મિત્રો તમે પતંજલિના અનેક પ્રોડક્ટ વિશે જાણ્યું હશે, તેમજ તેના પ્રોડક્ટ્સનો તમે ઉપયોગ પણ કરતા હશો. પતંજલિની અનેક પ્રોડક્ટ્સ માં જેમ કે બ્યુટી ક્રીમ, શેમ્પુ, કંડીશનલ, ઔષધિઓ, આયુર્વેદિક દવાઓ, હર્બલ પ્રોડક્ટ્સ, વગેરે આવે છે. જો કે હાલ તો તમને પતંજલિ વસ્તુઓ ગમે ત્યાંથી મળી જાય છે. કારણ કે, પતંજલિની શોપ હવે દરેક શહેરમાં જોવા મળે છે.
પતંજલિની વસ્તુઓ હર્બલ હોય છે. તેમજ તેની આયુર્વેદિક દવાઓના સેવનથી લોકોને ફાયદો જરૂર થાય છે. પણ કોઈની પણ વાત માનવા કરતા સારું છે કે તમે પોતે જે તે પ્રોડક્ટ ને યુઝ કરીને જરૂર જોઈ લો. તેથી તમને પણ તે વસ્તુની સત્યતા પર વિશ્વાસ બેસી જશે. ચાલો તો આજે આપણે પતંજલિ ની એવી કઈ 5 પ્રોડક્ટ છે જેનો ઉપયોગ તમારા માટે સારો છે.
મિત્રો પતંજલિ આયુર્વેદ લીમીટેડ એક ભારતીય કંપની છે. જેના ફાઉન્ડર આચાર્ય બાલક્રિષ્ણ અને બાબા રામદેવ છે. આ કંપનીએ ભારતીય માર્કેટમાં પોતાનો ખુબ જ મોટો બિજનેસ વ્યાપ્ત કર્યો છે. પતંજલિના આજે જોઈએ તો લગભગ 2500 થી વધુ પ્રોડક્ટ્સ બજારમાં છે. તેમજ આ ભારતની ખુબ જ ઓછા સમયમાં આગળ વધનાર કંપની છે. જેની કુલ કિંમત 30 બિલિયનથી પણ વધુ છે. આ સિવાય આયુર્વેદિક દવાઓથી લઈને ખાનપાનની વસ્તુઓ કોસ્મેટીક વસ્તુઓ આજે પતંજલિની દેન છે.
આ બધા જ પ્રોડક્ટ્સ માંથી આજે અમે તમને એવા 5 પ્રોડક્ટ્સ વિશે જણાવીશું જેનો ઉપયોગ તમે પોતાની રોજીંદી જીંદગીમાં કરો છો. તેમજ આ પ્રોડક્ટ્સ વિશેની માહિતી તમને ખુબ ઉપયોગી થશે.
- પતંજલિ દિવ્ય ગુલાબજળ
આપણે જાણીએ છીએ કે આપણે સ્કીનના નિખાર માટે ગુલાબજળ નો ઉપયોગ કરીએ છીએ. ગુલાબજળ એ સ્કીન માટે એક ટોનિક નું કામ કરે છે. તેમજ તે ચહેરા માં રહેલ ગંદકી તેમજ ઓઈલને બહાર કાઢવાનું કામ કરે છે. તેમજ ચહેરા પરની કરચલીઓ પણ ઓછી કરે છે.
પણ અહી સવાલ એ છે કે પતંજલિ ગુલાબજળ જ કેમ? ડાબર ગુલાબરી કેમ નહિ? તો તેનો જવાબ રહેલો તો આ ગુલાબજળની બોટલમાં આપેલ તેની માહિતીમાં. પતંજલિના 10 ml પર તમને મળશે 10 ml ગુલાબજળ. જયારે અન્ય પ્રોડક્ટ્સમાં તે નથી હોતું. પણ તેમાં ગુલાબજળની જગ્યાએ પ્રોપ્રોલીન નાખેલ હોય છે. જે પ્રોપ્રોલીન એક આલ્કાહોલ હોય છે જેનો ઉપયોગ જો તમારી સ્કીન પર કરવામાં આવે તો સ્કીન ડેમેજ થઈ શકે છે. આ સિવાય તમને પતંજલિ ગુલાબજળ 120 ml માત્ર 28 રૂપિયામાં પડશે. આમ તે સસ્તું પણ છે.
- પતંજલિ ની શુદ્ધ શિલાજીત
શિલાજીત એ એક ખુબજ જાડું પદાર્થ છે જે મોટેભાગે પહાડ પર જ મળે છે. આયુર્વેદની માનવામાં આવે તો શુદ્ધ શીલાજીતમાં 85% થી વધુ મિનરલ્સ આઈનીક રૂપે મળે છે. આ સિવાય શિલાજીત વિશે સંહિતાઓમાં જોવામાં આવે તો જો તેને યોગ્ય રીતે સેવન કરવામાં આવે તો માનવ શરીરની અનેક બીમારીને જડથી નાશ કરી શકાય છે. તે ઈમ્યુનીટી તેમજ સેક્સ પવારને વધારે છે. 20 ગ્રામ પતંજલિ શિલાજીત તમને માત્ર 94 રૂપિયામાં મળી જશે. માત્ર 1 થી 2 ટીપા રાત્રે દુધમાં મિક્સ કરીને સૂતા પહેલા પીવું જોઈએ.
- પતંજલિ નું કોકોનટ ઓઈલ
મિત્રો તમે નાળીયેર તેલનો તો ઉપયોગ કરતા જ હશો. આજે બજારમાં જે કોકોનટ ઓઈલ મળે છે, તેની શુધ્ધતા વિશે કહી નથી શકાતું. આ સિવાય નાળીયેર તેલ એક એવી વસ્તુ છે જે હાઈ તાપમાન પર પણ ખરાબ નથી થતું. આથી જ તેને રસોઈ તેમાં બીજા ઘણા કામોમાં યુઝ કરવામાં આવે છે. પતંજલિનું આ નાળીયેર તેલને મશીનમાં ન કાઢતા હાથ દ્વારા કાઢવામાં આવે છે. આથી તેની શુધ્ધતા એકદમ તાજી રહે છે. પતંજલિ નું આ કોકોનાય ઓઈલ તમને 250 ml ની બોટલ 170 રૂપિયામાં મળશે. આ સિવાય કોકોનટ ઓઈલ ને તમે મોશ્ચારાઈજ, સનસ્કીન, લીપ બામ, તેમજ મસાજના રૂપમાં પણ ઉપયોગ કરી શકો છો.
- પતંજલિ નું અશ્વગંધા ચૂર્ણ
અશ્વગંધા એ એક એવી જડીબુટ્ટી છે જેનો ઉપયોગ સદીઓથી આયુર્વેદમાં થતો આવ્યો છે. તેના અગણિત ફાયદાઓ હોવાથી તેનો ઉપયોગ અન્ય દવાઓ બનાવવામાં પણ કરવામાં આવી રહ્યો છે. અશ્વગંધા સ્ટ્રેસને ઓછુ કરે છે, એનર્જી વધારે છે, તમે અશ્વગંધા ચૂર્ણ તમે રાત્રે અડધી ચમચી દૂધ સાથે મિક્સ કરીને લેવાથી ઘણો ફાયદો થાય છે. તેનાથી તમને નીંદર પણ સારી આવશે.
- પતંજલિ ડીશ વોશ બાર
પતંજલિ ડીશ વોશ બાર એટલે કે વાસણ ધોવા માટેનો સાબુ. જે તમને પતંજલિનો સાબુ સૌથી બેસ્ટ રીઝલ્ટ આપશે. કારણ કે તેમાં કેમિકલ નો ઉપયોગ નથી કરવામાં આવ્યો. આ સિવાય આપણે ત્યાં સદીઓથી રાખથી જ વાસણ સાફ કરવામાં આવ્યા છે. કારણ કે, તે આપણા સ્વાસ્થ્ય માટે સારું છે.
પણ જો તમને પતંજલિ ડીશ વોશ બાર વિશે કહેવામાં આવે તો તેને એકદમ નેચરલ તેમજ કેમિકલ મુક્ત રીતે બનાવવામાં આવે છે. આ સિવાય તે અન્ય ડીશ વોશ બાર ના મુકાબલે સસ્તો પણ છે. તમને અન્ય ડીશ વોશ બાર 160 ગ્રામ વીમ બાર તમને 10 રૂપિયામાં પડશે જયારે પતંજલિ બાર તમને 10 રૂપિયા 175 ગ્રામ મળશે. જે ખુબ સસ્તું છે.
આમ તમે ઉપર જણાવેલ પતંજલિ પ્રોડક્ટ્સનો ઉપયોગ કરી શકો છો. પણ પતંજલિના અન્ય પ્રોડક્ટ્સ યુઝ કરતા પહેલા તેની સત્યતા જાણી લેવી તે પણ જરૂરી છે. કારણ કે, કોઈપણ વસ્તુ નો ઉપયોગ કર્યા પછી જ તેના વિશે સાચો ખ્યાલ આવે છે. પતંજલિના ઘણા એવા પ્રોડક્ટ્સ પણ છે જેનો તમારે ઉપયોગ કરતા પહેલા તેના વિષે જાણી લેવું જોઈએ. જેમ કે પતંજલિ ફેસવોશ, લોટ, પતંજલિ નું કેશ ક્રાંતિ તેલ, પતંજલિ નું મિક્સ ફ્રુટ્સ જામ, વગેરેનો ઉપયોગ તમારે ન કરવો જોઈએ. આમ તમારે કોઈપણ વસ્તુ વિશેની સુચના વાંચીને જ તેનો ઉપયોગ કરવો જોઈએ.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.