👉 બધા લોકોને પોતાનું ઘર સ્વચ્છ રાખવું વધુ ગમતું હોય છે. એવામાં મહિલાઓ પૂરા દિવસ દરમિયાન ઘણી સાફ સફાઇ કરતી હોય છે. તેમાં રોજ ઘરની ફર્શને બધી મહિલાઓ ભૂલ્યા વગર સાફ કરે છે. પરંતુ ઘણી વખત એવા દાગ લાગી ગયા હોય જે દૂર થવાનું નામ નથી લેતા. તેને દૂર કરવા મહિલાઓ અલગ અલગ પ્રયત્નો કરતી હોય છે. પરંતુ પરિણામ સારું મળતું નથી.
👉 આ બધી પ્રોબ્લેમ્સને દૂર કરવા માટે તમારા માટે અમે એવા ઉપાયો લઈને આવ્યા છીએ જેને પાણીમાં નાખી પોતું કરવાથી તમારા ઘરની ફર્શ એકદમ ચમક્વા લાગશે અને જિદ્દી દાગ પણ ઝડપથી દૂર થઈ જશે.
👉 પાણીમાં મીક્ષ કરો વિનેગર :- જો તમારા ઘરની ફર્શ પર જિદ્દી દાગ અને મેલ જતો નથી તો પાણીની ડોલમાં 2 ચમચી વિનેગરની નાખવું, વિનેગર એસીડીક હોય છે. જેથી ફર્શ પર રહેલા દાગ ઝડપથી દૂર થાય છે. છતાં દાગ દૂર ન થાય તો દાગ પર વિનેગરના ટીપા નાખીને કપડાંથી સાફ કરવાથી દાગ જતો રહે છે.
👉 લીંબુ અને મીઠું :- હવે ઘરના કિચનમાં રહેલી વસ્તુથી પણ આ ઉપાય થઈ શકે છે. જો લીંબુ અને મીઠું પાણીમાં નાખીને પોતું કરો દાગ દૂર થશે અને ફર્શ પણ ચમક્વા લાગશે છે. આ પ્રયોગ કરવા માટે પાણીમાં લીંબુ અને મીઠું મીક્ષ કરીને નાખો અને તેનું પોતું કરો ત્યાર બાદ તે સુકાઈ ગયા બાદ નોર્મલ પાણીથી પોતું કરી નાખવું. આ ઉપાય કરવાથી તમારા ઘરની ફર્શ ચમક્વા લાગશે.
👉 બેકિંગ સોડા :- બેકિંગ સોડા અર્થાત ખાવાનો સોડા આપણને ઘણા કાર્યોમાં કામ આવે છે. જો બેકિંગ સોડાંનો ઉપયોગ પાણીમાં નાખી પોતું કરવામાં આવે તો તમારા ઘરની ફર્શ ચમક્વા લાગશે અને જિદ્દી દાગ પણ દૂર થઈ જાય છે. આ પ્રયોગ કરવા માટે એક બાલ્ટી પાણીમાં 1 ચમચી બેકિંગ સોડા નાખવા અને તેનું પોતું કરવું, ધ્યાન રાખવું કે બેકિંગ સોડા વધુ માત્રામાં ન ઉમેરવો જેનાથી સફેદ દાગ પડી શકે છે.
👉 નેપ્પથાઈલ બોલ્સ :- આ વસ્તુ પાણીની ડોલમાં નાખખી પોતું કરવાથી ફર્શ તો સાફ થઈ જશે તેની સાથે સાથે ઘર સુગંધિત પણ થઈ જશે. નેપ્પથાઈલ બોલમાં એવા તત્વો હોય છે જે ઘરમાં સુગંધ ફેલાવે છે. આ પ્રયોગ કરવા માટે, સૌપ્રથમ પાણીની બાલ્ટીમાં નેપ્પથાઈલ બોલ નાખો અને પાણીને 30 મિનિટ સુધી એમજ રહેવા દો, જેનાથી નેપ્પથાઈલ બોલમાં રહેલા તત્વો પાણીમાં ભળી જાય. હવે આ પાણી લઈને પોતું કરવું. આ પ્રયોગ કરવાથી ફર્શ ચમકવાની સાથે સુગંધિત પણ થશે.
👉 ઉપર દર્શાવેલ વસ્તુમાંથી કોઈ પણ એકને પાણીમાં નાખી પોતું કરો તો તમારાં ઘરની ફર્શ એકદમ ચમક્વા લાગશે અને જિદ્દી દાગ ધબ્બા ઝડપથી દૂર થશે. ઉપરાંત તમે બજારમાં મળતા ફર્શ સાફ કરવાની પ્રોડકટ પર થતાં ખર્ચાથી પણ બચી શકશો.
જો આ ફર્શ સાફ કરવા વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.