સંતરા ખાવામાં સ્વાદિષ્ટ હોય છે પરંતુ તેનો ઉપયોગ સુંદરતા વધારવા માટે પણ થતો હોય છે. લગભગ લોકો સંતરા ખાધા બાદ તેની છાલને ફેંકી દેતા હોય છે. પરંતુ સંતરાની છાલ કઈ રીતે આપણી ત્વચા અને વાળને પ્રાકૃતિક રીતે સુંદર બનાવે છે તે જાણ્યા બાદ તમે ક્યારેય સંતરાની છાલને ફેંકશો નહિ. સંતરાની છાલની ઉપયોગની સાથે નીચે આપેલી “ખાસ જરૂરી માહિતી” પણ ખાસ વાંચજો. જેથી તમે આ છાલનો બેસ્ટ ઉપયોગ કરી શકો.
- આ રીતે સંતરાની છાલનો પાવડર બનાવી તેનો ઉપયોગ કરી શકો છો – ત્વચાને ગંદકી હટાવો તેને આપશે નિખાર
સંતરાની છાલનો પાવડર બનાવવા માટે સૌથી પહેલા સંતરાની છાલને તડકામાં સુકવી દેવી. જયારે સંતરાની છાલ સુકાઈ જાય ત્યાર બાદ તેને પીસીને તેનો પાવડર બનાવી લેવો. સંતરાની છાલમાં વિટામીન C રહેલું છે. વિટામીન C ચહેરાના દાગ વગરે દુર કરી ચહેરાને ક્રિસ્ટલ ક્લીયર બનાવે છે અને ત્વચાને પ્રાકૃતિક નિખાર આપે છે.
તેના માટે 2 ચમચી સંતરાની છાલનો પાવડર લેવો. ત્યાર બાદ પાવડરમાં એક ચમચી મધ ઉમેરો અને તેને મિક્સ કરીને તેની પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ તેને ચહેરા પર લગાવો. પેસ્ટ સુકાઈ જાય ત્યાર બાદ ચહેરાને સ્વચ્છ નોર્મલ પાણીથી સાફ કરી લેવો. અઠવાડિયામાં એક વખત આ પ્રયોગ કરવાથી ત્વચાના દાગ ધબ્બા દુર થઇ જશે અને ચહેરો ચમકવા લાગશે.
- ખીલ અને બ્લેકહેડ્સ દુર કરે છે
ખીલ અને બ્લેકહેડ્સને દુર કરવા માટે સંતરાની છાલ ખુબ જ ઉપયોગી છે. તેના માટે 2 ચમચી સંતરાની છલના પાવડરમાં 2 ચમચી ગુલાબજળ અને એક નાની ચમચી મુલ્તાની માટી ઉમેરવી. ત્યાર બાદ ત્રણેયને મિક્સ કરીને એક પેસ્ટ તૈયાર કરી લો. ત્યાર બાદ પેસ્ટને ચહેરા પર લાગવો અને 5 થી 10 મિનીટ સુધી લગાવી રાખો ત્યાર બાદ ચહેરાને સાફ કરી લો. અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવો.
- ડેડ સ્કીન રીમુવ કરે છે
ઘણી મહિલાઓને ડ્રાઈ સ્કીનની સમસ્યા રહેતી હોય છે. ડ્રાઈ સ્કીનના કારણે ત્વચા ખેંચાવા લાગે છે. અને ખાસ કરીને શિયાળામાં આ સમસ્યા સતાવતી હોય છે. આ સમસ્યાને દુર કરવા માટે સંતરાની છાલનો પ્રયોગ કરવો જોઈએ. તેના માટે 1 નાની ચમચી સંતરાનો પાવડર લેવો ત્યાર બાદ તેમાં એક નાની ચમચી દૂધ અને એક નાની ચમચી નારિયેળ તેલ ઉમેરવું. ત્યાર બાદ તેને ત્વચા, હાથ અને પગ પર લગાવો. થોડી વાર રાખ્યા બાદ ન્હાઈ લેવું, અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવો. અઠવાડિયામાં બે વખત આ પ્રયોગ કરવાનો છે. તેનાથી ખુબ જ સરળતાથી ડેડ સ્કીન રીમુવ થઇ જશે.
- વાળને બનાવે છે લાંબા મજબુત અને સુંદર
વાળની સમસ્યા દુર કરવા માટે સંતરાની છાલ ખુબ જ અસરકારક ઉપાય છે. સંતરાની છાલનો પ્રયોગ કરશો તો તમારા વાળ પ્રાકૃતિક રીતે મજબુત, કાળા અને લાંબા બનશે. તેમજ માથામાં ખોળાની સમસ્યા પણ દુર થઇ જશે. આ પ્રયોગ માટે સંતરાની છાલને સુકવીને તેને પીસીને પેસ્ટ બનાવી લો. ત્યાર બાદ સંતરાની છાલનાં પાવડરને આખી રાત પાણીમાં પલાળી રાખવો.
ત્યાર બાદ આ મિશ્રણને વાળની જડમાં લગાવો ત્યાર બાદ તેને અડધો કલાક સુધી લગાવી રાખવું. અડધો કલાક પછી સ્વચ્છ અને નોર્મલ પાણીથી વાળને ધોઈ લેવા. સંતરાની છાલમાં વિટામીન સી અને સેટ્રીક એસીડ હોય છે જે આપણા વાળમાં થતા ખોડાને મૂળમાંથી ખતમ કરે છે. આ પ્રયોગ લગાતાર ના કરવો. અઠવાડિયે 1 કે 2 વાર જ કરવો.
- ખાસ માહિતી
જો તમારી સ્કીન સેન્સીટીવ છે અથવા તો બળતરા વગેરે જેવી સમસ્યા થાય છે તો આ પ્રયોગ અપનાવવો નહિ. ઉપર જણાવેલા પ્રયોગમાંથી એક સમયે કોઈ પણ એક જ પ્રયોગ કરવો. પ્રયોગ કરતી વખતે પેસ્ટને વધારે સમય લગાવી રાખવી નહિ તો આડઅસર થઇ શકે છે. જો તમને સ્કીન એલર્જી છે તો ડોક્ટરની સલાહ લીધા બાદ જ આ પ્રયોગો કરવા.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.