🧄 ધીમેધીમે ઠંડી તેનું પ્રચંડ રૂપ બતાવી રહી છે. ત્યારે આવી ઠંડીમાં દરેક વ્યક્તિને બે જ વસ્તુ વધારે યાદ આવે એક ચા અને બીજું ગરમા-ગરમ જમવાનું, અને તેમાં પણ અત્યારે દરેક ગૃહિણી લીલું લસણ, લીલી ડુંગળી, મેથી, કોથમીર, પાલક વગેરે જેવા લીલા શાકભાજીનો ઉપયોગ કરીને અવનવી વાનગી બનાવતી હોય છે. તેમાં લસણનો ઉપયોગ શિયાળામાં દરેક ઘરમાં વધારે થતો હોય છે. કેમ કે તે શરીર માટે ગુણકારી છે. તેને એક શ્રેષ્ઠ ઔષધી માનવામાં આવે છે.
🧄 દવામાં પણ તેનો વધારે પ્રમાણમાં ઉપયોગ કરવામાં આવે છે. શરીરમાં લોહી પાતળું રાખવું હોય તો લસણનું સેવન કરવાની અમુક વ્યક્તિને સલાહ આપવામાં આવતી હોય છે. તે સિવાય અગણિત ફાયદા લસણમાં છે. પરંતુ તમને જણાવીએ કે લસણના ફાયદા તેટલું નુકસાન પણ છે. કેટલીક એવી બીમારી છે જેમાં તમે લસણનું સેવન કરશો તો હાનિકારક સાબિત થાય એમ છે. તો ચાલો જોઈએ તે બીમારીના નામ…
🧄 પહેલા તેમાં રહેલા પોષકતત્વો જાણીએ- લસણમાં એન્ટી ફંગલ, એન્ટી ઓક્સિડન્ટ, એન્ટી બેક્ટેરિયલ, એન્ટી વાયરલ, વિટામિન બી-1, એ, બી-6, સી, મેગેનીઝ, કેલ્શિયમ, કોપર, કોર્બોજ 21, સલ્ફ્યુરિક એસિડ વગેરે જેવા પોષક તત્વો વિપુલ માત્રામાં રહેલા છે. એટલા માટે લસણ યોગ્ય માત્રામાં ખાવું જોઈએ .
🧄 લસણથી થતા નુકસાન- કોઈપણ વસ્તુ હોય તેના લાભ અને ગેરલાભ બંને હોય છે. અત્યાર સુધી આપણે લસણના ફાયદા વિશે જાણ્યું છે. તેનાથી ઘણી બીમારીઓ દૂર થાય છે. પરંતુ આજે તેનાથી થતાં નુકસાનની વાત કરીએ.
🧄 બ્લડ પ્રેશર- જે માણસને બ્લડ પ્રેશરની તકલીફ રહેતી હોય તેમણે લસણનું સેવન ન કરવું જોઈએ. બને તો બિલકુલ બંધ કરી દેવું જોઈએ. તેનાથી બ્લડ પ્રેશર ઓછું થાય છે અને બ્લડ પ્રેશરની સમસ્યાથી ઘણી વખત માણસનું મૃત્યુ પણ થાય છે.
🧄 ગર્ભનિરોધક- ગર્ભનિરોધક દવામાં કોઈપણ સ્ત્રી લેતી હોય તેને લસણનું સેવન ક્યારેય ન કરવું જોઈએ. કેમ કે આ દવા ગરમ હોય છે, સાથે તમે લસણનું સેવન કરો. જેથી શરીરમાં વધારે ગરમી ઉત્પન્ન થાય અંતે શરીરમાં આડઅસર થવાની શરૂ થાય છે.
🧄 લીવરની તકલીફ- કોઈ વ્યક્તિને લીવર સાથે જોડાયેલી તકલીફ હોય તેને ભૂલથી પણ લસણનું સેવન ન કરવું જોઈએ. કેટલીક વખત એવું બનતું હોય છે કે પહેલા શરીર સ્વસ્થ હોય અને પછી તકલીફ વધતા કેટલાક લક્ષણો દેખાવા લાગે કે તરત લસણ બંધ કરવું. તેના વધારે સેવનથી લીવરની સમસ્યા ઘટવાને બદલે વધવા લાગે છે.
🧄 ગર્ભાવસ્થા દરમિયાન- કોઈપણ પ્રેગ્નેન્ટ મહિલાએ લસણનું સેવન વધારે પ્રમાણમાં ન કરવું જોઈએ. કેમ કે લસણની તાસીર ગરમ હોય છે. અને તે દરમિયાન લસણનું વધારે પડતું સેવન કરવામાં આવે તો મિસકેરેજ થવાની સંભાવના વધી જાય છે.
🧄 હિમોગ્લોબિન- જો તમારા શરીરમાં લોહીનું પ્રમાણ ઓછું છે તો લસણનું સેવન ન કરવું જોઈએ. કેમ કે લસણના સેવનથી હિમોલાઈટિસ એનીમિયાની સમસ્યા થઈ શકે છે.
🧄 પેટની તકલીફ- ઘણી વખત ફાસ્ટફુડ, તેલ વાળું, તીખું ખાવાના કારણે અલ્સર, ગેસ, ડાયેરિયા જેવી પેટની તકલીફ થતી હોય છે. ત્યારે કોઈપણ વ્યક્તિએ લસણ ન ખાવું જોઈએ.
જો આ લસણ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.