મિત્રો જો તમારું મન મજબુત હશે તો દુનિયાની કોઈપણ તાકાત તને હરાવી નહિ શકે. જીવનમાં ગમે તેવા કપરા સમયમાં તમે આવી ગયા હો તો પણ તમે તમારી મજબુત હિંમત અને ઈરાદા વડે તમે ધરેલા મુકામ સુધી પહોચી શકો છો. પણ તેના માટે જરૂરી છે તમારો આત્મવિશ્વાસ. જો એ મજબુત હશે તો જીવનની ગમે તેવી મુશ્કેલીનો તમે સહેલાઈથી સામનો કરી શકશો.
મિત્રો તો તમે પણ આવા મજબુત આત્મવિશ્વાસ કેળવવા તૈયાર છો તો આજે અમે તમને એવી 6 આદતો અંગે જણાવીશું કે જેના વિશે જાણીને તમે પોતે જ કહેશો કે જો મનોબળ મજબુત હશે તો ગમે તે મુકામ સુધી પહોચી શકાય છે. ચાલો તો આ આદત વિશે જાણી લઈએ. આ લેખ મોર્નિંગ મિરેકલ નામની બુક પરથી લેવામાં આવેલો છે. જે એક બેસ્ટ સેલર બુક છે. તમને આ લેખમાંથી ખુબ જાણવાનું મળશે. તેની ગેરંટી.
આ એક એવા વ્યક્તિની વાત છે જેનું એક ખુબ જ ભયાનક એક્સીડેંટ થયું હતું. આ અકસ્માત માં તેના શરીરના મોટાભાગના હાડકાઓ ભાગી ગયા હતા. એટલું જ નહિ પણ ઓપરેશન દરમિયાન તેનો જીવ પણ ચાલ્યો ગયો હતો. પણ માત્ર પાંચ મિનીટની અંદર તે ફરીથી જીવિત થયો અને કોમામાં ચાલ્યો ગયો જયારે તે ભાનમાં આવ્યો ત્યારે ડોકટરે તેને કહ્યું કે તે ક્યારેય ચાલી નહિ શકે.
અમે જે વ્યક્તિની વાત કરી રહ્યા છીએ તેનું નામ છે હેલ એલર્ટ. જેનું 1999 માં ખુબ જ ગંભીર અકસ્માત થયો હતો. પણ આજે તે ખુબ સફળ વ્યક્તિ છે. આજે તે એક ખુબ ફેમસ સ્પીકર છે. તેમજ ઇન્ટરનેશનલ બેસ્ટ સેલિંગ ઓથાર પણ છે અને એક મેરેથોન રનર પણ છે. હેલ એલર્ટ એ પોતાના જીવનથી હાર ન માની. અને જીંદગી સાથે એક જંગ લડી. પોતાના જીવનમાં તેણે એવી 6 આદતો અપનાવી કે જેના પરિણામે આજે તે ખુબ સફળ વ્યક્તિ રૂપે પ્રખ્યાત છે. ચાલો તો તેમની આ 6 આદતો અંગે જાણી લઈએ.
- કસરત
મિત્રો કસરત એ શરીરને તંદુરસ્ત રાખવામાં ખુબ મદદ કરે છે. આથી તમારે પણ પોતાના શરીરને ફીટ રાખવા માટે પોતાની જીવનશૈલીમાં યોગ કે કસરતનો સમાવેશ કરવો જોઈએ. તેનાથી તમારું શરીર મજબુત અને તંદુરસ્ત રહે છે. કસરત એક એવી વસ્તુ છે કે જેનાથી તમારું શરીર કોઈપણ મુશ્કેલીમાં તંદુરસ્ત રહી શકે છે. આ માટે તમારે કોઈ જીમ જવાની જરૂર નથી પણ તમે ઈચ્છો તો ઘરે પણ કસરત કરી શકો છો, યોગ કરી શકો છો. પણ જરૂરી છે કે તમારે તમારી આળસ છોડવી પડશે. પોતાના મૂડ હંમેશા ફ્રેશ રાખવો પડશે.
- સમર્થન
અહી સમર્થન નો અર્થ એવો છે કે તમારે પોતાની જાતને એ વિશ્વાસ આપવાનો છે. ‘હું કોઈપણ મુશ્કેલીનો સામનો કરી શકીશ. પોતાના સબ કોન્શીયંસ મગજને વારંવાર કહેતા રહો કે હું જે પણ કરું છું એ યોગ્ય જ છે, મારા કામમાં કોઈ ખામી નથી, હું મારી સફળતા સુધી પહોચીને રહીશ, હું કોઈપણ રીતે હાર નહી માનું, હું જીવનમાં હંમેશા ખુશ રહેવા માંગું છું,’ આવા વાક્યો હંમેશા પોતાની જાતને કહેતા રહો. અને તમારું મગજ આ વાતને ધીમે ધીમે સ્વીકારી લેશે. અને તેના પરિણામે તમે એક દિવસ ચોક્કસ સફળતાના શિખર પર પહોચી શકશો.
- વાચન
જીવનમાં જો તમારે સફળ થવું જ હોય તો હંમેશા પોતાની જાતને મોટીવેટ કરતા રહો. એ માટે જરૂરી છે તમારે એવા લોકોની પુસ્તકોનું વાચન કરવું જોઈએ જેમના પુસ્તક વાચવાથી તમને એક પ્રેરણા મળે, તમારામાં એક નવી સ્ફૂર્તિ નો અનુભવ થવા લાગે. આમ તમારે વધુ કઈ નહી તો પણ દરરોજ ના લગભગ 7 થી 8 પેઈજ કોઈપણ પુસ્તકના વાચવા જોઈએ. તેનાથી તમારું જ્ઞાન વધશે તેમજ દુનિયાની ગતિવિધિઓ વિશે તમારું જ્ઞાન વધશે. તમારામાં એક નવી વાચન શક્તિનો વિકાસ થશે. અને તમે જીવનના એક ઉચ્ચ શિખર સુધી પહોચવામાં તે તમારી મદદ કરશે.
- મૌન
કહેવાય છે કે મૌનમાં ઘણી શક્તિ રહેલી છે. આથી લોકો પોતાના રોજીંદા જીવનમાં થોડોક સમય તો મૌનને આપવો જોઈએ. મૌન કરવાથી તમારી અંદર એક નજર કરી શકશો. પોતાની શક્તિઓને જાગૃત કરવા માટે મૌન ખુબ જરૂરી છે. આથી તમારા દિવસની શરૂઆત જ મૌન દ્રારા કરો. સવારે થોડો સમય પોતાના માટે કાઢો. સવારે ઉઠતાની સાથે બહારનું કંઈ પણ વાચવા કરતા થોડો સમય મૌન રહીને મેડીટેશન કરો. પોતાના મગજને તાજગી આપો. મનને પ્રફૂલ્લીત કરો.
- કાલ્પનિક દ્રશ્ય
આ ખુબ જ અસરકારક આદત છે. દરેક વ્યક્તિઓના કોઈને કોઈ સપનાઓ હોય છે અને તે સપના પુરા કરવા માટે તે દિનરાત મહેનત કરે છે. આથી જો તમે પણ સફળ થાવ માંગો છો તો પોતાના મનમાં સફળતા માટેનું એક કાલ્પનિક દ્રશ્ય ઉભું કરો. જો તમે કોઈ સિંગર, અથવા પેઈન્ટર અથવા તો એક સફળ બિજનેસમેન બનવા માંગો છો તો પોતાના મનમાં એવું ચિત્ર ઉભું કરો કે લોકો તમને મળવા માટે આતુર છે, તમારો અવાજ સાંભળવા માંગે છે, તમારા સાથે હાથ મિલાવવા માંગે છે, દુનિયાની મોટી હસ્તીઓ તમને મળવા માંગે છે. વગેરે કાલ્પનિક દ્રશ્યો ઉભા કરો. આનાથી તમને એક મોટીવેશન મળશે.
- લેખન
મિત્રો કોઈપણ વ્યક્તિ માટે લેખન એક એવી વસ્તુ છે જેમાં તે પોતે પોતાની જાતને લખી શકે છે. પોતાના વિચારોને એક રીતે રજૂ કરી શકે છે. આથી તમારે પણ પોતાની પાસે એક ડાયરી રાખવી જોઈએ. જેમાં તમારે દરરોજ પોતાના ગોલ વિશે કઈક લખવું જોઈએ. તેનાથી તમે પોતાના યોગ્ય મુકામ સુધી પહોચી શકશો. અને તમારા મગજમાં આ વાત ફીટ થઇ જશે કે તમારે આ માટે મહેનત કરવાની છે. કોઈપણ અડચણ આવે તો તેનો સામનો કરવા તમે તૈયાર રહો છો.
આમ આ એવી 6 આદતો છે જેને જો તમે તમારા જીવનમાં અપનાવશો તો તમે પોતાના લક્ષ્ય સુધી એક દિવસ જરૂર પહોચી શકશો. જીવનને સફળતાના માર્ગે લઇ જવા માટે તમારે પોતાનું એક નિશ્ચિત શીડ્યુલ બનાવવું જોઈએ. કોઈ પણ સફળ વ્યક્તિને તમે જોવો તે પોતાની થોડી આદત નિયમિત ફોલો કરતાં હશે. તમારે પણ સફળ થવું છે તો, આ 6 આદતને તમારા જીવનમાં અપનાવી લો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.