ડુંગળીનો ઉપયોગ લગભગ દરેક ઘરમાં થતો હોય છે. ડુંગળી વગર કોઈ પણ સ્વાદિષ્ટ ભોજન અથવા ડીશ બનતી નથી. પછી કોઈ શાક હોય કે દાબેલી, સેન્ડવીચ જેવી ચટપટી વાનગી હોય, ડુંગળીનો ઉપયોગ દરેકમાં કરવામાં આવતો હોય છે. પરંતુ લગભગ બધા ઘરોમાં ડુંગળીનો ઉપયોગ કર્યા બાદ ડુંગળીની છાલને કચરામાં ફેંકી દેવામાં આવતી હોય છે. પરંતુ તમને જાણીને નવાઈ લાગશે કે ડુંગળીની છાલ આપણને સ્વસ્થ અને સુંદર બનાવે છે. માટે હવે ડુંગળીની છાલો ફેંકતા પહેલા ખાસ વાંચી લો તેના અદ્ભુત ઉપયોગ અને ફાયદાઓ.
સુંદર અને મજબુત વાળ
મહિલાઓ પોતાના વાળને સુંદર, મજબુત અને ચમકદાર બનાવવા માટે અનેક પ્રકારના શેમ્પુ અને કંડીશનર્સનો ઉપયોગ કરતી હોય છે. પરંતુ તે કેમિકલ યુક્ત પ્રોડક્ટ્સ વાળને સુંદર બનાવવાને બદલે વાળને ડેમેજ કરે છે જયારે ડુંગળીની સામાન્ય છાલ વગર પૈસે તમારા વાળને પ્રાકૃતિક રીતે સુંદર બનાવે છે. આ ઉપાય માટે ડુંગળીની જે છાલો નીકળે છે તેનો રસ કાઢી લેવો. હવે વાળને ધોયા બાદ તે રસ વાળના મૂળમાં લગાવવો. ત્યાર બાદ 15 મિનીટ પછી વાળને સ્વચ્છ પાણીથી ધોઈ લેવા. આવું કરવાથી વાળ મુલાયમ ચમકદાર અને મજબુત બનશે. જયારે વાળ ધોવો છો ત્યારે આ ઉપાય અપનાવો.
ચહેરા પરના દાગ-ધબ્બા દુર થશે
જો તમારા ચહેરા પર દાગ કે ધબ્બા છે તો કોઈ પણ કોસ્મેટીક પ્રોડક્ટનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડુંગળીની છાલનો ઉપચાર અવશ્ય ટ્રાય કરવો. તેના માટે ડુંગળીની છાલની પેસ્ટ બનાવીને જ્યાં દાગ ધબ્બા છે ત્યાં લગાવવી. 5 થી 7 મિનીટ બાદ ચહેરો સાફ કરી લેવો. આ ઉપચાર અઠવાડિયામાં બે વખત કર્યા બાદ તમને ફરક જરૂર દેખાશે.
ગળું ખરાબ થઇ ગયું હોય તો ઠીક કરે છે
મિત્રો જયારે આપણને શરદી ઉધરસ થાય છે ત્યારે ડુંગળીના સેવનથી રાહત મળતી હોય છે તેવી જ રીતે ડુંગળીની છાલ પણ ગળા માટે ખુબ જ લાભદાયી સાબિત થાય છે. જો તમારું ગળું ખરાબ થઇ ગયું હોય તો ડુંગળીની થોડી છાલ લેવી. ત્યાર બાદ તેને પાણીમાં ઉકાળી લેવી. ત્યાર બાદ તે પાણીને ગાળી લેવું અને થોડો સમય પાણી ઠંડુ થવા દેવું. પાણી ઠંડુ થયા બાદ તેનું સેવન કરવાનું છે. દિવસ દરમિયાન બે વખત આ રીતે ડુંગળીની છાલના પાણીનું સેવન કરવાનું છે. તેનાથી તમારું ગળું બિલકુલ ઠીક થઇ જશે.
ખરાબ કોલેસ્ટ્રોલ દુર કરે છે
ડુંગળીની છાલ આપણા શરીરમાં ખરાબ કોલેસ્ટ્રોલની માત્રા ઘટાડીને આપણા હૃદય અને શરીરને સ્વસ્થ રાખે છે. તેના માટે રાત્રે ડુંગળીની છાલ પાણીમાં પલાળી દેવી. ત્યાર બાદ સવારે ઉઠ્યા બાદ ખાલી પેટે તે પાણીનું સેવન કરવું. આ પ્રયોગથી તમારા શરીરમાં રહેલું ખરાબ કોલેસ્ટ્રોલ ઘટવા લાગશે જે તમને અનેક હૃદય સંબંધી બીમારીઓથી બચાવશે.
કાનના દુખાવામાં અને દાજી ગયા પર રાહત આપે છે.
જો તમને કાનમાં અસહ્ય દુઃખાવો થતો હોય તો ડુંગળીની છાલનો અંદરનો ભાગ કાનને અડકેલો રહે તે રીતે કાન પર ડુંગળીની છાલ રાત્રે રાખીને સુઈ જવું. તેનાથી દુખાવામાં રાહત થશે તેમજ કાનનો મેલ પણ સરળતાથી નીકળી જશે. દાજી ગયા પર ડુંગળીની છાલના અંદરના ભાગને ઘસવાથી દાજ્યની બળતરા અને દુઃખાવો ઓછો થશે તેમજ તે ઇન્ફેકશન ફેલાવતા પણ અટકાવશે.
તાવમાં શરીરનું તાપમાન સામાન્ય બનાવે છે
જો કોઈને ખુબ જ તાવ આવ્યો છે અને તેનું શરીર તેના લીધે ખુબ જ તપવા લાગ્યું છે. તો એવામાં ડુંગળીની છાલને પગના તળિયે રાખી તેને મોજા પહેરાવી દેવા. આ રીતે આખી રાત રહેવાથી શરીરની ગરમી શોષાઈ જશે અને શરીરનું તાપમાન સામાન્ય થઇ જશે.
ચામડીમાં થયેલી એલર્જીમાં રાહત આપે છે
મિત્રો તમને ચામડીમાં કોઈ એલર્જી થઇ ગઈ હોય તો ડુંગળીની છાલ તેમાં રાહત આપે છે તેમજ તે બેકટેરિયાને શોષીને સંક્રમણ વધતા અટકાવે છે. તેના માટે આખી રાત ડુંગળીની છાલ પાણીમાં પલાળ્યા બાદ સવારે તેને ગાળીને તેનું પાણી તૈયાર કરી લેવું. ત્યાર બાદ જ્યાં એલર્જી છે તે ભાગને આ પાણીથી સાફ કરવો. આવું નિયમિત કરવાથી એલર્જીમાં રાહત મળશે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.