વાળ ખરવાની સમસ્યાને પહેલા લોકો નજરઅંદાજ કરતા હોય છે, વાળ ખરતા ન અટકાવામાં આવે તો લોકો પોતાની ઉંમર કરતા વધારે ઉંમરના દેખાવા લાગતા હોય છે, તેથી જ લોકો વધુ તણાવમાં પણ આવી જાય છે. કેટલીક આયુર્વેદિક જડી બુટ્ટી વાળને ખરતા રોકે છે. જો તમે બજારમાં મળતી વસ્તુનો ઉપયોગ કર્યા કરતા આયુર્વેદિક વસ્તુ તમારા વાળમાં નાખશો તો વાળનો ગ્રોથ વધશે અને ખરતા અટકી શકે છે.
તમે આ ઘરેલુ ઉપાય કરીને ખરતા વાળ અટકાવી શકો છો. આ ઉપાય છે દાડમના પાનનો તો ચાલો જાણીએ તે ઉપાય. તમને એ ખબર નહીં હોય કે તેના દાડમના પાનનો ઉપયોગ ખરતા વાળ અટકાવવા માટે કરવામાં આવે છે. તેના પાનનું તેલ બનાવીને પણ માથામાં ઘસવામાં આવે તો ઘણું ગુણકારી નીવડે છે. તો ચાલો એક નજર કરીએ લેખ પર કેવી રીતે દાડમના પાનનો ઉપયોગ કરવાથી ખરતા વાળ અટકી શકે છે.
વાળમાં આ રીતે લગાવો રસ- દાડમના ઘણા બધા પાન ભેગા કરી તેને સાફ કરી નાખો. હવે તે સાફ કરેલા પાનનો રસ બનાવી પેસ્ટ જેવું રેડી કરો. તે પેસ્ટને ગાળી લઈ જે રસ નીચે ભેગો થાય તેને વાળમાં લગાવો. રસને લગાવતી વખતે ખાસ ધ્યાન રાખવું કે જડમાંથી લગાવાનો શરૂ કરો. તે રસ લગાવ્યાના 20થી 30 મિનિટ સુધી સુકાવા દો. તે પછી વાળને ચોખ્ખા પાણીથી સાફ કરી નાખો. આ રીતે દાડમના પાનનો રસ લગાવશો તો વાળ ખરતા અટકશે.
દાડમના પાનનો પેક- દાડમના પાનમાંથી તમે હેર પેક પણ બનાવી શકો છો. જે તમારા ખરતા વાળમાં ઘણી મદદ કરશે. પાનમાંથી પેસ્ટ બનાવી તે પેસ્ટમાં તમે એક લીંબુ એડ કરો. હવે આ તૈયાર કરેલા પેકને થોડી વાર એમ જ રહેવા દો. થોડી વાર પછી તેને વાળ અને સ્કાલ્પમાં લગાવી શકો છો. મહેંદીની જેમ આ હેર પેકને પણ તમે અડધો કલાક સુધી તમારા માથામાં રહેવા દો. પછી તેને શેમ્પૂ વડે સાફ કરી લો. વાળ એકદમ સિલ્કી થઈ જશે.
આ રસથી માથામાં માલિશ- કંટાળી ગયા હોય અથવા માથું દુખતું હોય તો પણ મટી જશે. દાડમના પાનના રસમાં નાળિયેરનું તેલ અથવા કોઇ પણ બીજું તેલ એડ કરીને માથામાં માલિશ કરી શકો છો. આમ કરવાથી વાળ વધવા લાગશે. અને હેરફોલની સમસ્યા હશે તે દૂર થઈ જશે. અઠવાડિયામાં એક કે બે વાર આ પ્રયોગ તમે કરી શકો છો.
આ રસમાં નાળિયેર તેલ મિશ્રણ કરી બોટલમાં ભરીને પણ રાખી શકો છો. જેથી ગમે ત્યારે તમે યુઝ કરી શકો. માલિશ તમારે હળવા હાથે ઓછામાં ઓછી 20 મિનિટ સુધી કરવી. એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે માલિશ કર્યા બાદ માથું ધોવાનું ભૂલાય નહીં. વાળ ચોખ્ખા પાણી વડે સાફ કરી નાખવા.
વાળનો ગ્રોથ વધારશે- ઘણા લોકોને વાળનો ગ્રોથ શરૂઆતથી જ ઓછો હોય છે અને તેમાં પણ જો વાળ ખરવા લાગે તો ટાલ પડવા જેવી સ્થિતિ ઉભી થતી હોય છે. તેટલા માટે દાડમના પાનનો રસ ઘણો ફાયદો આપશે. આ રસનું તમે તેલ બનાવી શકો છો.
સૌથી પહેલા દાડમના પાનનો રસ કાઢી લો. તેમં સરસવનું તેલ એડ કરી લો. પછી તેને માથામાં લગાવો જે જગ્યા પર વાળ આછા થઈ ગયા હશે ત્યાં થોડું હળવા હાથે વધારે ઘસવું જોઇએ. હેર ફોલની સમસ્યા હોય તો ચોક્કસ પણે આ પ્રયોગ કરવો જોઇએ. વાળનો ગ્રોથ વધારવા માટે ઘણો ફાયદાકારક છે આ પાનનો રસ.
હેરફોલથી બચવા આટલું કરો-
(1) વિટામિન સીથી ભરપૂર આમળાનું સેવન કરવું જોઇએ. અથવા આમળાનો રસ કાઢી વાળમાં લગાવવો જોઈએ. (2) હેલ્ધી ખોરાકનું પણ સેવન કરી શકો છો. વિટામિન ઈ, વિટામિન એ, વિટામિન ડી જરૂરી પોષક તત્વોને તમારા ખોરાકમાં સામેલ કરી શકો છો.
(3) ખરતા વાળ અટકાવવા હોય તો વધારે પડતા કેમિકલ વાળા શેમ્પૂ અને કંડિશનનો ઉપયોગ ન કરવો જોઈએ. બને ત્યાં સુધી અઠવાડિયામાં ત્રણથી વધારે વાર ઉપયોગ ન કરવો જોઈએ. (4) બાઇક કે એક્ટિવા પર બહાર જતી વખતે વાળને કવર કરવા જરૂરી છે. તમારા વાળને ગરમીમાં બને એટલા ચોખ્ખા રાખવાનો પ્રયત્ન કરવો જોઈએ.
(5) મીઠા લીમડાને સૂકવી તેનો પાઉડર બનાવીને પણ માથામાં લગાવી શકો છો. (6) એલોવેરા તમારા વાળની સમસ્યાઓ માટે અસરકારક ઉપાય સાબિત થઈ શકે છે. તેનો ગર્ભ માથા પર લગાવો તે નેચરલ કન્ડિશનર કહેવાય છે.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો. તેમજ ઉપરના કોઈ પણ પ્રયોગ કરો ત્યારે કોઈ આયુર્વેદ અનુભવીની સલાહ જરૂર લો. કેમ કે, સૌની તાસીર અલગ હોય છે. માટે તમારી તાસીરમાં શું યોગ્ય રહે છે તે મુજબ આગળ વધો.