💁ગર્ભાવસ્થા એક એવો સમય છે કે જેમાં મહિલાઓનું વજન ખૂબ જ વધી જાય છે. વજન વધવાના કારણે તેમણે અનેક પ્રકારની સમસ્યાઓનો સામનો કરવો પડે છે. તો આ નાજુક સમય દરમ્યાન તેમણે અનેક પ્રકારના કામો ના કરવા જોઈએ. પરંતુ એ વાત પણ બરાબર છે કે અમુક ઘરેલુ હળવા કામો તો નિત્ય ચાલુ રાખવા જ જોઈએ. તો આજે આપણે જોઈએ કે ગર્ભાવસ્થામા મહિલાઓએ કયા કામો ના કરવા જોઈએ.
💁ગર્ભાવસ્થા એ કોઈ બીમારી નથી માટે કોઈ બિમારની જેમ દરેક કર્યોથી બચવાનું કે કામને છોડવાના નથી. પરંતુ આ જીવનની એક અવસ્થા જ છે અને આ અવસ્થાનું સુખ ઈશ્વરે માત્ર મહિલાને જ આપ્યું છે. તો તેને પૂર્ણ માણવાની છે સાથે પોતાની સાથે જોડાયેલ પોતાના શિશુને પણ ઊની આંચના આવે તે માટે ગર્ભવતી બહેનોએ થોડી કાળજી લેવાની છે. તો આજે આપણે જોઈએ કે કયા કામો તેને ના કરવા જોઈએ.
💁આ અવસ્થામાં મહિલાઓને અનેક વાતનું ધ્યાન રાખવાનું હોય છે. કેમ કે આ અવસ્થામાં મહિલા જે પણ કર્યા કરશે, જેવુ વિચારશે તે દરેકની સિધ્ધી જ અસર પોતાના ગર્ભમાં રહેલા શિશુ પર થતી હોય છે. આથિ જ તે સમયે સારા વિચાર, વર્તન અને વિશેષ કાળજીની જરૂર રહે છે.
💁ગર્ભવતી મહિલાએ કેમિકલયુક્ત પદાર્થોથી દૂર રહેવું જોઈએ. સામાન્ય રીતે આપણે આપણા ઘરની સફાઇ માટે ઉપયોગમાં લેવાતી વસ્તુઓની અસરની આપણને ખબર હોતી નથી. આ ગર્ભાવસ્થામાં પણ સફાઇ જેવા કામો કરવા ખૂબ જ સારી વાત છે. તો તેના માટે ધ્યાન રાખવું કે જે વસ્તુઓ ઉપર લેબલ લાગેલ હોય તે કેમિકલયુક્ત સફાઈની વસ્તુઓનો નહિવત ઉપયોગ કરવો જોઈએ. જે વસ્તુ પ્રાકૃતિક હોય તે તમે વાપરી શકો છો. પરંતુ ખૂબ જ સાવધાનીની સાથે.
💁ગર્ભવતી મહિલાઓએ ખાસ ધ્યાન રાખવું કે તે જે પણ કામો કરે છે તેમાં તેને લાંબો સમય સુધી ઊભા ના રહેવું પડે. રસોઈમાં ઉપયોગમાં લેવાની શાકભાજીને કે ફળોને ખુરશી પર બેસીને સમારી લો. જેથી રસોઈ બનાવતી વખતે લાંબો સમય ઊભા ના રહેવું પડે. ભોજન બનાવતી વખતે વચ્ચે બ્રેક લઇ લેવી. જેનાથી લાંબો ટાઈમ ઊભા ના રહેવું પડે.
💁ગર્ભવતી મહિલાએ વધારે વજનવાળો સામાન ના ઉપાડવો જોઈએ. આ અવસ્થામાં નિષ્ણાંતો પણ ભારે વજન ના ઉચકાવવાની સલાહ આપે છે. અને જો વજન ઉચકાવવો પડતો જ હોય તો પહેલા ડોક્ટરની પાસે તપાસ કરાવીને ડોક્ટરની સલાહ લઈને પછી જ તેની સલાહ મુજબ જ વજન ઉચકવો જોઈએ.
💁ગર્ભવતી મહિલાએ ઘરની સફાઈમાં ખાસ ધ્યાન રાખવું જોઈએ કે જાડુ મારતી વખતે તેના પેટ પર દબાણના આવે. તેના માટે ખૂબ લાંબી એવી સાવરણીનો ઉપયોગ કરવો જોઈએ. લાંબી સાવરણી વાપરવાથી છત પરની સફાઇ પણ સરળતાથી થઈ શકે છે. અને પોતું મારવા માટે આ બહેનોએ ઊભા પોતાનો ઉપયોગ કરવો જોઈએ.
💁ગર્ભાવસ્થા દરમ્યાન એક વસ્તુનું ખાસ ધ્યાન રાખવું જોઈએ કે મોબાઈલ અને લેપટોપ જેવા સાધનોથી બિલકુલ દૂર જ રહેવું જોઈએ. કેમ કે આ ઉપકરણો પોતાના કરતાં પોતાના ગર્ભમાં રહેલા શિશુને વિશેષ નુકશાન પહોંચાડે છે. મોબાઇલના તરંગોની સિધ્ધી જ અસર બાળકના માણસ પર થાય છે તો તેનાથી બાળકને બચાવવા માટે આ સાધનોથી દૂરી રાખવી જરૂરી છે.
💁ગર્ભવતી મહિલાઓએ અતિ ગરમ પાણીથી સ્નાન ના કરવું જોઈએ. કેમ કે જો ગરમ પાણીથી સ્નાન કરવાથી તેના શરીરનું તાપમાન ઘણું વધી જાય છે. અને તેની અસર તેના બાળક પર થાય છે માટે તેનું ધ્યાન રાખવું જોઈએ. બસ આ અવસ્થામાં જો આટલું ધ્યાન રાખવામાં આવે તો એ ગર્ભવતી મહિલા પોતે તો તંદુરસ્ત રહે જ છે પણ તેનાથી વિશેષ પોતાનું નાજુક શિશુ એકદમ હેલ્ધી રહે છે.
શબ્દો વિષેની બાબત ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી બાબતો આપને આપીશું. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો.