OLA એ તેના 2 દમદાર સ્કુટર લોંચ કાર્ય છે. આજે આપણે આ લેખમાં જાણીશું કે, તે સ્કૂટરની સર્વિસ કેવી રીતે કરાવવી પડશે. તેમજ તેનો મેન્ટેનન્સ ખર્ચ કેટલો આવશે. 1 વાર ચાર્જ થવામાં કેટલી વીજળી નો ઉપયોગ કરશે. તેમજ પેટ્રોલ વળી ગાડી ચલાવવાના બદલે OLA સ્કુટર ચલાવશો તો 1-5 વર્ષમાં તમારા કેટલા પૈસા બચશે. (આ માહિતી ખુબ આશ્વર્યજનક હશે.) તેમજ OLA ની સર્વીસની બીજી ખાસિયત પણ ગજબની છે તે પણ જાણીશું.
OLA એ તેના 2 દમદાર સ્કુટર લોંચ કર્યા છે. જેનું નામ S1 અને S1 pro રાખવામાં આવ્યા છે. તો આ બંને સ્કુટરમાં કેટલી ખાસિયત છે? તે કેટલા કિલોમીટર ચાલશે? અને તેની પૂરી કિંમત વિષે પૂરો આર્ટીકલ અમે અગાઉ લખ્યો હતો. જો તમે એ ના વાંચ્યો હોય તો અહી ક્લિક કરીને જાણી લો.. 👉 “OLA સ્કુટરમાં આટલા દમદાર ફીચર છે.”
- OLA સ્કૂટરની સર્વિસ કેવી રીતે કરાવવી પડશે?
સૌ પ્રથમ વાત કરીએ તો, OLA સ્કુટરની સર્વિસ ઘરે બેઠા જ થશે. જેમ બીજી બાઈકને સર્વિસ કરાવવા સર્વિસ સ્ટેશન પર લઇ જવી પડે છે, પણ OLA સ્કુટરમાં તેનાથી બિલકુલ વિપરીત છે. મતલબ કે તમારે સર્વિસ સ્ટેશન પર બાઈક મુકવા જવી – લેવા જવી વગેરે ટેન્શનમાંથી મુક્ત થઇ જશો.
તેમજ OLA સ્કુટરની જયારે સર્વિસની જરૂર હોય અથવા તમને OLA સ્કુટરમાં કોઈ ફોલ્ટ લાગે તો એકવાર ફક્ત મોબાઈલ એપ્લીકેશનમાં તમે સર્વિસ માટે રીક્વેસ્ટ કરશો એટલે સર્વિસ વાન તમારા ઘરે આવી જશે અને સર્વિસ કરી જશે.
- OLA સ્કુટરની સર્વિસની 2 જોરદાર ખાસિયત.
OLA સ્કુટરની પહેલી ખાસિયત એ છે કે, જયારે સર્વિસ માટે તમે રીક્વેસ્ટ કરો, અને સર્વિસ વેન તમારા ઘરે સર્વિસ કરાવવા આવે. અને જો તમારી બાઈકમાં કોઈ એવો ફોલ્ટ હોય કે જેને સોલ્વ કરવામાં OLA ની મિકેનિક ટીમને કદાચ 48 કલાક કરતા વધુ સમય લાગે તેમ હોય તો, OLA તમને એક બીજી સ્કુટર આપશે.
2. તેમજ OLA સ્કુટરની બીજી એક ખાસિયત એ છે કે, જો OLA સ્કુટરમાં કોઈ પણ નાનો પ્રોબ્લેમ થશે, અને જો એ પ્રોબ્લેમ વિષે તમને ભલે ખબર ના હોય પણ સ્કુટરનું સોફ્ટવેર એ પ્રોબ્લેમ પકડી લેશે અને તે આપો આપ સર્વિસ માટે કોલ કે મેસેજ કરી આપશે. અને બીજી રીતે OLA સ્કુટર તમને પણ જાણ કરશે કે, સ્કુટરમાં કોઈ પ્રોબ્લેમ આવ્યો છે તેમ.
- OLA સ્કૂટર ફૂલ ચાર્જ થવામાં કેટલી વીજળીનો ઉપયોગ કરશે?
OLA નું કહેવું છે કે, S1 pro મોડલ જે 181 કી.મી. ચાલે છે તે ફૂલ ચાર્જ થવામાં 3.97 યુનિટ પાવર લેશે. (જો તમે યુનિટના 5 થી 8 રૂપિયા ગણો તો પણ S1 pro નો એક વખત ચાર્જીંગ નો ખર્ચ (20-40) રૂપિયા જેટલો થશે. એટલે આ સ્કુટર એક કિલોમીટર ચાલવાનો અંદાજે 25 પૈસા કરતા પણ ઓછો રહેશે. જયારે પેટ્રોલ બાઈક અત્યારે 1 કિલોમીટર ચાલવાના અંદાજે 2 રૂપિયા જેટલો ખર્ચ કરે છે.
તેમજ OLA નું બીજું મોડલ S1 જે 121 કિ.મી. ચાલશે તે ફૂલ ચાર્જ થવામાં 2.98 યુનિટ પાવર લેશે. (જો તમે યુનિટના 5 થી 8 રૂપિયા ગણો તો પણ S1 નો એક વખત ચાર્જીંગ નો ખર્ચ (15-24) રૂપિયા જેટલો થશે. એટલે આ સ્કુટર એક કિલોમીટર ચાલવાનો અંદાજે 25 પૈસા કરતા પણ ઓછો રહેશે. (આ વીજળીના ભાવની ગણતરી અંદાજીત છે. તેનું ધ્યાન રાખવું.)
- પેટ્રોલ બાઈક ના બદલે OLA સ્કૂટર એક વર્ષ ચલાવશો તો કેટલા રૂપિયા બચી જશે?
OLA સ્કૂટર ની વેબ્સાઈટ પર એક કેલ્યુલેટર આપેલું છે, જેનાથી તમે ચોક્કસાઈ થી માપી શકશો કે પેટ્રોલના બદલે OLA સ્કૂટર ચલાવશો તો કેટલા પૈસા બચી જશે.. જો તમે રોજની 20 KM બાઈક ચલાવશો તો 1 વર્ષમાં પેટ્રોલના 13,000 થી 15,000 રૂ. થશે જયારે OLA સ્કૂટરના 2,000 થી 3,000 રૂ. જ ખર્ચ થશે. ટૂંકમાં 1 વર્ષમાં 10 થી 12 હજાર રૂ. નો ફાયદો થશે.
અને જો તમે વધુ બાઈક ચલાવતા હોય અને તમે રોજની 50 KM બાઈક ચલાવશો તો 1 વર્ષમાં પેટ્રોલના 33,000 થી 36,000 રૂ. થશે જયારે OLA સ્કૂટરના 6,000 થી 8,000 રૂ. જ ખર્ચ થશે. ટૂંકમાં 1 વર્ષમાં 27 થી 30 હજાર રૂ. નો ફાયદો થશે. (આ ગણતરી અંદાજીત છે તે નોંધ લેવી) (તેમજ આ કેલ્યુલેટર OLA સ્કૂટર ની વેબ્સાઈટ પર આપેલી છે તમે ત્યાં જઈને પણ જોઈ શકો છો.. )
- OLA સ્કૂટરના ચાર્જર નીખાસિયત
OLA સ્કૂટરની સાથે પોર્ટેબલ ચાર્જર મળશે. આ ચાર્જર OLA S1 pro ને 6.5 કલાકમાં ચાર્જ કરશે.. તેમજ OLA S1 મોડલને ૩-4 કલાકમાં ચાર્જ કરી શકશે. આ ચાર્જર ઓટો પાવર કટની ખાસિયત ચરવતું હશે. મતલબ કે તમારું સ્કુટર ફૂલ ચાર્જ થઇ ગયા બાદ ચાર્જરમાંથી પાવર કટ થઇ જશે. એટલે બેટરીને કોઈ વાંધો નહિ આવે.
- OLA સ્કૂટરનો મેન્ટેનન્સ ખર્ચ કેટલો આવશે.
આ બાબત વિશે OLA કંપનીએ કશું નથી જણાવ્યું પણ પેટ્રોલ બાઈકની જેમ OLA સ્કૂટરમાં કોઈ વધુ પાર્ટ્સ નથી આવતા માટે OLA સ્કૂટરના મેન્ટેનન્સમાં ૪૦% થી ૬૦% જેટલો મોટો ઘટાડો થઇ શકે છે. ઈન્ટરનેટ પરથી જાણવા મળ્યું છે કે, ઇ-બાઈકમાં ટાયર, મોટર અને બેટરીનો જ મોટાભાગે ખર્ચ રહેતો હોય છે. તેમજ OLA સ્કૂટરમાં બેટરી ઘણી લાંબી ચાલશે માટે તેની ચિંતા કરવાની કોઈ જરૂર નથી પણ OLA કંપનીએ બેટરી અંદાજે કેટલી ચાલશે તે વિષે કોઈ ઓફિસિયલ માહિતી વેબ્સાઈટ પર આપી નથી. જેવી તે માહિતી OLA વેબ્સાઈટ પર આપશે તેવી તરત અમે આપ સમક્ષ હાજર કરીશું.
અંતમાં એ જણાવી દઈએ કે, જેમ OLA તેની સાઈટ પરથી કોઈ બીજી માહિતી આપશે તેવી તરત જ અમે આપ સમક્ષ લાવીશું. તમે નીચે આપેલું બ્લુ કલરની લાઈક બટન દબાવીને આ પેજ ને લાઈક કરી લેજો. તેમજ આપનો કોઈ પ્રશ્ન હોય તો કોમેન્ટ માં લખીને અમને જણાવો.- ધન્યવાદ.