કૂકરથી આપણે એ રીતે કંટાળી જતા હોઈએ છીએ કે કૂકરમાંથી અઢળક પાણી બહાર આવે. તેમાં દાળ કે ભાત રાંધવા મૂક્યા હોય તો અમુક સમયે તે પણ પાણી સાથે બહાર આવી જતા હોય છે. જેથી દાળ તો બગડે છે. તે ઉપરાંત ગેસ, અને આપણું પ્લેટફોર્મ પણ ખરાબ થઈ જતું હોય છે. અંતે તેને સાફ કરવામાં પણ સમય બગડે છે. જેથી આપણે ધાર્યા પ્રમાણે કામ કરી શકતા હોતા નથી.
એટલું જ નહીં ઘણા કૂકરમાં રિંગ ખરાબ થઈ જાય અથવા હવા ભરાય જાય, વગેરે જેવી તકલીફ થવા લાગતી હોય છે. એવામાં કોઈપણ સ્ત્રી હોય એવું સમજતી હોય છે કે કૂકર નવું લાવવું પડશે, પરંતુ એવું કરવાની જરૂર હોતી નથી. તમારી આ સમસ્યાનું સમાધાન અમારી પાસે છે. તમને કેટલીક ટિપ્સ બતાવીશું તેનો ઉપયોગ તમારી લાઈફમાં કરશો તો કૂકરમાં રસોઈ બનાવવી આસાન થઈ જશે અને ક્યારેય કૂકર બદલવાની જરૂર પણ નહીં પડે.
- પ્રેશર કૂકરની રિંગ ઢીલી થઈ જવી–
ઘણી વખત એવું બનતું હોય છે કે દાળ અથવા ભાત જે પણ મૂક્યું હોય કૂકરમાં તેની સીટી વાગ્યા પહેલા તેમાંથી પાણી બહાર આવવા લાગે છે. ઘણી વાર બટાકા બાફવા મૂક્યા હોય તો પણ કૂકરની આજુબાજુથી પાણી બહાર આવે છે. જેના કારણે કૂકર ગંદુ થવા લાગે છે. અને ગેસ પણ બગડે છે જેને સાફ કરવાની પણ ઘણી મુશ્કેલી પડતી હોય છે. તો તકલીફથી બચવા માટે ધ્યાનમાં રાખો ખાસ વાત.
(1)સૌથી પહેલા કૂકરની રિંગને ચેક કરી લો. ઘણી વખત એવું બનતું હોય છે કે રિંગ કટ થઈ જતી હોવાના કારણે સીટી વાગે તે પહેલા પાણી નીકળવા લાગે છે. (2) રસોઈ બનાવો તે પહેલા કૂકરની સીટીને બરાબર જોઈ લો. કોઈ વાર ભાત, દાળ કે કોઈ પણ ખાવાની વસ્તુ સીટીમાં ભરાઈ જવાના કારણે પણ પાણી બહાર આવે છે. (3) કૂકરનું હેન્ડલ અંદર અથવા બહારની સાઈડ બરાબર બંધ કર્યું છે કે નહીં તે ચેક કરી લેવું.
- કૂકરની સીટી વાગતી નથી-
કોઈ વાર કૂકરની રિંગ ખરાબ થઈ જવાના કારણે પણ જે વરાળ બનવી જોઈએ તે બનતી હોતી નથી. અને અંતે સીટી વાગવામાં તકલીફ પડે છે. જો સાઈડમાંથી હવા (પ્રેશર) બહાર આવતી હોય તો સમજવું કે સીટી વાગશે નહીં, કારણ કે જે હવા સીટીમાં આવવી જોઈએ તે સાઈડમાંથી બહાર નીકળી જાય છે. તે સમયે કૂકરને ખોલી નાખવું અને તેની રિંગને કાઢી નાખી ઠંડા પાણીથી ધોઈ લેવી. આ પ્રયોગ કરવાથી રિંગ થોડી ટાઈટ થઈ જશે.
-તેમ છતાં પ્રેશર કૂકરમાંથી પાણી નીકળતું હોય તો રિંગને એક કલાક માટે ફ્રિઝરમાં મૂકો અને પછી તેનો ઉપયોગ કરવો. જો તેની રિંગ ખરાબ થઈ ગઈ હોય તો તેને બદલી નાખવી. ઘણી વાર રિંગ સારી હોવા છતાં તેમાંથી પાણી બહાર આવતું હોય તો કૂકરના ઢાંકણા પર હાથ વડે તેલ લગાવી લો. ધ્યાન રહે કે તેલ થોડું જ લગાવું. આમ કરવાથી પાણી નીકળતું બંધ થઈ જશે.
-દાળ કે ભાત જે પણ બનાવો કૂકરમાં ધીમી આંચ પર મૂકો જેના કારણે વરાળમાં સારી રીતે બફાઈ પણ જશે અને પાણી બહાર નહીં નીકળે. ઘણી વાર મિક્સ દાળ બનાવતી વખતે પણ કૂકરમાં સીટી થાય ત્યારે દાળ ઉભરાય ને બહાર આવી જતી હોય છે. તેના માટે દાળ બાફવા મૂકો ત્યારે થોડું તેલ અથવા ઘી એડ કરવું. જેથી ઉભરાશે નહીં અને સારી રીતે દાળ પણ બફાઈ જશે.
- પાણીનું યોગ્ય પ્રમાણ-
તમે દાળ કે ભાત જે પણ મૂકો તેમાં પાણી યોગ્ય માત્રામાં મૂકવું જરૂરી છે. કારણ કે કૂકરમાંથી પાણી બહાર નીકળી જવાના કારણે ચોખા અને દાળ અમુક સમયે સૂકા થઈ જતા હોય છે. અને કૂકર ખોલીએ ત્યારે કાચા જ રહી જતા હોય છે.
-ઘણા લોકોને દાળ ટિક્કી જેવી રહી જતી હોય છે. તેથી ગમે તેટલી વાર બ્લેન્ડર કરો દાળ બરાબર પીસાતી હોતી નથી. તેના માટે દાળ હોય તેનાથી વધારે પાણી રેડવું નહીં. પાણી બરાબર હશે તો ઉભરાશે નહીં અને દાળ સરખી રીતે બફાઈ પણ જશે.
-ટિક્કી વાળી દાળ ન રહે તેના માટે અડધા એક કલાક અથવા 15થી 20 મિનિટ પહેલા દાળને પલાળી રાખો અને પછી કૂકરમાં બાફશો તો સારી રીતે અને ઝડપથી ઓગળી જશે.
-ઘણી વાર કૂકરમાંથી વરાળ નીકળી જતી હોવા છતાં તે ખુલતું હોતું નથી તો ચિંતા કરવાની જરૂર હોતી નથી. કૂકરને નળ પાસે લઈ જાવ થોડું નમાવી લો અને તેની પર ઠંડું પાણી રેડો. ઠંડું પાણી રેડવાથી તરત કૂકરનું ઢાંકણું ખૂલી જશે.
આમ આ પ્રયોગ કરશો તો તમે સરળતાથી અને ઓછી મહેનતે વધારે સારી રસોઈ બનાવી શકશો. અને ગેસ કે પ્લેટફોર્મ સાફ કરવાની ઝંઝટથી પણ છુટકારો મળશે. તમને આ માહિતી કેવી લાગી? કોમેન્ટ કરીને અમને જરૂર જણાવો જેથી આવી બીજી માહિતી આપ સમક્ષ લાવી શકીએ.
ઉપરોક્ત માહિતી ઇન્ટરનેટ રિસર્ચ દ્વારા લખાયેલી છે, અમને જણાવો કે આ માહિતી તમને કેવી લાગી.. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈પર ક્લિક કરો.