👶 બાળકોની આ ખરાબ અસર ની પાછળ ઘણી વખત માતા-પિતા જ જવાબદાર હોય છે કારણ કે માતા-પિતા વિચારતા હોય છે કે તેમનું બાળક મોબાઇલ લઈને બેસે તો તે વ્યસ્ત રહે અને તેમનું બીજું કંઈ કામ થઈ શકે. પરંતુ તેમાં બાળકોને ખુબ જ નુકશાન થતું હોય છે, અને તે માતા-પિતાને ભલે સામાન્ય લાગતું હોય પરંતુ તે બાળકો માટે ખૂબ જ વિચારવા લાયક વાત થઈ જાય છે.
👫 બાળકો નાના હોય છે ત્યારે તેમની અવસ્થા એવી હોય છે જેમાં તેમને ખૂબ જ નિખાલસતા ની જરૂર હોય છે, અને આ અવસ્થામાં બાળક કોઈ પણ નવી વસ્તુ ને જોવા માટે ખૂબ જ વધુ ધ્યાન આપતું હોય છે, અને આમ તેના આધારે બાળક થી ભૂલો થઇ જતી હોય છે. પરંતુ માતા-પિતા તેમની સાથે ખૂબ જ ખરાબ વ્યવહાર કરતા હોય છે, અને તેની જ અસર બાળકના મગજ ઉપર પડી જતી હોય છે. આમ બાળકના ઉછેર માટે ઘણી બધી વસ્તુઓનુ ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે.👶
👫 માતા-પિતા કોઈપણ કાર્ય કરે છે તેની અસર સીધી બાળકો પર પડતી હોય છે. તેથી માતાપિતા એવું કોઈ પણ કાર્ય ન કરવું જોઈએ, જેના કારણે બાળક ઉપર વિપરીત અસર પડે, અને તેથી જ ઘરમાં પણ ગમે તેવા શબ્દો અથવા ગમે તેવું વર્તન ના કરો. 👶
👫 દરેક માતાપિતાએ એક વાત ખાસ ધ્યાનમાં રાખવી જોઈએ કે તેઓએ પોતાના બાળક સામે ક્યારેય ઝઘડો કરવો જોઈએ નહીં કારણ કે જો ઝઘડો કરીશું તો બાળકના મગજ ઉપર ખૂબ જ ખરાબ અસર પડે છે અને તે જોઈને જ બાળક પણ મોટો થઈને તમારી જ વાતનું અનુકરણ કરતું હોય છે.👶
👫 બીજી એક ખાસ બાબત કે માતા-પિતાએ બાળકને ક્યારેય મારવું જોઈએ નહીં કારણ કે બાળક તો નાનો છે તેથી ભૂલ કરશે જ, પરંતુ જો તે ભૂલ કરે તો માતા-પિતા તેમને મારે છે અને તેમને એવું લાગે છે કે તેનાથી બાળક સુધરી જશે પરંતુ તેની અસર બાળક ઉપર બિલકુલ અલગ જોવા મળે છે, અને તેના આધારે જ તેમનું મગજ પણ હંમેશા વિપરીત દિશામાં જ કામ કરતું હોય છે.👶
👫 બાળકની વિચાર શક્તિ ખૂબ જ ઓછી હોય છે તેથી તેઓ ખોટા નિર્ણય લેતા હોય છે. પરંતુ તેની માટે બાળકને ક્યારેય મારવું જોઈએ નહીં. પરંતુ તેમને પ્રેમથી સમજાવવામાં આવે તો તેઓ ખોટું કાર્ય કરતા અટકી જાય છે. પરંતુ જો તમે તેને મારતો તો તેના માં ખોટું બોલવા ના અવગુણ આવી જશે અને તે હંમેશા જ જુઠ્ઠું બોલતા શીખી જશે.👶
👫 બાળક જો તમારા સામે કોઈ ખોટી જીદ કરતું હોય તો તેને મારવાની જગ્યાએ પ્રેમથી સમજાવું જોઈએ અને તેને એ રીતે સમજાવું જોઈએ કે તેમને એ ભૂલમાંથી કંઈક અલગ જ શીખવા મળે આમ તે બાળક વધુ શીખી શકશે પરંતુ જો તમે તેની સામે ગુસ્સો કરશો તો તેના હોર્મોન્સમાં પણ બદલાવ આવી જશે અને તેના શરીર માટે તથા તેના આગળના ભવિષ્ય માટે ખૂબ જ નુકસાનકારક છે તેથી બને ત્યાં સુધી બાળકને ભૂલો કરે ત્યારે મારવું અથવા તો ગુસ્સો ન કરતા પ્રેમથી બેસાડીને સમજાવવું જોઈએ.👶
👫 દરેક માતાપિતાએ બાળકને દર વખતે જ્ઞાન આપતાં રહેવું જોઈએ નહીં આમ બાળકને જો તમે નાની નાની બાબતોમાં તો કરતા રહેશો તો તેની અસર બાળક ઉપર ખૂબ જ વિપરીત પડે છે. અને તે તમારી દરેક બાબતોને ટાળે છે તથા તેને ભૂલમાંથી જ શીખવા મળે છે તેથી જ્યારે પણ તે કોઈ પણ ભૂલ કરે ત્યારે તેને સુધારવાનો પ્રયત્ન કરાવો અને એમ કરવાથી બાળક ભવિષ્યમાં ઓછી ભૂલ કરશે. કારણ કે દર વખતે બાળકને તો કરતા રહેવાથી બાળકમાં ચીડિયાપણું આવી જાય છે.👶
👫 બાળકને ક્યારેય ભણવા ઉપર દબાણ આપવું જોઈએ નહીં. બાળકને હંમેશા આપણે પ્રેક્ટીકલી સમજાવીને તથા બતાવીને જ શિખવાડવું જોઇએ. તેનાથી બાળકને વધુ સમજ પડે છે અને તેને વધુ જલદી યાદ રહી જાય છે. બાળકને તેમના ભણતર ની કલ્પના કરવાનો પણ સમય આપો, અને બાળકને હંમેશા ટીવી તથા મોબાઇલ થી દુર લઇ જાવ. તેને ભણવાનું દબાણ કરવાથી ભણવાનું મન થતું નથી અને આમ બાળકને અલગ અલગ એક્ટિવિટી કરવા દેવાથી બાળકનું ભવિષ્ય ખૂબ જ સારું રહેશે અને તે આગળ જઈને કંઈક સારું કામ કરી શકશે.👶
👫 આજકાલ બાળકો ફોનને જ પોતાનો મિત્ર સમજવા લાગ્યા છે પરંતુ જો તમે તેમના મિત્ર બનીને તેમને યોગ્ય રીતે સમજણ આપશો તો બાળક પણ તમારું મિત્ર બની જશે. અને ત્યારબાદ તમે તેને જેમ સમજાવશો તે આરામથી સમજશે. આમ કોઈપણ માતા-પિતાએ પોતાના બાળકનું યોગ્ય ઘડતર જરૂરથી કરવું જોઇએ, તેની માટે તેમને અહીં ઉપર જણાવેલી માહિતીને ખૂબ જ ધ્યાન પૂર્વક વાંચવી જોઈએ અને તેને અમલમાં લાવી જોઈએ.👶
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. જો ગમી હોય તો કોમેન્ટમાં “Good Tips” જરૂર લખો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.