📸દોસ્તો, આપણા સૌના ઘરોમાં આપણા પિતૃદેવતાની છબી હોવી સામાન્ય બાબત છે. આ છબી આપણા ઘરમાં હોવાથી આપણે હંમેશા આપણા પિતૃઓના દર્શન તો મેળવી જ શકીએ છીએ પરંતુ તેઓની પણ આપણા પર હંમેશા કૃપા બની રહે છે. આપણે એક વાત નથી જાણતા કે હકીકતમાં આપણે આ છબીને કઈ દિશામાં રાખવી જોઈએ.
વાસ્તુશાસ્ત્ર અનુસાર જો યોગ્ય દિશામાં તેને ના રાખો તો તેનાથી તમને તકલીફ પણ થઈ શકે છે. તો આજે આપણે વાસ્તુશાસ્ત્ર મુજબ કઈ દિશામાં પિતૃઓની છબી રાખવી જોઈએ અને કઈ દિશામાં તેને ના રાખી શકાય તે વિસ્તારથી જોઈશું. તો આ આર્ટિકલને પૂર્ણ વાંચો અને જાણો.
📸આપણી પરંપરા અને સંસ્કૃતિ અદભૂત છે, આપણી ભારતીય સંસ્કૃતિનો જોટો પૂરી દુનિયામાં ના મળે. આપણને આપણા પૂર્વજો, આપણા વડીલો વગેરેના માટે માન છે, આદર છે તે હંમેશા રહેશે. આપણા 12 મહિના ઓમાં એક માસ આપણે આપણા પિતૃઓને અર્પણ કરેલો છે તે માસમાં આપણે તેઓને યાદ કરીને તેના માટે પિંડદાન કરીએ છીએ, તેને જળ ચડાવીએ છીએ, હોમ-હવન કરીએ છીએ, આમ તર્પણ કરીને તેઓના આશીર્વાદ મેળવીએ હંમેશા તેમની અમી દ્રષ્ટિ આપણા પર બની રહે તેવી કામના કરીએ છીએ. પરંતુ આપણે એ વાત નથી જાણતા કે આપણા પિતૃદેવની છબી કઈ દિશામાં હોવી જોઈએ.
🙏સૌથી પહેલા આપણે જોઈએ કે આપણા પિતૃઓની છબી ક્યારેય મંદિરમાં ના હોવી જોઈએ. તેને અશુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર આપણા ઘરમાં મંદિર ઇશાન ખૂણામાં હોય છે, તેથી પિતૃ દેવતાની છબી આપણે પૂર્વ દિશામાં રાખવી જોઈએ જોઈએ. અને જો તમારા ઘરમાં પૂજાઘર પૂર્વ દિશામાં હોય તો પિતૃઓની છબી ઇશાન ખૂણામા રાખવી યોગ્ય માનવામાં આવે છે.
🙏વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર દિશાને ઉર્જાનો સ્ત્રોત ગણવામાં આવે છે અને તેથી ઉત્તર દિશામાં પિતૃઓની છબીને રાખવી શુભ મનાય છે. પશ્ચિમ અને દક્ષિણ દિશામા પિતૃઓની છબીને ક્યારેય ના રાખવી જોઈએ. જો આ દિશામાં આપણે એ છબીઓને રાખીએ તો ઘરની પ્રગતિ રૂંધાય છે. ઘરનો વિકાસ અટકે છે. આપણી વિકસાવેલી સંપત્તિને પણ તે બહાર ધકેલે છે.
🙏જે દીવાલ પર આપણા પિતૃદેવતાની છબી રાખવામાં આવી છે તે છબીની આજુબાજુમાં ઘરના કોઈ જીવિત વ્યક્તિની તસ્વીર ના હોવી જોઈએ, તેને ખૂબ જ અશુભ માનવામાં આવે છે. ઘણી વાર જે જીવિત વ્યક્તિ પર દુષ્પ્રભાવ પણ પાડવાનો સંભવ છે. તો આ વાતને ખાસ યાદ રાખવી.
🙏ઘરના મધ્યભાગમાં એટલે કે બ્રહ્મસ્થાનમાં કોઈ દિવસ આપણા પિતૃદેવની છબી ના રાખવી જોઈએ. આ સ્થાન પર આપણા પિતૃઓની છબી રાખવાથી તેના માન-સમ્માનને ઠેશ પહોંચે છે. દ્વારના ઉપરના ભાગમાં પણ ના રાખવી જોઈએ તેમ રાખવાથી પણ તેઓનું માન જળવાતું નથી, તો આ સ્થાન પણ યોગ્ય નથી
🙏આપણા પિતૃદેવતાની છબીને જે માળા ચડાવો છો તે કા તો સુખડની હોવી જોઈએ અથવા તો તે કુદરતી ફૂલોની હોવી જોઈએ, અને આ માળા રોજ બદલવી જોઈએ. આર્ટિફિશિયલ ફૂલની માળા ક્યારેય ના ચડાવવી.
જો ટાયરની હવા વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. તમારે બીજી શેન વિષે માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.