💁 દોસ્તો, આજ-કાલ લોકો પોતાના ઘરમાં કુંડાઓમાં અનેક પ્રકારના ફૂલછોડ સિવાય અનેક બીજા પણ છોડને માત્ર દેખાવ માટે જ ઉછેરતા હોય છે. તેને તેઓ ખૂબ જ કાળજીથી સાચવતા પણ હોય છે. આવી રીતે જો તમે તમારા ઘરે કુંડામાં કેપ્સિકમ મરચાંને પણ ઉછેરી શકો છો. જો એની થોડી વિશેષ કાળજી લેવામાં આવે તો તમને ઘરે બેઠા જ ઓર્ગેનિક અને ફ્રેશ કેપ્સિકમ મળી શકે છે.
💁 આજના સમયમાં લોકો ભોજનમાં ખૂબ જ વિવિધતા પસંદ કરે છે. તેમાં રંગબેરંગી કેપ્સિકમ લોકો ખૂબ જ પસંદ કરે છે. કેપ્સિકમને પીઝા, સલાડ, શાક વગેરેમાં લોકો ઉપયોગમાં લે છે. કેપ્સીકમમાં વિટામિન- સી અને એ પ્રચુર માત્રામાં હોય છે અને તેને કારણે લોકો તેને ખાવાનું પસંદ કરે છે. પરંતુ આપણે જે બજારના કેપ્સિકમ લાવીએ તે કેમિકલ વાળા હોવાથી તેને ખાવાનો કોઈ જ ફાયદો નથી. પરંતુ જો આપણને ઓર્ગેનિક કેપ્સિકમ મળે તો તેનો પૂરો ફાયદો મળી શકે છે. તેવા કેપ્સિકમ ઘરે જ ઉગાડી શકાય છે.
💁 જો તમારે ઓર્ગેનિક અને હેલ્ધી એવા ઘરના ગાર્ડનમાં જ કેપ્સિકમ ઉગાડવા છે તો તેના માટે તમારે અમારી આ ટ્રિક અજમાવવી ખૂબ જ જરૂરી છે. અમારી આ ટેકનિક તમને થોડા જ દિવસોમાં ખૂબ જ સુંદર અને વધારે કેપ્સિકમ આપવા લાગશે જે ખૂબ જ હેલ્ધી અને ઉત્તમ હશે. તો ચાલો જોઈએ તેને કેવી રીતે ઉગાડવા અને તેની માવજત કેવી રીતે કરવી.
💁ઘરે જ કેપ્સિકમ ઉગાડવા માટેની સાધન-સામગ્રી : કુંડા, કેપ્સિકમ બીજ, ખાતર, પાણી, માટી. કેપ્સિકમ ઉગાડવા માટે તમે જે કુંડા પસંદ કરો તે થોડા મોટા લેવા જેનાથી તેમાં માટી થોડી વધારે સમાય અને છોડનો વિકાસ બરાબર થઈ શકે. બસ આટલી વસ્તુ લાવીને તમે ઘરે જ તેને ઊગાડી શકો છો.
💁કેપ્સિકમ માટેના બીજની પસંદગી : જો આપણે કોઈ પણ સારો પાક મેળવવા માંગતા હોઈએ તો તેના માટે સૌથી જરૂરી છે તેના બીજની પસંદગી. જો બીજ જ યોગ્ય ગુણવત્તા વાળા ના હોય તો તેમાંથી સારો પાક લઈ શકાતો નથી. તે માટે બીજની પસંદગી યોગ્ય હોવી ખૂબ જ જરૂરી છે. એકદમ સારી ક્વોલિટીના કેપ્સિકમ બીજ પસંદ કરો. તેના માટે તમારે કોઈ સારા એગ્રોમાં કે સ્પેશિયલ બીયારણની કોઈ શોપ પર જઈને પણ તમે કેપ્સિકમ બીજ ખરીદી શકો છો.
💁કુંડાઓમાં માટીની તૈયારી અને ખાતરનું મિશ્રણ : તમે જ્યારે યોગ્ય એવા બીજની પસંદગી કરી લીધી છે બાદ તમારે કુંડામાં માટી તૈયાર કરવી પડે છે. તેના માટે તમારે કાળી માટી પસંદ કરવાની છે તે માટીમાં થોડી બારીક રેતી મિક્સ કરો હવે એ માટીને એક દિવસ માટે તડકામાં રાખો જેથી તેમાં રહેલી જીવાત નષ્ટ થશે. હવે તૈયાર કરેલી માટીમાં દેશી ખાતર બરાબર મિક્સ કરીલો. બીજું કોઈ કેમિકલયુક્ત ખાતર નાખવાની કોઈ પણ જરૂર નથી ત્યાર બાદ તે માટીને કુંડાઓમાં ભરો.
💁કુંડામાં બીજા રોપણ : ખાતર નાખીને તૈયાર કરેલા કુંડામાં હવે તમારે બીજને ઉગાડવાના છે તેના માટે એક વાત ખાસ ધ્યાને લેવાની છે કે બીજને કુંડામાં બરાબર મધ્યમાં જ ઉગાડવાના છે બીજું કે બીજ કુંડામાં 3 થી 4 ઇંચ જેટલા ઊંડા રોપવા જેનાથી તે સારી રીતે ઊગી શકે અને તેના મૂળ પણ બરાબર ઊંડા જઇ શકે. આમ કુંડામાં બીજને ઉગાડવાનાં છે.
💁સિંચાઇની નિયમિતતા : કુંડામાં કેપ્સિકમ બીજને ઉગાડ્યા બાદ તુરંત એ કુંડામાં પાણી આપો. કુંડામાં રહેલી માટી પલળે તેટલું પાણી તેમાં ઉમેરો અને એ રીતે હંમેશા આ કુંડાઓમાં પાણી આપતા જ રહો. એક બીજી વાત કે તે કુંડામા જ્યાં સુધી બીજ અંકુરિત ના થાય ત્યાં સુધી તેને છાયામાં જ રાખવા તે પછી તેને થોડો તડકો પણ મળવો જરૂરી છે. જેનાથી તે ઝડપથી અને સારો એવો વિકાસ કરી શકશે.
💁 નીંદણકામ અને દવાનો છંટકાવ : કુંડાઓમાં થોડા સમય બાદ બીજું પણ વધારાનું નકામું ઘાસ ઊગી નીકળશે તેને થોડા-થોડા સમયે દૂર કરવું ખૂબ જ જરૂરી છે જો તેને દૂર ના કરવામાં આવે તો તેના કારણે કેપ્સિકમનો છોડ વૃદ્ધિ નહીં કરી શકે. તેથી સમયે સમયે ઘાસ દૂર કરીને દવાનો છંટકાવ કરવો ખૂબ જ જરૂરી છે.
💁અંદાજે અઢી થી ત્રણ માસના ગાળામાં જ કેપ્સિકમ ખાવાને માટે તૈયાર થઈ ચૂક્યા હશે જો તમે તેને થોડા પાકેલાં એટલે કે રેડ થવા દેવા માંગો છો તો તેને થોડા દિવસ વધારે છોડ પર જ રાખો. આ રીતે જો કેપ્સિકમના છોડનો ઉછેર કરવામાં આવે તો ખૂબ જ મરચાઓ મેળવી શકાય છે અને તે પણ ઓર્ગેનિક.
જો આ ઓર્ગેનિક કેપ્સિકમ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.