બટાટાનું સેવન શરીર માટે નુકસાનકારી છે તે બધા લોકો જાણતા હોય છે. આખા બટાટાનું સેવન કરવાથી વજન વધવાની સમસ્યા થાય છે. તેને ઓછું કરવા માટે લોકો કેટલી મહેનત કરતાં હોય છે અને તે મહેનત લાંબા સમય સુધી કરવી પડે છે. બટાટાની અંદર કેલેરી ઓછી રહેલી હોય છે અને તેના સેવનથી શરીરમાં ફેટ વધારે મળે છે. તે ફેટના કારણે શરીર ફૂલવા લાગે છે એટલે કે, શરીરમાં ચરબી વધવા લાગે છે. આજે આપણે જાણીએ કે બટાટા કરતાં તેના રસમાં વધારે શક્તિ રહેલી હોય છે અને તે વજન ઘટાડવામાં પણ મદદ કરે છે.
આ આર્ટીકલ બટાટાના રસ વિષે લખેલો છે. આયુર્વેદ પ્રમાણે બટાટાના રસની અંદર વજન ઘટાડવાની ક્ષમતા રહેલી છે. બટાટાનો રસ કરી પીવાથી શરીરમાં આયર્ન, પોટેશિયમ, પ્રોટીન, કેલ્શિયમ, ફાઈબર, વિટામીન્સ- A, C, B અને ફૉસ્ફરસ મળી રહે છે. બટાટાનો રસ કેવી રીતે બનાવવો તે નીચે જણાવીશું પહેલા તેનાથી થતાં ફાયદાઓ વિષે જાણી લેવું જરૂરી છે.
મહિલાઓ માટે વજન ઘટાડવા માટે સૌથી મહત્વનુ છે, ભૂખ ઓછી લાગવી. વજન વધારે હોય તેવા લોકોને ભૂખ પણ વધારે લાગે છે. ભૂખને કંટ્રોલ કરવા માટે બટાટાનો રસ ખુબજ ઉપયોગી છે. સવારે નાસ્તો કર્યા પહેલા એક બટાટાનો રસ કાઢી લેવો જોઈએ અને તેનું સેવન કરવું. પછી થોડો નાસ્તો કરવો. તેવું નિયમિત કરવાથી ભૂખ કંટ્રોલમાં આવી જશે અને વધારે સમય ભૂખ ન લાગવાથી વજન ઓછો થવા લાગશે.
બટાટાના રસના સેવનથી હાડકાના સાંધામાં થતો દુખાવો ઓછો કરે છે. સાથે કોઈ જગ્યાએ થતો સોજો પણ મટાડવામાં મદદ કરે છે. જે લોકોને લોહી સબંધિત સમસ્યા રહેલી છે તેને પણ બટાટાના રસનું સેવન કરવું જોઈએ. તેનાથી લોહી બધી જ નસોમાં બરાબર ભ્રમણ કરે છે અને લોહી શુધ્ધ કરવામાં મદદ કરે છે. આર્થરાઈટીસની સમસ્યા હોય તેમને દિવસમાં બે વાર આ રસને પીવો જોઈએ.
વાળ ખરવાની સમસ્યા મહિલા અને પુરુષ બંનેને સરખી જોવા મળી રહી છે. ઘણા લોકોને ઉમર નાની હોવા છતાં વાળ ખરવાની સમસ્યા થઈ રહી છે. તે વાળને ખરતા અટકાવવા માટે બટાટાનો રસ ખુબજ ઉપયોગી છે. રોજે દિવસમાં એક વાર બટાટાના રસનું સેવન કરવું.
સાથે બટાટાને પીસીને તેની અંદર એક ચમચી મધ અને ઇંડામાં રહેલી સફેદ વસ્તુ મિક્સ કરી તેની પેસ્ટ બનાવી આઠ દિવસમાં એક વાર વાળમાં લગાવવા જોઈએ અને 1 કલાક પછી ઠંડા પાણીથી વાળને ધોઈ લેવા. વાળ મુલાયમ અને સિલ્કી બની જશે.
બટાટાનો રસ મગજ સબંધિત બીમારી અને હ્રદય સબંધિત બીમારી દૂર કરવામાં મદદ કરે છે. રોજે સવારે બટાટાના રસનો અર્ધો ગ્લાસ પીવાથી હ્રદયની બ્લોક નળીઓ ખુલવા લાગે છે. મગજની નસોમાં આવતા અટેક એટેલે કે, સ્ટોક આવવાની સંભાવના ઓછી કરે છે. મગજનું ટયૂમર મોટું થતાં અટકાવે છે.
બટાટાનો રસ દવા જેવુજ કામ કરે છે. કિડનીમાં થતી સમસ્યા પણ ઓછી કરવામાં મદદ કરે છે. શરીરમાં રહેલી શુગરની માત્રા પણ ઓછી કરે છે અને ડાયાબિટીસ કંટ્રોલમાં રાખે છે. બ્લડપ્રેશર કંટ્રોલમાં રાખવા માટે પણ બટાટાનો રસ મદદ કરે છે. જાપાનના લોકો બીમારીને દૂર રાખવા માટે નિયમીત બટાટાના રસનું સેવન કરે છે.
- બટાટાનો રસ બનનાવવા ની રીત.
નિયમિત સેવન કરવા માટે એક નાનું બટાટુ લેવું અને તેને પેલા એક વાસણની અંદર પીસવું તેમાં થોડું પાણી મિક્સ કરી પછી તેને એક ગરણીની મદદથી ગળી લેવું. ગરણીમાં પીસેલું બટાટુ પણ રાખવું અને તેને દબાવી પૂરો રસ કાઢી લેવો. દિવસમાં બે વાર સેવન કરવા માટે બંને વાર તાજો રસ બનાવી તેનું સેવન કરવું.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.