👉 આજે ઘણા લોકોને એસીડીટીની તકલીફ થઈ જાય છે. એસિડિટી સામાન્ય રીતે વધારે તીખો અને તળેલો ખોરાક ખાવાના કારણે થાય છે. પરંતુ એવું ત્યારે બને જ્યારે આપણે આવો તીખો કે તળેલો ખોરાક ખાવાના ઉપયોગમાં લઈએ.
👉 જો એસીડીટીની તકલીફ તમને સવારથી સાંજ સુધી થાય તો તે કોઈ સામાન્ય ના હોય શકે. એસીડીટીના કારણે ઊલટી, ઊબકા કે વારંવાર ખાટા ઓડકાર જેવી તકલીફ એ સૂચવે કે તમને પેપ્ટીક અલ્સર પણ હોય શકે. પેપ્ટીક અલ્સર એ પેટ અને પાચનતંત્ર ને લગતી એક બીમારી છે. તો ચાલો એ બીમારી વિશે થોડું વિશેષ જાણીએ.
👉 પેપ્ટીક અલ્સર : આ બીમારી ત્યારે થાય છે જ્યારે તમારા પેટમાં એસિડનું પ્રમાણ ખૂબ જ વધી જાય. આ એસિડ તમારા શરીરમાં પેટની અંદરની પરત, નાના આતરડાનો ઉપર નો ભાગ, અન્નનળી તેમજ સમગ્ર પચનક્રિયાને નુકશાન પહોંચાડે છે. આ તકલીફ જો વધે તો તેના કારણે પેટનો આંતરિક ભાગ એકદમ સેન્સિટિવ બને છે અને તેમાં રેડનેસની સાથે પેટના અલ્સરની તકલીફ ઊભી થાય છે.
👉 પેપ્ટીક અલ્સરના થવાના કારણો : જ્યારે શરીરમાં જરૂરત કરતાં વધારે એસિડ ભેગું થાય છે એટલે પેપ્ટીક અલ્સરની તકલીફ ઊભી થાય છે. આપણા રોજિંદા ખોરાકમાં આપણે જો વધારે પ્રમાણમાં તરલ પદાર્થ આરોગીએ તો પેટમાં એસીડીક તત્વ વધશે અને તેના એસીડીક તત્વનો વધારો થવાના કારણે કિડની અને ફેફસા શરીરના પીએચને જાળવવામાં અસક્ષમ બને છે.
👉 શરીરમાં એસિડનો વધારો થવાના કારણે તમે તમારા બ્લડમાં એસીડીક વેલ્યુને ચેક કરાવી શકો છો. અને તે ચેકઅપ બાદ તેના રીપોટ પરથી પીએચ માપી શકાય છે. જો પીએચ ઓછું છે તો તેનો મતલબ કે તમારા શરીરમાં અલ્મપિત વધુ છે. સામાન્ય રીતે એક હેલ્ધી શરીરમાં પીએચનું પ્રમાણ 7.4 ની આસપાસ હોવું જોઈએ. પેપ્ટીક અલ્સર શરીરની ઘણી ગંભીર બીમારીનું કારણ બની શકે છે.
👉 બેક્ટેરિયલ ઇન્ફેકશન : ઘણી વાર આપણે ખોરાક પણ બરાબર જ લેતા હોઈએ છીએ આમ છતાં આ તકલીફ થાય તો તેનું કારણ ઇન્ફેકશન હોય શકે છે. ‘હેલિકોબેકટર પાયલોરી’ આ બેક્ટેરિયા પેટના સંક્રમણનું કારણ બનતા હોય છે. આ બેક્ટેરિયા પાચનતંત્રમાં કફની જેમ ચીપકી જાય છે અને તે પેટમાં જલન અને સોજાનું કારણ બનતા હોય છે. તમારા શરીરમાં ખોરાકને પચાવવા માટે એક સ્ટ્રોંગ એસિડ કામ કરતું હોય છે આમ છતાં તે એસિડ પેટમાં ફેલાય જાય છે.
👉 પેઇન કીલર ટેબ્લેટ્સ : આપણે નાની મોટી કોઈ તકલીફ દરમિયાન દર્દ નિવારક એવી દવાઓ જેવી કે એસ્પીરીન, નિમેસૂલાઇડ, હાઇક્લોફેનાક, એવી ઘણી દવાઓ લેતા હોઈએ છીએ જે અલ્સરનું કારણ બનતી હોય છે. આ તકલીફ તમામ ને થાય એવું નથી અમુક કેસમાં આવું બની શકે છે. જે લોકોને આવી દવાઓનું વધારે પડતું સેવન કરવું પડે છે તેમને આ તકલીફ થાય કે પછી જે લોકો 70 કે 75 ની ઉમરે પહોંચ્યા છે તેમને આ તકલીફ આવી મેડીસીનના કારણે થાય છે.
👉 કોઈ એવી બિમારીઓને કારણે : હાર્ટ, લીવર, કિડની કે ફેફસાની જે લોકોને બીમારીઓ હોય તેમનામાં આ પેપ્ટીક અલ્સરની તકલીફ વધી શકે છે. જે લોકોએ સર્જરી કરાવેલી હોય તેમને સ્ટેરોયડ જેવી દવાઓ લેવી પડે છે અને તેના કારણે પણ આ અલ્સર વધે છે.
👉 પેપ્ટીક અલ્સરથી બચવા શું કરવું : આ તકલીફથી બચવા માટે બને ત્યાં સુધી મસાલેદાર અને તીખા ચટપટ્ટા એવા ખોરાક ના લેવા. જે લોકોને ધૂમ્રપાન, શરાબ, પાન-માવા જેવી આદત હોય છે તેમણે પણ આ ટેવ ઓછી કે સાવ દૂર જ કરવી જોઈએ. આ તકલીફ જ્યારે ઓછી હોય છે ત્યાં જ તેની તકેદારી લેવી જોઈએ અને ખોરાક પર વિશેષ ધ્યાન આપીને જે નડતાં ખોરાક છે તે ન લેવા જોઈએ.
👉 પેપ્ટીક અલ્સરના લક્ષણો : પેપ્ટીક અલ્સરના લક્ષણો દરેક લોકોને એકસમાન હોતા નથી ઘણા લોકોને ખોરાક લીધા બાદ 2 કે 3 કલાક બાદ તેની તકલીફ થતી હોય છે. ઘણા લોકોને ભોજન બાદ તુરંત જ પેટમાં જલનનો અનુભવ થાય છે. ઘણા લોકોને સવારથી જ આવી તકલીફ જણાતી હોય છે પેટના ઉપરના ભાગમાં તીવ્ર જલન સાથે ઊબકા કે ઊલટી જેવી તકલીફ પણ થાય છે.
👉 ઈલાજ : પેપ્ટીક અલ્સરની તકલીફ જો સામાન્ય છે તો તમે તેને નિવારવા માટે પોતાના ખોરાકમાં સુધાર લાવી શકો છો પેટમાં એસિડ ના બને તેવો ઠંડો ખોરાક લઈ શકો છો. જો આ તકલીફ સામાન્ય છે ત્યાં જ તમારે દૂધનું સેવન વધારી દેવું જોઈએ. અને આમ છતાં જો તકલીફમાં કોઈ ફર્ક ના જણાય તો યોગ્ય ડૉક્ટર્સની સલાહ લઈને તેની યોગ્ય ટ્રીટમેન્ટ પણ કરાવવી જોઈએ. પેપ્ટીક અલ્સરને કારણે બીજી પણ ઘણી તકલીફ વધી શકે છે માટે તેને ખૂબ જ ઝડપથી નિવારવું જોઈએ.
જો પેપ્ટીક અલ્સર વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.