મિત્રો દરેક લોકો ઈચ્છે છે કે તેનું સ્વાસ્થ્ય સારું રહે આથી તેઓ પોતાના ખોરાકમાં એક નિશ્ચિત ડાયેટ બનાવે છે. પણ ઘણી વખત આપણે ખાવા ફેરફાર થઈ જાય તો ગેસ, એસીડીટી, અપચો, તેમજ પેટના દુખાવાની તકલીફ શરુ થઈ જાય છે અને આપણે તેનાથી છુટકારો મેળવવા માટે દવાઓ લઈએ છીએ. પણ જો પહેલેથી જ ખોરાકનું ધ્યાન રાખવામાં આવે તો કોઈ તકલીફ નહિ થાય.
આપણે શાકભાજી, ફળ, તેમજ અન્ય ઘણી બહારની વસ્તુઓનું સેવન કરીએ છીએ. પણ ઘણી વખત ખાવામાં ગડબડ થવાથી પેટમાં દુખાવો થાય છે. પણ તમે જે શાકભાજી ખાવ છો અથવા તો જેનું પણ શાક બનાવીને ખાવ છો ત્યારે તે શાક બનાવતી વખતે તેમાં ચપટી હિંગ નાખી દો તો તમારા શાકનો સ્વાદ પણ વધશે તેમજ શરીરને કોઈ મુશ્કેલી પણ નહિ થાય.
જી હા, મિત્રો હીંગની અંદર એવા તત્વો રહેલા છે જે તમારા શરીરમાં ખરાબ તત્વોને અથવા તો બેકટરિયા ને બહાર કાઢે છે. તેમજ પેટના બગાડ ને બહાર કાઢીને શરીરને સ્વસ્થ રાખે છે. આ હિંગ નો ઉપયોગ તમે પોતાના દૈનિક જીવનમાં રસોઈમાં કરી શકો છો.
હિંગ એક એવી વસ્તુ છે જે દરેક ઘરમાં સહેલાઈથી મળી જાય છે. લગભગ તો દરેક ઘરમાં હિંગનો વપરાશ થતો જ હશે. આમ લોકો જાણે કે અજાણે હિંગનો ઉપયોગ કરે છે. પણ બહુ ઓછા લોકો જાણે છે કે હિંગ એ શરીરને અનેક બીમારી સામે પણ રક્ષણ આપે છે. જો તમે હિંગના ફાયદા અંગે નથી જાણતા તો આજે જ જાણીલો. આ આર્ટિકલમાં તમને હિંગ વિષે વિસ્તારથી જણાવીશું.
હીંગની અંદર એન્ટી ઇન્ફલેમેટેરી, એન્ટી વાઈરલ અને એન્ટી બેકટેરીયલ જેવા ગુણ રહેલા છે. જે શરીર માટે ખુબ સારા છે. પણ જો તમે હિંગનું પાણી પીવો છો તો તેનાથી તમને ઘણો ફાયદો થશે. આ માટે તમે એક ગ્લાસ નવશેકું ગરમ પાણીમાં થોડી ચપટી હિંગ નાખો અને પછી દિવસ દરમિયાન તેનું સેવન કરો આ કાર્ય કરવાથી તમને ઝડપથી ફાયદો થશે.
- ભૂખને વધારે છે.
જો તમને ભૂખ બહુ જ ઓછી લાગે છે તો તમે તે માટે હિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે ભોજન કરતા પહેલા થોડી હિંગ શેકી લેવી પછી આ હિંગને આદુ અને માખણ સાથે ખાવી. આનાથી તમને ભૂખ જલ્દી લાગશે. તેમજ હિંગથી તમને કોઈ પેટની તકલીફ પણ નહિ થાય.
- ડાયાબીટીસને કંટ્રોલમાં રાખે છે.
જો તમે ડાયાબીટીસના દર્દી છો તો તમારે પોતાના ખોરાકમાં હિંગનો સમાવેશ જરૂર કરવો જોઈએ. આ માટે ડાયાબીટીસ ના દર્દીએ દરરોજ નવશેકા પાણીમાં ચપટી હિંગ નાખીને તે પાણી પીવું જોઈએ. આમ હિંગ એ તમારું શુગર લેવલ કંટ્રોલમાં રાખે છે.
- કબજિયાતમાં રાહત આપે છે.
ઘણા લોકોને વારંવાર કબજીયાતની તકલીફ રહેતી હોય છે. આવા લોકોએ હિંગનો ઉપયોગ કરવો જોઈએ. એટલે કે, જો તમારું પેટ સાફ નથી આવતું તો તમને કબજિયાત રહે છે. આથી તમારે રાત્રે સૂતા પહેલા હિંગ પાણીમાં નાખીને પીવો અને સવાર થતા તમારું પેટ એકદમ સાફ આવી જશે.
- કાનના દુખાવામાં ફાયદાકારક.
કાનમાં દુખાવાના ઘણા કારણો હોઈ શકે છે. જેમ કે શરદીને કારણે, અથવા તો કાનમાં પાણી ભરાઈ જવું, જેવા કારણો હોય શકે છે. તમને કાનમાં દુખાવો ચાલુ થાય અને તરત આ ઉપાય કરી લેવો જોઈએ. આ ઉપાય કરવા માટે તલના તેલમાં થોડી હિંગ નાખીને આ તેલના બે ત્રણ ટીપા કાનમાં નાખવા. આ ઉપાયથી તમને ઝડપથી પીડામાં રાહત મળશે.
- માસિકધર્મના દુખાવા રાહત આપે છે.
ઘણી સ્ત્રીઓને માસિકધર્મ દરમિયાન અસહ્ય પીડા થતી હોય છે. આથી સમયે પેડુમાં ખુબ જ દુખાવો થાય છે. ત્યારે તેનાથી રાહત મેળવવા માટે તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. આથી આ સમયે તમને પાણીમાં દોઢ ચપટી હિંગ નાખીને પી શકો છો.
- વજન ઓછો કરે છે.
જો તમે પોતાના વજન વધારાથી પરેશાન છો તો તે માટે તમારે હિંગનો ઉપયોગ કરી શકો છો. હિંગ પીવાથી શરીરમાં મેટાબોલીજ્મ વધે છે અને નાઈટ્રોજન તમારા શરીરમાં ચરબીને જામવા દેતું નથી. આથી તમારું વજન ઝડપથી ઘટે છે. તેમજ શરીરનું ખરાબ કોલેસ્ટ્રોલ પણ કંટ્રોલમાં રાખે છે.
- દાંતના દુખાવામાં રાહત આપે છે.
જો તમને પેઢા કે દાંતનો દુખાવો રહેતો હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. તેમજ દાંતમાં સડો હોય, દાંતમાં કીડા થઈ ગયા હોય, પેઢા કમજોર થઈ ગયા હોય તો તમે હિંગનો ઉપયોગ કરી શકો છો. આ માટે તમારે રાત્રે સૂતા પહેલા ચપટી હિંગ દાંતમાં ભરીને સુઈ જાવ તેનાથી તરત જ રાહત મળશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.