જેમ કે રીંગણ છે તો તેનું ભરીને પણ શાક થાય, કોઈ અન્ય શાકભાજી સાથે પણ બનાવાય છે અને એકલા રીંગણ અને ડુંગળી નું શાક પણ થાય છે. ગામ કે શહેર અથવા તો રાજ્ય બદલાતા વાનગીઓ બદલતી રહે છે. એટલે કે, એક શાકભાજીને જુદી જુદી જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. આવી જ એક શાકભાજી છે ભીંડો. જેને લોકો પોત પોતાના સ્વાદ મુજબ અલગ અલગ રીતે બનાવે છે.
ભીંડો એક એવી શાકભાજી છે જે લગભગ દરેક લોકોને ભાવે છે. જો કે તેને તમે અલગ અલગ રીતે બનાવી શકો છો. ભીંડો એ શરીરની તંદુરસ્તી માટે ખુબ ગુણકારી માનવામાં આવે છે. તેમાં અનેક પોષક તત્વો જેવા કે પોટેશિયમ, કેલ્શિયમ, ઓલિક એસીડ, વિટામીન, કાર્બ્સ, ફાઈબર રહેલા છે. તેમજ ભીંડો એ શરીરમાં કોલેસ્ટ્રોલ ને કંટ્રોલ કરવાનું કામ કરે છે. ભીંડો વાંદરાની ચરબી દુર કરવામાં પણ ઉપયોગી છે.
આગળ વાત કરી તેમ દરેક જગ્યાએ એક જ શાકભાજીને જુદી જુદી રીતે બનાવવામાં આવે છે. આવું જ કઈક ભીંડા સાથે પણ થાય છે. ભીંડાને પણ દરેક જગ્યાએ અલગ અલગ રીતે બનાવવામાં આવે છે. કોઈ તેને કઢી રૂપે બનાવે છે તો કોઈ તેને નાળીયેર સાથે બનાવે છે. તો કોઈ તેને દહીં સાથે. તો મિત્રો ઝડપથી નોધીલો ભીંડાની જુદી જુદી રેસીપી વિશે.
- કઢી સાથે ભીંડાની રેસીપી
ભીંડાની અંદર કાર્બ્સ રહેલું હોવાથી તે તમારું વજન કંટ્રોલ કરવામાં મદદ કરે છે. તેમજ ભીંડાને જો કઢી સાથે બનાવવામાં આવે છે તો તેનો ટેસ્ટ પણ વધે છે. આમ કઢી સાથે ભીંડો ખાવાથી તમને મજા આવે છે. આ વાનગી આમ જોઈએ તો પંજાબ માં વધુ બનાવાય છે. જેને તમે રોટલી કે રાઈસ સાથે ખાઈ શકો છો.
- સામગ્રી – ભીંડો, સુકા લાલ મરચા, મીઠું, લાલ મરચાનો પાઉડર, હળદર, દહીં, જીરું, તજ, ઘી, બેસન, ઓલીવ ઓઈલ, ધાણાજીરું
બનાવવાની રીત – સૌથી પહેલા ભીંડો લઇ તેને ધોઈ નાખો. સુકાય ગયા પછી તેને સમારી લો અને તેલ ગરમ મુકીને તેમાં તજ નાખી ચડવા દો. હવે કઢી બનાવવા માટે એક વાસણ લો તેમાં મસાલા સાથે દહીં નાખીને મિક્સ કરી લો અને મિશ્રણને ગરમ કરવા માટે મૂકી દો. આ બાજુ ભીંડો થોડો ક્રિસ્પી થઈ જાય એટલે ગેસ બંધ કરી દો. હવે એક વાસણમાં ઘી ગરમ કરો, તેમાં જીરું, તજ, લાલ મરચું, નાખો. તેમજ મિશ્રણ અને ભીંડાને કઢીમાં નાખી દો. આમ તૈયાર છે તમારી ભીંડા કઢી રેસીપી. જેને તમે રાઈસ કે રોટલી સાથે ખાઈ શકો છો.
- ભીંડા- દહીંની રેસીપી
ભીંડાની અંદર ફાઈબર વધુ પ્રમાણમાં હોવાથી તેને ખાવાથી તમારું પાચન તંત્ર તંદુરસ્ત રહે છે. તેમજ તમને કબજિયાત નથી થતો. આમ તમે ભીંડાને દહીં સાથે પણ ખાઈ શકો છો. આ રેસીપી પણ ખુબ જ ટેસ્ટી છે. ચાલો તો તેના વિશે વધુ જાણી લઈએ.
- સામગ્રી દહીં, ભીંડો, કોથમીર, હળદર, લીલા મરચા, હિંગ, ઓલીવ ઓઈલ, મીઠું, જીરું.
બનાવવાની રીત – પહેલા તો ભીંડી સાફ કરીને તેને સમારી લો. પછી એક વાસણમાં તેલ ગરમ મુકીને તેમાં હિંગ અને જીરું નાખીને શેકી લો. બીજું વાસણ લઈને તેમાં લીલા મરચા, દહીં, કોથમીર હળદર નાખીને શેકી લો. બધો મસળો અને શેકાઈ જાય એટલે તેમાં ભીંડો, મીઠું અને મરચું નાખીને મિક્સ કરી લો. હવે આ વાસણને ઢાંકીને 5 મિનીટ ચડવા દો. આ દહીં ભીંડો રેસીપી તૈયાર છે. આ રેસિપીને તમે રોટલી કે રાઈસ સાથે ખાઈ શકો છો.
- ભીંડો-નાળીયેર રેસીપી
આમ તો ભીંડો ખુબજ હેલ્દી છે. તેમજ ભીંડો એ ડાયાબીટીસ ના દર્દી માટે ખુબ જ સારો છે. કારણ કે ભીંડામાં ગ્લુકોઝને કંટ્રોલ કરવાના ગુણ રહેલા છે. ભીંડામાં એન્ટી હાઈપરગ્લાઇસેમિક ગુણ રહેલા છે જે ડાયાબીટીસને કંટ્રોલ કરી શકે છે. જો કે સાઉથમાં ભીંડા નાળીયેર ની રેસીપી ખુબ જ પસંદ કરવામાં આવે છે.
- સામગ્રી – ઓલીવ ઓઈલ, મીઠું, ભીંડો, નાળીયેર, કોથમીર, લીલા મરચા, આમચૂર પાઉડર, લાલ મરચાનો પાઉડર, હળદર, જીરું, હિંગ, આદુ, ચણાની દાળ, રાઈ
બનાવવાની રીત – પહેલા તો ભીંડાને ધોઈને સમારી લો. હવે એક વાસણમાં તેલ ગરમ મુકીને તેમાં બધા મસાલા નાખી દો. પછી દાળને પીસી નાખો. આદુ અને લસણની પેસ્ટ બનાવી લો. તેને તેલમાં સાંતળી લો. જયારે મસાલો શેકાઈ જાય એટલે તેમાં ભીંડો નાખી દો. હવે જયારે ભીંડો ચડી જાય એટલે તેમાં નાળીયેર નાખો અને 3 થી 4 મિનીટ ચડવા દો. આમ તમારી ભીંડા નાળીયેર રેસીપી તૈયાર છે. જેને તમે રોટલી અને રાઈસ સાથે ખાઈ શકો છો.
- ભીંડાની ટેસ્ટી ચટણી
તમે ભીંડાનું શાક તો ખાધું હશે પણ ભીંડાની ચટણી નહિ ખાધી હોય. આજે તમે તમને ભીંડાની ચટણી વિશે જણાવીશું. હૃદય અને ડાયાબીટીસ ના દર્દી સાથે બ્લડ પ્રેશરના દર્દી માટે પણ ભીંડો ખુબ સારો છે. તે બ્લડ પ્રેશર કંટ્રોલ કરવાનું કામ કરે છે. ચાલો તો ભીંડાની ચટણી વિશે જાણી લઈએ.
- સામગ્રી – સરસો નું તેલ, મીઠું, ભીંડો, હળદર, લીલા મરચા, આંબલી, પંચફોડન.
બનાવવાની રીત – પહેલા તો ભીંડો ધોઈને સાફ કરી લો. એક વાસણ લઈને તમા આંબલી નાખીને તેને પલાળી દો. હવે ગેસ પર તેલ ગરમ કરવા માટે મુકો. તેમાં પંચફોડન અને લીલા મરચા નાખો. મસાલાનો રંગ બદલાય એટલે તેમાં ભીંડો નાખી દો. પછી તેમાં હળદર, મીઠું અને આંબલીનું પાણી નાખો. ઉકળવા લાગે એટલે ગેસ બંધ કરી દો. આમ તમારી ભીંડાની ચટણી તૈયાર છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.