અત્યારે મહિલાઓને વાળ ખરવાની સમસ્યા વધારે થાય છે તેનું કારણ છે અત્યારનું ખાનપાન અને કેમિકલ વાળા તેલ, શેમ્પૂ. આ બધી વસ્તુથી વાળ જલ્દીથી ખરવા લાગે છે. તો આજે જણાવીશું એવી વસ્તુ વિષે જેનાથી વાળ ખરવાની સમસ્યા સાથે શરીરમાં પણ બીજા ઘણા રોગોને દૂર કરવા માટે ઉપયોગ કરવામાં આવે છે. તમે તે વસ્તુને રોજે ભોજનમાં ઉપયોગ કરો છો તે વસ્તુ શરીરની અંદર અને બહાર પણ ફાયદાકારક છે.
આજે આપણે જે વસ્તુ વિષે વાત કરીશું તે છે ડુંગળી. તમે જાણો છો ડુંગળી આપણાં હેલ્થ માટે કેટલી ઉપયોગી છે. પણ આપણે જાણતા નથી તેના તેવા પણ ઘણા ઉપયોગ થાય છે. આયુર્વેદમાં પણ ડુંગળી વિષે ઘણું લખવામાં આવ્યું છે તેની થોડી જાણકારી આજે અમે લઈને આવ્યા છીએ ધ્યાનથી વાંચો અને તમારા પરિવારને પણ તેના વિષે જણાવો જેથી તેમણે કોઈ સમસ્યા હોય તો ડુંગળીની મદદથી દૂર કરી શકે.
ડુંગળીના ઘણા એવા ફાયદાઓ તમે જાણતા હશો. પણ આજે ડુંગળીના રસની વાત કરવાની છે આજે જણાવીશું ડુંગળીના રસથી પણ ઘણા ગજબના ફાયદાઓ થાય છે. ખાસ કરીને મહિલાઓના વાળ માટે આ રસ વધારે ઉપયોગી છે. વધુ ખરતા વાળ અટકાવા માટે રોજે નિયમિત મહિલાને તાજો કાઢેલો ડુંગળીનો રસ માથા પર લગાવો જોઈએ. રોજે રસ લગાવવાથી વાળ જડથી મજબૂત બને છે અને વાળનો ગ્રોથ જલ્દીથી થવા લાગે છે. સફેદ વાળને પણ કાળા કરવામાં મદદ કરે છે.
બીજા એક ઉપાય માં ડુંગળીના રસમાં 2 ચમચી લીંબુનો રસ એડ કરો અને તેની હળવે હાથે માથામાં મસાજ કરો, થોડા સમય બાદ તેને ધોઈને કાઢી નાખો. તેનાથી પણ વાળની ચમક વધી જશે તેમજ વાળનો ગ્રોથ વધવાનો શરુ થશે.. આ પ્રયોગ અઠવાડિયામાં 1 વખત કરશો તો પણ તમને લાંબા સમયે ઘણો તફાવત જોવા મળશે. પણ હા, 1-2 વખત લગાવવાથી તમને જલ્દીથી રીઝલ્ટ ના પણ જોવા મળે. તે માટે થોડો સમય આપો.
ડુંગળીનો રસ ઉનાળામાં વધારે ઉપયોગી રહે છે. લૂ લાગવાના કારણે ઘણા વ્યક્તિને ઉલ્ટી અને ઝાડાની તકલીફ થઈ જાય છે. ડુંગળીના રસને કપાળ અને પગના તળિયે લગાવીને થોડી વાર ઘસવાથી શરીરમાં રહેલી લૂ બહાર નીકળે છે અને શરીરની ગરમી કંટ્રોલમાં આવે છે.
જે લોકોને મધમાખીના ડંખથી વધારે દુખાવો કે બળતરા થાય છે તેને ડુંગળીનો રસ ડંખની જગ્યા પર હળવા હાથે ઘસવાથી દુખવામાં કે બળતરામાં ઘણી રાહત થઈ જશે. વીંછીનો ડંખ દુખતો હોય તો ડુંગળીને પીસીને લગાવવાથી દુખાવામાં રાહત મળે છે સાથે સાથે ડુંગળીની ગંધથી ઘણા જીવ જંતુ દૂર ભાગવા લાગે છે. કાનના દુખાવામાં પણ ડુંગળીના રસનો ઉપયોગ કરવાથી રાહત મળે છે. 2 થી 3 ટીપાં ડુંગળીના રસના કાનમાં નાખી અને રૂ કાનમાં લગાવી દેવું દુખાવો દૂર થવા લાગશે.
આંખો માટે પણ ડુંગળીના રસનો ઉપયોગ કરવામાં આવે છે. ડુંગળીના રસના 2 થી 3 ટીપાં અને સાથે 2 કે 3 ટીપાં ગુલાબ જળના મિક્સ કરી આંખમાં નાખવાથી આંખોની બળતરા કે દુખાવો ઓછો થવા લાગે છે. શ્વાસ લેવાની તકલીફ થતી હોય તેવા વ્યક્તિઓ માટે ડુંગળીનો રસ રામબાણ ઈલાજ છે. રોજે એક ડુંગળીનો રસ કાઢીને સવારે પીવાથી શ્વાસ લેવામાં થતી તકલીફ દૂર થઈ જશે. સાથે સાથે ફેફસા સાફ થઈ જશે.
ડુંગળીનો રસ, જેતૂનનું તેલ(ઓલિવ ઓઇલ) અને મધને મિક્સ કરીને ખીલ પર લગાવી 15 મિનિટ પછી ઠંડા પાણીએ મોઢું સાફ કરવું તેનાથી ખીલ જલ્દીથી નીકળવા લાગશે અને ખીલના કારણે આવેલો સોજો પણ દૂર કરશે. એક સફેદ ડુંગળી, એક ચમચી મધ, એક ચમચી ઘી અને અકે ચમચી આદુનો રસ મિક્સ કરી 15 દિવસ સુધી પીવાથી નપુંસકતા દૂર થશે.
ડુંગળીનો રસ બનાવવા માટે એક ડુંગળીને મિક્સરમાં ક્રશ કરી અને તે રસને એક સાફ કપડાં વડે ગાળી લેવો. ડુંગળીની સાથે સાથે તેના રસથી પણ ઘણા ફાયદાઓ થાય છે. આ આર્ટીકલ આમથી કોઈ પણ પીડા વાળા વ્યક્તિ સુધી પહોંચાડો જેથી કરીને તેમને પીડાથી રાહત મળે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.