મિત્રો એલોવેરા આપણી ત્વચા અને વાળ માટે ખુબ જ લાભદાયી છે. તેથી ઘણા લોકો એલોવેરાની મદદથી ઘણા ઉપચારો અપનાવતા હોય છે. પરંતુ એલોવેરા તોડીને તેની અંદરથી જેલ કાઢી તેને ઉપયોગમાં લેવું તે એક જટિલ પ્રક્રિયા થઇ જતી હોય છે. માટે લોકો બજારમાં મળતા એલોવેરા જેલનો ઉપયોગ કરતા હોય છે.
પરંતુ બજારમાં મળતા કોઈ પણ કંપનીના એલોવેરા જેલમાં કોઈને કોઈ કેમિકલ અવશ્ય ઉમેરવામાં આવે છે. આ ઉપરાંત તે જેલમાં અસલી એલોવેરાની કેટલી માત્રા છે તે આપણે ક્યારેય જાણી શકતા નથી. કારણ કે જેલ પાણીથી પણ બનાવી શકાય છે. પરંતુ આજે અમે તમને જણાવશું કે કઈ રીતે તમે ખુબ જ સરળતાથી ઘરે જ એલોવેરા જેલ બનાવી શકો છો. મિત્રો આ જેલ 100% પ્રાકૃતિક અને કેમિકલ ફ્રી બનશે. જેનો ઉપયોગ તમારા માટે ખુબ જ લાભદાયી રહેશે. આ જેલ તમારી ત્વચા પર રહેલા દાગ- ધબ્બા, કરચલીઓ, ખીલ અને મસા જેવી દરેક સમસ્યાથી છુટકારો અપાવશે.
- જેલ બનાવવા માટે જોઈતી સામગ્રી
આ જેલ બનાવવા માટે એલોવેરાના પાંદ (250 ml એટલે કે એક ગ્લાસ જેલ નીકળે તેટલા પાંદ લેવાના છે), ત્રણ ચમચી નારિયેળનું તેલ, ત્રણ ચમચી બદામનું તેલ, 5 વિટામીન ઈ ની ગોળી, એક ચપટી કેસર, અડધી ચમચી અગર અગર અને એક ચમચી ચંદનનું તેલ આટલી સામગ્રીની જરૂરીયાત રહેશ. કેસર અને ચંદનનું તેલ જરૂરી નથી. તેના વગર પણ જેલ બનાવી શકો છો. પરંતુ તે જેલને વધુ સારી ગુણવત્તા પ્રદાન કરે છે.
- જેલ બનાવવાની રીત
સૌપ્રથમ એલોવેરાના પાંદ તોડીને તેને સ્વચ્છ પાણીથી ધોઈને સુકવી દેવા. ત્યાર બાદ પાંદની અંદર રહેલું જેલ એક વાસણમાં કાઢી લેવું. ત્યાર પછી તેમાં થોડું પાણી ઉમેરી તેને મિક્સરમાં પીસીને તેનું જ્યુસ તૈયાર કરી લેવું. કાચું એલોવેરા જેલ ઝડપથી બગડી જાય છે માટે આ જ્યુસને ગરમ કરીને તેનું જેલ બનાવવું જોઈએ જેથી તેને લાંબા સમય સુધી સ્ટોર કરી શકાય.
ત્યાર બાદ તે જ્યુસ એક વાસણમાં લઈને ગેસ પર ધીમા તાપે બે થી ત્રણ મિનીટ સુધી ગરમ કરવું. ત્યાર બાદ ગેસની આંચ વધુ કરી નાખવી અને તેને 2 મિનીટ સુધી ચલાવતા રહેવું. તમે જોશો કે જ્યુસમાં જાગ એટલે કે ફીણ જેવો પદાર્થ કિનારી પર જમા થવા લાગ્યો હશે તેને ચમચીની મદદથી બહાર કાઢી લેવો. અને ત્યાર બાદ ગેસની આંચ ધીમી કરી તેમાં અડધી ચમચી અગર અગર ઉમેરવું.
હવે જ્યુસને ત્યાં સુધી ધીમા તાપે હલાવતા રહેવું જ્યાં સુધી અગર અગર પાવડર જ્યુસમાં ઓગળી ન જાય. અગર અગર પાવડર ઓગળી ગયા બાદ તેમાં એક ચપટી કેસર ઉમેરવું. હવે ગેસ બંધ કરી તેને ઠંડુ થવા મૂકી દો. જેલ થોડું ઠંડુ થઇ જાય ત્યાર બાદ તેમાં એક ચમચી ચંદન, ત્રણ ચમચી બદામ અને ત્રણ ચમચી નારીયેળનું તેલ ઉમેરવું. આ ઉપરાંત તેમાં વિટામીન ઈની કેપ્સુલ ફોડી તેની અંદરનું તેલ પણ ઉમેરી દેવું. હવે બધી વસ્તુ બરાબર મિક્સ કરીને તેને ઠંડુ થવા દેવું. આ મિશ્રણ એકદમ ઠંડુ થઇ જશે ત્યારે તે જેલ બની જશે.
- આ વાતનું ખાસ ધ્યાન રાખવું
મિત્રો અહીં જણાવેલા પ્રમાણ મુજબ જ દરેક સામગ્રી લેવી. કારણ કે અહીં અગર અગરનું પ્રમાણ ખુબ જ મહત્વનું છે. જરૂરત કરતા વધુ પ્રમાણ તમારા જેલને બગાડી શકે છે. માટે જેલ બનાવતી વખતે દરેક વસ્તુની માત્રા પર ખાસ ધ્યાન આપવું જો જેલ ઓછું હોય તો બાકીની સામગ્રી પણ ઘટાડી દેવી. જેટલું એલોવેરાનું જ્યુસ છે તેને ધ્યાનમાં રાખીને યોગ્ય માત્રામાં બાકીની સામગ્રીનો ઉપયોગ કરવો ખાસ જરૂરી છે.
અગર અગર નો ઉપયોગ એલોવેરા જેલમાં સીધો કરવાને બદલે પહેલા પાણીની માત્રામાં તેનો અંદાજો લગાવી લેવો. ઉદાહરણ તરીકે તમે એક ગ્લાસ એલોવેરા જ્યુસનું જેલ બનાવવા માંગો છો તો એક ગ્લાસ પાણી ગરમ કરી તેમાં અગર અગર નાખી અને તેનું ઠંડુ કરીને ચેક કરી લેવું કે તેમાંથી ક્યાં પ્રકારનું જેલ બને છે.
વધુ પડતો અગર અગર નો ઉપયોગ કરવામાં આવે તો તે જેલ ની બદલે જેલી બની જાય છે. માટે સૌપ્રથમ આ રીતે પાણીમાં પ્રમાણ ચેક કર્યા બાદ જ તેનું યોગ્ય પ્રમાણ માપ કાઢી જેલ બનાવવા માટે ઉપયોગમાં લેવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.