જાયફળ ઘસીને ખીલ પર લગાવો ખીલ દુર થઈ જશે.
- ગેસ, કબજિયાત, દુર કરવા લીંબુના રસમાં જાયફળ ઘસીને સવાર સાંજ ભોજન કર્યા પછી ખાવાથી સારું રહે છે.
- દાંતના દુખાવામ રાહત આપવામાં પણ જાયફળ ખુબ ઉપયોગી છે.
- જો તમે હેડકીની તકલીફ છે તો તમે જાયફળને ઘસીને તેને તુલસીના રસ સાથે પીવો તનાથી તરત હેડકી મટી જશે.
- મોઢામાં પડેલ ચાંદા દુર કરવા માટે જાયફળના ઉકાળા થી 3 થી 4 વખત કોગળા કરવાથી ચાંદી દુર થાય છે.
- બાળકને ઝાડા હોય તો તે માટે જાયફળને પાણીમાં ઘસીને અડધી ચમચી 2 થી 3 વખત આપો.
- આ સિવાય જાયફળથી ગેસ, ઉલટી, મરડો, પેટ દર્દ, વગેરે દુર થાય છે.
- આ સિવાય કાનનો સોજો, લકવો, ઈજા, પ્રસવ દર્દ, શીળસ, વાનો રોગ, વીર્ય રોગ, કોલેરા, હાથપગનો સોજો, વાઈ, વગેરે પણ દુર કરવામાં ખુબ ઉપયોગી છે.
આમ તમે જાયફળ થી અનેક રોગો સામે રક્ષણ મેળવી શકો છો. તેમજ તેનું સેવન અલગ અલગ રીતે કરી શકો છો. આ નાનું જાયફળ અનેક રોગો ને શાંત કરવામાં ખુબ ઉપયોગી નીવડે છે. આ આર્ટીકલ તમને પસંદ આવે તો, આગળ શેર કરો અને જો તમારા મિત્ર કે, પરિવારમાં કોઈ ઉપર કહેલાં રોગથી પીડિત છે તો આ આર્ટીકલ તેની સાથે જરૂર શેર કરો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.