💸આજકાલ ઓનલાઈન ફ્રોડ વધી ગયા છે, . જેમાં કેટલાય લોકોના પૈસા બેંકમાંથી ઉપડી જતાં હોય છે. જેના લીધે અત્યારના સમયમાં કોઈપણ સાચી સ્કીમ પર વિશ્વાસ આવતો હોતો નથી. જો તમારા પૈસા સિક્યોર રાખવા હોય તો પોસ્ટ ઓફિસમાં એવી ઘણી સ્કીમો છે જેમાં તમારી બચત કરી શકો છો.
💸ઘણા લોકો છે જે વર્ષોથી પોસ્ટ ઓફિસમાં પોતાની બચત કરતાં હોય છે. કેમ કે તેમાં પૈસા સુરક્ષિત રહેતા હોય છે. કોઈ પ્રકારનું જોખમ રહેતું નથી. તો પોસ્ટ ઓફિસમાં કેટલીક સ્કીમો એવી છે. જેમાં તમને બેંકની એફ ડી કરતાં પણ વધારે વ્યાજ મળશે. તો ચાલો જાણીએ આ સ્કીમ વિશે જેમાં તમારા પૈસા ડબલ થઈ જશે અને લાંબા સમય સુધી પૈસા પર સુરક્ષિત રહેશે.
💸કિસાન વિકાસ પત્રની આ યોજના આ યોજનામાં તમે તમારા પૈસા રોકી શકો છો. સાથે આમાં એક વસ્તુ વધુ સારી છે કે 3 જણા એક સાથે જોઈન્ટ એકાઉન્ટ ખોલાવી શકે છે. આ યોજનામાં કોઈપણ પ્રકારનું જોખમ રહેતું નથી. જાણીએ વધુ માહિતી.
💸પોસ્ટની નેશનલ સેવિંગ સર્ટિફિકેટ સ્કીમ- આ સ્કીમ પર 6.8% વ્યાજ મળશે. સાથે ટેક્સની છૂટ મળી રહેતી હોવાથી વધારે સારું રહેશે. આ એનએસસી સ્કીમ 5 વર્ષની છે. 5 વર્ષમાં તમારા બચાવેલા પૈસા અંદાજે 10.59 વર્ષમાં ડબલ થઈ જાય છે.
💸કિસાન વિકાસ પત્રની સ્કીમ- આ સ્કીમમાં પહેલાના લોકો વધારે પૈસા રોકતાં હતા. ભારત સરકારની આ યોજના સુરક્ષિત યોજના છે. તેને ડબલ મની યોજના કહી શકાય છે. જેમાં તમને વાર્ષિક 6.9% વ્યાજ મળશે. એટલે તમારા પૈસા 124 મહિના (10 વર્ષ અને 4 મહિના)માં ડબલ થઈ જશે. તેમાં રકમની કોઈ મર્યાદા નથી 1000 રૂપિયાના રોકાણથી શરૂ કરી શકો છો. તેમાં કોઈપણ સંખ્યામાં ખાતું ખોલાવી શકાય છે.
💸સિનિયર સિટીઝન સેવિંગ સ્કીમ- બીજી સ્કીમ છે. સિનિયર સિટીઝન સેવિંગ યોજના જેમાં પોસ્ટ ઓફિસમાં તમારા પૈસા અંદાજે 113 મહિનામાં ડબલ થઈ જશે. આ સ્કીમમાં તમે 7.6% વ્યાજના દરનો લાભ ઉઠાવી શકશો.
💸ટાઈમ ડિપોઝિટ યોજના- પોસ્ટ ઓફિસની દરેક સ્કીમ લાંબા સમયની હોય, પરંતુ વધારે લાભ આપનારી હોય છે. બીજું કે આમાં કોઈ પ્રકારનો પૈસા ગુમાવવાનો ભય રહેતો નથી. તેવી રીતે આ ટાઈમ ડિપોઝિટ સ્કીમ ઘણી સારી છે. તેમાં એકથી ત્રણ વર્ષ સુધીના સમયમાં જે પૈસા ડિપોઝિટ કર્યા હોય તેના પર 5.8% નું વ્યાજ મળશે. જો તમે આ સ્કીમમાં રોકાણ કરશો તો 13 વર્ષ સુધી પૈસા ડબલ થઈ જશે.
💸સુકન્યા સમૃદ્ધિ સ્કીમ- આ સ્કીમનો લાભ મોટાભાગના લોકો લઈ રહ્યા છે. હાલ આ યોજના 7.6% જેટલું વ્યાજદર આપી રહી છે. આ યોજનામાં તમે એક વર્ષમાં વધારેમાં વધારે 1.50 લાખ અને ઓછામાં ઓછા 250 રૂપિયા સુધીનું રોકાણ કરી શકો છો. એટલું જ નહીં આ સ્કીમ તમને વાર્ષિક ચક્રવૃદ્ધિ વ્યાજ પણ આપશે. આ સ્કીમમાં તમારા પૈસા સાડા નવ વર્ષે-113 મહિનામાં ડબલ કરશે. આ યોજનામાં તમે રોકાણ કરો તો તેનો લાભ 21 વર્ષ પછી મળતો હોય છે. વધારે માહિતી મેળવવા માટે પોસ્ટ ઓફિસનો સંપર્ક કરી શકો છો.
જો આ પોસ્ટ ઓફિસની યોજના વિષેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.