ભારત દેશમાં જ નહીં દુનિયામાં પણ અલગ અલગ જાતિના લોકો રહેતા હોય છે. ઘણી જગ્યા પર હિન્દુની વસ્તુ વધુ હોય, કોઈ જગ્યા પર મુસ્લિમ તો કોઈ જગ્યા ખ્રિસ્તી એમ દરેક સ્થળે અલગ અલગ લોકો રહેતા હોય છે. ભારત દેશના અનેક વિસ્તારોમાં બહારના દેશમાંથી આવીને પણ ઘણા લોકો વસેલા જોવા મળે છે. અને તેને કારણે તેના રીત-રિવાજો પણ અલગ હોય છે. જેમ રિવાજો અલગ હોય તેમ તેમની બોલી અને મરણ પછીની વિધિ પણ અલગ પ્રકારની હોય છે.
જે રીતે તેમના લગ્નની રીત અલગ હોય છે. તેમ મરણની રીત પણ અલગ અલગ હોય છે. આપણામાં અંતિમ સંસ્કાર કરે, મુસ્લિમમાં કબરમાં દફનાવે, તેમ ઈસાઈમાં અલગ હોય છે. પરંતુ શું તમે જાણો છો આ બધાથી અલગ વિધી પારસીઓની હોય છે. પારસીઓમાં કોઈ મૃત્યુ પામે તો તેને દફનાવતા નથી, અંતિમ સંસ્કાર પણ કરતા નથી, કે કોઈ જગ્યા પર કબર પણ બનાવવામાં આવતી હોતી નથી.
પરંતુ પારસીઓની અંતિમ વિધી બધા કરતા કંઈક અલગ જ હોય છે. તે લોકો અગ્નિની પૂજા કરે છે. અને તેના કારણે તે હિન્દુ ધર્મમાં જેમ લોકો અંતિમ ક્રિયા માટે સમશાનમાં લઈ જાય પછી તેમને લાકડા પર સુવાડી અગ્નિદાહ આપતા હોય છે. અને અત્યારના જમાનામાં તો સીએનસીની ભઠ્ઠી આવી ગઈ છે. તેમાં મૃતકની લાશની સુવાડી અંદર જવા દેતા હોય છે. અને પછી તેમનો અગ્નિ સંસ્કાર થઈ જતો હોય છે.
પારસીમાં હિન્દુની જેમ આવી કોઈ વિધી કરવામાં આવતી નથી, કે નથી કોઈ મુસ્લિમ કે ખ્રિસ્તી, શીખ ધર્મની જેમ અંતિમ ક્રિયા કરવામાં આવતી હોય છે. તેમની વિધી બધા ધર્મ કરતા એકદમ અલગ હોય છે. તેની જાણ લગભગ ઘણા લોકોને હોતી નથી. કોઈક ભાગ્યે જ જાણતા હશે કે પારસીઓમાં મૃતકની લાશ સાથે અંતમાં શું થાય છે તો ચાલો તમને જણાવી પારસીઓની અંતિમ ક્રિયા વિશે.
વર્ષોથી તેમની જે અંતિમ વિધી કરવામાં આવે છે. તે પરંપરા અત્યાર સુધી ચાલી રહી છે. પારસી લોકોમાં જેનું પણ મૃત્યુ થાય તેના શબને કોઈ એવી જગ્યા પર પહેલા લઈ જવામાં આવે જ્યાં કોઈ માણસ કે વાહનોની આવ-જા ન હોય. તે એકાંત જગ્યા પર શબને રાખી દેવામાં આવે છે. અને તે જગ્યા એવી પસંદ કરવામાં આવે જ્યાં વધારે પડતા ગીધ પક્ષી આવે. કેમ કે તે મૃતદેહને ગીધ પોતાનું જમણ એટલે કે ભોજન બનાવતા હોય છે. બધા ગીધ ભેગા થાય અને તે લાશનો ભોજન તરીકે ઉપયોગ કરતા હોય છે.
પારસી લોકો વર્ષોથી ગીધ પર આધાર રાખે છે, પરંતુ હવે ગીધ પક્ષીની વસ્તી ધીમેધીમે ઓછી થઈ રહી છે. જેના લીધે તેમને અંતિમ ક્રિયા કરવામાં મુશ્કેલી પડી રહી છે. આ લોકોની અંતિમ સંસ્કારની વિધીને તોખ મીનાશની કહેવામાં આવે છે.
પારસી સમુદાય વર્ષો પહેલા મુંબઈમાં આવીને વસ્યા અને હાલ 2014 મુજબ અંદાજે 70,000 પારસી લોકો ભારતમાં રહે છે. પણ આ ધર્મના 18 ટકા લોકો મુંબઈમાં જ વસે છે. આ સમુદાય મુંબઈમાં વધારે વસતો હોવાથી અંતિમ ક્રિયા માટે એક અલગ જગ્યા બનાવવામાં આવી છે. ત્યાં માણસના મૃત્યુ પછી વિધી કરવામાં આવે છે. આ જગ્યા મલબારહિલમાં ટાવર ઓફ સાયલન્સના નામે જાણીતી છે. એક નજરે જોતા આ જગ્યા તમને કોઈ ગાર્ડન કે મસ્ત મજાના બગીચા જેવી લાગશે પરંતુ ત્યાં પારસીઓ ધર્મના લોકોની અંતિમ ક્રિયા કરવામાં આવે છે.
તમને આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરી ને જણાવો, આ માહિતી ઇન્ટરનેટ આધારીત લખાયેલ છે, માટે આ માહિતી કદાચ થોડી અલગ હોઈ શકે છે. જો આપને તેવું કાઇ જણાય તો કોમેન્ટ કરીને અમને જણાવો. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.