☕ચા તો તમે પીતા જ હશો, ચા વિના તો ઘણા બધા લોકોની સવાર જ નથી પડતી. કેટલાક લોકોને દિવસભરમાં કેટલીયવાર ચા પીવાની આદત હાય છે. જો કે વધારે ચા પીવી સ્વાસ્થ્ય માટે ખતરનાક સાબિત થાય છે. ઘણાં લોકોને એવી ટેવ હોય છે કે ઘરમાં તો ચા પીવે પણ ઓફિસમાં જઈને પણ ચા પીતા હોય છે.
☕તેમાં ગરમ પાણી અને દૂધવાળા ગરમ પાણીમાં શુગર મિક્સ કરી ટી બેગ નાખીને ચા તૈયાર કરતાં હોય છે. કેટલાક લોકોને આ ચા ભાવતી હોય છે. એક વાર ટી બેગમાંથી ચા બનાવ્યા બાદ તે બેગ બેકાર થઈ જાય છે. તેને કચરામાં ફેંકી દેતા હોય છે. પરંતુ આ ગ્રીન ટી બેગનો તમે અનેક રીતે કરી શકો છો. તે સ્કીન માટે પણ એટલી જ ફાયદાકારક છે. સાથે સાથે ઘરના અને રસોઈના કામમાં પણ આવે છે. તો ચાલો જોઈએ તેના ફાયદા વિશે…
🍜પાસ્તા-નુડલ્સ બને- આજકાલ પાસ્તા અને નુડલ્સ દરેક ઘરમાં બનતા થઈ ગયા છે. તો જ્યારે પણ તમે પાસ્તા અને નુડલ્સ બનાવો અને તેને વધારે સારો ટેસ્ટ આપવા માંગતા હોવ તો રાંધવા માટે પાણી મૂકો ત્યારે પહેલા ગ્રીન-ટીની બેગ મૂકવી. 2 મિનિટ સુધી તેને એમ જ રહેવા દઈ બહાર કાઢી લો. તમે પાસ્તા અને નુડલ્સ ખાશો ત્યારે અલગ ટેસ્ટ આવશે. તે ઉપરાંત જાસ્મિન, ગુલાબ, સાઈટ્રસ એમ અલગ-અલગ ફ્લેવરની ટી બેગનો ઉપયોગ કરી શકો છો.
🍽️વાસણમાંથી ચીકાશ- ગંદા વાસણને સાફ કરવાનું કામ ઘણું અઘરું હોય છે. પરંતુ તમે આ ટી બેગની મદદથી કામ સરળ બનાવી શકો છો. તેના ગંદા વાસણમાં ગરમ પાણી રેડવું પછી તેમાં વપરાયેલી ટી બેગ વાસણોમાં આખી રાત રહેવા દેવી. સવારે તે વાસણ સાફ કરી નાખો. ખરાબ, ચીકાશ વાળા વાસણ સરળતાથી સાફ થઈ જશે.
💁♀️ફ્રિઝમાંથી દુર્ગંધ દૂર કરવા- કેટલીક વખત રેફ્રિઝરેટરમાંથી ગંદી સ્મેલ આવવા લાગતી હોય છે. તેનું કારણ છે લાંબા સમય સુધી ફ્રિઝ બંધ રહેવું અથવા કોઈ ખાદ્ય પદાર્થ વધુ સમય અંદર રાખવો. તેના માટે ટી-બેગ સારો ઉપાય છે. ફ્રિઝના કોઈ ખૂણામાં તમારે ટી બેગ મૂકી રાખવી. ગંદી સ્મેલ દૂર થઈ જશે.
💁♀️ગાર્ડનમાં- ગાર્ડનમાં તમે ગ્રીન ટી બેગનો ઉપયોગ કરી શકો છો. પહેલા ટી બેગના પાંદડા કાઢી તેને ઉકાળી લેવા. તે પાણી ઠંડું થાય એટલે ગાર્ડનમાં રહેલા છોડમાં નાખવા. પરંતુ પાણી રેડો ત્યારે ધ્યાન રહે કે પાણી ગરમ ન હોય. તેનાથી છોડને નુકસાન થશે. ઘણી વખત છોડ બળી જતાં હોય છે.
💁♀️બીજી રીત ટી બેગને થોડી વચ્ચેથી કાપવી હવે આ પાંદડાં સાથે માટી મિક્સ કરો અને તેમાં બીજ નાખો. થોડા સમયમાં ટી બેગની અંદર પ્લાન્ટ ઉગવા લાગશે.
💁♀️લાકડાને ચમકાવવા- ગ્રીન ટી બેગમાં કેમિકલ્સ હોય છે. જે લાકડાની ચમક વધારવાનું કામ કરે છે. તેના માટે ભીની ટી બેગને લાકડા પર ઘસવાની રહેશે પછી તેને કપડાં વડે સાફ કરી લેવું. લાકડું ચમકવા લાગશે.
💁♀️ખાતરનું કામ- ગ્રીન ટી ઘરે બનાવેલા ગાર્ડનમાં ખાતરનું કામ કરશે. વપરાયેલી ગ્રી બેગને ખાતરના ખાડામાં નાખી દેવી. ખાતરમાં તંદુરસ્ત બેક્ટેરિયાને ઉછેરવાનું કામ કરશે.
🐭ઉંદર ભગાડવા- ઉંદરને પીપરમેન્ટની સુગંધ ગમતી હોતી નથી. તેવી રીતે ગ્રીન ટી બેગની સ્મેલ ગમતી ન હોવાના કારણે તમે ઉંદર ભગાડવા તેનો ઉપયોગ કરી શકો છો. તમારે પીપરમેન્ટ અને ગ્રીન ટી બેગ વાપરેલી હોય તેને ઘરના ખૂણામાં મૂકી દેવી. ઘરને સુગંધિત બનાવશે સાથે ઉંદરને પણ ભગાડશે.
👞કાળા બૂટ સાફ- ગ્રીન ટી બેગથી કાળા બૂટ સાફ થશે. ઘાટા ચામડાના બૂટની ગંદકી સાફ કરશે. થોડી ભીની કરેલી ગ્રીન ટી બેગ બૂટ પર આગળના ભાગે ઘસો. થોડી વારમાં તમારા બૂટ ચમકવા લાગશે.
🚪બારી-બારણાં સાફ- ગ્રીન ટી બેગથી તમે બારી બારણા અને કાચની સફાઈ પણ કરી શકો છો. ઝડપથી સાફ થઈ જશે. જે કાચ સાફ કરવાનો હોય ત્યાં ભીની ગ્રીન ટી બેગ ઘસો પછી તેને કોઈપણ કોટન કપડાં વડે સાફ કરો. કાચ પર લાગેલો મેલ, ફિંગરપ્રિન્ટ્સ ઝડપથી સાફ થશે. આ રીતે ટી બેગ્સનો અનેક રીત ઉપયોગ કરી શકો છો. હવે તમે ટી બેગ નાખતાં પહેલા એક વખત આ પ્રયોગ કરી જોજો.
જો આ ટી બેગના ઉપયોગો વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.