👉આજના સમયમાં સ્ત્રી અને પુરુષને એક સમાન ગણવામાં આવે છે. કોઈપણ સ્ત્રી હોય તેને પુરુષથી ઓછી આંકવામાં આવતી હોતી નથી. સ્ત્રીને પુરુષની સમકક્ષ દરજ્જો આપવામાં આવે છે. પહેલાના સમયમાં પતિને પરમેશ્વર માનીને દરેક પત્ની તેની બધી રીતે સેવા કરતી હતી. તેમ આજે પણ દરેક સ્ત્રીને ઘરની લક્ષ્મી માનવામાં આવે છે. તેનાથી ઘરમાં સુખ-સમૃદ્ધિ રહેતી હોય છે.
👉આપણે ઘણી પૌરાણિક ટીવી, સીરીયલોમાં જોયું છે કે પત્ની-પતિના પગ દબાવે અને બંને જણા નિરાંતે વાતચીત કરતાં હોય. પરંતુ આ એક પ્રકારની સેવા ગણાતી અને તેનાથી પણ પત્નીને અનેક લાભ થતાં હોય છે.
👉પહેલાનો જે રિવાજ હતો તે અત્યારે ભલે વિસરાય ગયો હોય. પણ તેનું મહત્ત્વ સમજશો તો ખ્યાલ આવશે કે પત્નીને કેવા પ્રકારના લાભ થાય. તો ચાલો માહિતી આપીએ કે પતિના પગ દબાવવાથી કયા કયા લાભ થાય છે.
👉-તમે ઘણી ધાર્મિક સીરિયલોમાં જોયું હશે કે પતિને ભગવાન સમાન ગણતા હોય છે. તો પતિના પત્ની પગ દબાવે તો ઘણું શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી માતા લક્ષ્મી પણ ખૂબ જ ખુશ થાય છે. ઘરમાં ધનની કમી રહેતી હોતી નથી.
👉-ધન વધે તેની પાછળ કારણ ગ્રહોનું હોય છે. તમે સૌ જાણતા હશો કે આપણી કુંડળીમાં અને શરીરમાં નવ ગ્રહો સ્થિત હોય છે. તેમાં પુરુષ હોય છે તેના ઘૂંટણથી લઈ પગની પાની સુધી જે પણ ભાગ હોય છે ત્યાં શનિનો ભાગ હોય.
👉-તેવી રીતે પત્ની એટલે કે સ્ત્રીનું જે કાંડુ હોય અને ત્યાંથી લઈ હાથની આંગળીઓ સુધી શુક્રનો ભાગ હોય. તમને જણાવીએ કે શાસ્ત્રોમાં લખ્યું છે કે જ્યારે પણ શુક્રનો પ્રભાવ શનિ પર પડે ત્યારે ધનનો યોગ બનતો હોય છે. એટલે કે જે પત્ની પતિના પગ દબાવે ત્યાં શુક્રનો સારો પ્રભાવ શનિ પર પડતો હોય છે. જેના લીધે ધન યોગ થતો હોય છે. ધનની કમી ક્યારેય જોવા મળતી નથી.
👉-ઋષિઓએ પણ કહ્યું છે કે કોઈપણ પત્ની પોતાના શુક્ર હાથથી પતિના પગના શનિ પર પ્રભાવ પાડે છે તો આવા ઘરમાં ક્યારેય ધનની કમી વર્તાતી હોતી નથી. આવા પુરુષ કોઈ વેપાર કરતાં હોય તો પણ વધારે સારો ચાલે છે.
👉પહેલાના ઘણાં ખરાં વડીલો પણ આ વાત જાણતા હતાં, જેના કારણે ઘરમાં શુક્રનો પ્રભાવ શનિ પર બન્યો રહે. તેથી ક્યારેય દરિદ્રતા આવતી નથી. તમારા ઘરમાં વર્ષો સુધી ધનની ઉણપ વર્તાતી હોતી નથી.
👉-પરંતુ જો શુક્ર પર શનિનો પ્રભાવ બને તો દરિદ્રતા રહ્યા કરતી હોય છે. તેમાં ખાસ કરીને આજના સમયમાં પતિના પગ દબાવવા એટલે દાસી જેવું કામ કરવું પડે તેવો અહેસાસ થતો હોવાથી, કોઈપણ સ્ત્રી પતિના પગ દબાવતી નથી.
👉પરંતુ આ વાત જાણ્યા પછી અચૂક પતિના પગ દબાવવા જોઈએ. આપણા પુરાણોમાં જે પણ નિયમો બનાવ્યા છે તે ક્યાંકને ક્યાંક આપણને ફળદાયી નીવડે છે. આશા છે કે, આ માહિતી જરૂર ગમી હશે – તેમજ આ માહિતી બીજી સ્ત્રીઓ સાથે શેર જરૂર કરજો..
જો આવી જાણવા જેવી આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.