👨👩👦અત્યારે મા-બાપ બંને નોકરી કરતાં હોવાથી બાળકો દાદ-દાદી અથવા કેરટેકર જોડે મોટા થતાં હોય છે. પરંતુ તેમાંથી ઘણી માતા એવી હોય છે જે બાળકનો જન્મ થયા બાદ થોડા સમય માટે નોકરીમાં બ્રેક લેતી હોય છે. તો એવા માતા-પિતાએ બાળકને સાચવવામાં થોડું ધ્યાન આપવું જોઈએ.
👨👩👦ઘણાં બાળક તોફાની, રોતડ, ચીડિયો સ્વભાવવાળા હોતા હોય છે. જેના કારણે માતા-પિતા તેને વારંવાર મારવાની કે બીજી ધમકી આપતા રહેતા હોય છે. તેવું કરવાને બદલે કેટલીક વાતો દ્વારા સમજાવવાનો પ્રયત્ન કરવો જોઈએ. જેનાથી બાળક સારી રીતે સમજી જશે અને સંબંધ પણ નહીં બગડે.
👨👩👦-પહેલી વાત છે. ક્યારેય તમારા બાળક પર હાથ ન ઉપાડો. ઘણા પેરેન્ટ્સ બાળક જ્યારે ગુસ્સો કરે, જીદ કરે કે રડે ત્યારે સમજાવવાની જગ્યાએ તેને મારવા લાગતા હોય છે. તેનાથી તમને ખ્યાલ નહીં હોય કે બાળકની અંદર પણ એક ગુસ્સો જન્મ લે છે. જે વારંવાર મારવાથી તે વધવા લાગે છે અને બાળક ચીડચીડિયું બની જતું હોય છે.
👨👩👦-ગમે તેટલું બાળક હેરાન પરેશાન કરે તેને સાચવવું જોઈએ. સમજાવાનો ટ્રાય કરવો જોઇએ. તેની કોઈપણ વાત હોય એક વખત જરૂર સાંભળવી જોઈએ.
👨👩👦-બાળકની ઇજ્જત કરવી. એવું નથી કે મોટા હોય તેમની જ ઇજ્જત કરવાની, નાના બાળકની ઇજ્જત કરશો તે તમને સામે ઇજ્જત આપશે. એટલે કે કોઈ જગ્યા પર તે ગમે તે ભૂલ કરે તો ઘણા લોકો બધાની સામે તેને ઠપકો આપતાં કે મારવા લાગતા હોય છે. જેના કારણે તેને દુખ થતું હોય છે.
👨👩👦ઘણી વખત થોડું સમજણું બાળક હોવાના કારણે તેના આત્મ સમ્માનને ઠેસ પહોચે છે અને તે બદલો લેવાનું મનમાં વિચારી લે છે. એટલે તેને પ્રેમથી સમજાવાનો પ્રયત્ન કરવો જોઈએ. કોઈની વચ્ચે તેને ગમેતેમ ન બોલવું જોઇએ.
👨👩👦-ઘણા બાળકો ગુસ્સો કે ચીડિયાપણું કરતાં હોય છે. તેનું કારણ છે તેને ભૂખ લાગી છે. તમારે તેની આ વાત બોલી શકતું ન હોય તો સમજી જવી જોઈએ. જેનાથી તે ગુસ્સો કે રડતું હોય છે.
👨👩👦બાળક જ નહીં મોટા વ્યક્તિ પણ વધારે ભૂખ લાગવાના કારણે ચીડિયા સ્વભાવના થઈ જતા હોય છે. તો બાળકને દૂધ પીવડાવું અને દાંત હોય તો કોઈ વસ્તુ ખાવા આપી દેવી જોઈએ. જેથી બાળક આપોઆપ ચૂપ થઈ જશે.
👨👩👦બાળકના ભૂખનો સમય પણ તમારે યાદ રાખવો જોઈએ. ઘણા બાળકો એ જ સમયે તમને ઇશારા કરીને સમજાવતા હોય છે. તો આ વાતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ.
👨👩👦-હોર્મોનલ ફેરફારના કારણે પણ બાળક ગુસ્સો કરતો હોય છે. કોઈપણ બાળક જ્યારે કિશોરાવસ્થામાં પ્રવેશ કરે એટલે ત્યારે તેને શારીરિક ફેરફાર થતાં હોય છે. એટલું જ નહીં તેનું એનર્જી લેવલ પણ વધી જતું હોય છે અને તે સમયે બાળકને આઉડડોર કે કોઈ મહેનત વાળી વસ્તુ કરવાનું પસંદ ન હોવાના કારણે વધેલી એનર્જી તે વાપરી શકતો નથી. અને તેને આ કારણે વધારે ગુસ્સો કે ચીડિયાપણું આવવા લાગે છે.
👨👩👦તેથી તેને બહાર રમવા જરૂર મોકલવા જોઈએ. તેને મોટા થતાં ચાર દીવાલોમાં ગોંધી રાખવા ન જોઈએ. તેનાથી તેનો માનસિક વિકાસ થતો નથી. આ રીતે બાળકની સંભાળ રાખશો તો જરૂર નાનપણથી બાળક સમજદાર અને હોંશિયાર થશે.
જો જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.