💊આપણી આસપાસ એવા ઘણાં લોકો હશે જેમને શરીરમાં કંઈપણ થાય કે તરત ગોળી લઈ લેવાની આદત હોય છે. જે લાંબા ગાળે નુકસાનકારક સાબિત થતી હોય છે. સામાન્ય માથું દુખે, પેટમાં દુખાવો થાય કે કંઈ સામાન્ય લાગતી સમસ્યા હોય તરત ઘરમાં પડેલી ગોળી જાતે લઈને ડૉક્ટર બની જતા હોય છે.
💊પરંતુ ઘણી વખત તે નુકસાન પહોંચાડી શકે છે. એટલું જ નહીં આપણામાંના કેટલાક લોકો એટલા ડાહ્યા હોય છે કે દવા પતી ગઈ હોય તો મેડિકલમાંથી જાતે લઈ આવતા હોય છે. તેની પર કેટલો પાવર લખેલો છે. તે જોતાં હોતા નથી. તો જે લોકો જાતે ડૉક્ટર બને છે. તેને આજે દવાઓ વિશે કેટલીક માહિતી આપીશું.
💊-આપણે ગોળીઓની વાત કરીએ તો કેટલીક ગોળી એવી હોય છે કે જે પેટમાં ગયા બાદ ધીમેધીમે ઓગળતી હોય છે. અને તેની અસર પણ ધીમેધીમે શરીરમાં થતી હોય છે. ત્યારે આપણે જાતે ઘરમાં પડેલી ગોળી લેતા હોઈએ છીએ ત્યારે અડધી ગોળી ઘણી વખત પાછી રેપરમાં લપેટીને મૂકી દઈએ છીએ.
💊-થોડા દિવસ પછી ફરી જરૂર પડવા પર તે અડધી ટેબ્લેટ લઈ લેતા હોઈએ છીએ. તો તે શરીરને ફાયદો કરવાની બદલે નુકસાન પહોંચાડે છે. તેમાં કેટલીક વખત એવું બનતું હોય છે કે જે કેટલીક ગોળી પેટમાં જઈ ઓગળી જાય બાકી આંતરડામાં વધારે સમય રહેતી હોય છે. તો આ પ્રકારની દવા પર વિશેષ દવાનું કવર આપવામાં આવતું હોય છે.
💊-બીજી વાત કે જે ગોળી વચ્ચેથી કટ કરીને ખાઈ શકાય તેમ હોય તેની વચ્ચેના ભાગમાં એક સીધી લાઈન આપેલી હોય છે. જે લાઈન સુચવે છે કે તમે ગોળીનો વચ્ચેથી કટકો કરી અડધી ટેબ્લેટ લઈ શકો છો. જો વચ્ચે બે ભાગ ન હોય તો સમજી લેવું કે તે ગોળીને ક્યારેય અડધી કરીને ખાવી ન જોઇએ. તે શરીરને નુકસાન પહોંચાડશે.
💊-એટલે એક વાતનું ધ્યાન અચૂક રાખવું કે જે કોઈ ટેબ્લેટ હોય તેનો ઉપયોગ કરતાં પહેલા ડૉક્ટરને એક વખત અવશ્ય પૂછવું જોઈએ. જો નજીકમાં કોઈ ડૉક્ટરને ન હોય તો ફાર્માસિસ્ટને પૂછી શકો છો. કેમ કે ટેબ્લેટ પર જે પાવર લખેલો હોય છે. તેની કેટલી કેપીસીટી છે, તે આપણને ખબર હોતી નથી.
💊-હવે આપણને પ્રશ્ન થાય કે કેવી રીતે ગોળીઓ લેવી જોઈએ. અને તેમાં કેટલો પાવર કેવી રીતે જાણી શકાય તો 50mg અને 100mg ની વાત કરીએ. કેટલીક ટેબ્લેટમાં આ પ્રકારનો પાવર આવતો નથી. એટલે તેની બનાવટ એક ભાગમાં જ થયેલી હોય છે. જો દવા 100mgની ક્ષમતા ધરાવતી હોય તો તેને આપણે 1/4ની વિભાજીત રેખા આપેલી હોય છે. એનો અર્થ એ થયો કે આ ગોળીના આપણે ચાર ભાગ કરી શકીએ છીએ. તેના દરેક ભાગ 25mg શક્તિ ધરાવતા હોય તેમાં ભાગીને ગળી શકાય.
💊-ખાસ વાત કે ગોળીનો જે ભાગ તમે તોડીને ખાધો છે. તેને ઘણી વખત બહારના વાતાવરણ, ભેજ તથા પ્રકાશના લીધે રાસાયણિક ફેરફારો થતાં હોય છે. એટલા માટે જ્યારે પણ ગોળી તોડો તેને એક એર ટાઈટ કન્ટેનમાં મૂકી દેવી જેથી બહારનું વાતાવરણ તેને ખરાબ ન કરે.
જો આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.