જો તમે ઉભા રહીને પાણી પીવો છો તો ચેતી જજો, સાંભળવામાં નાની લાગતી આ વાત ગંભીર નુકસાન નોતરી શકે છે. રોજબરોજની જીવનશૈલીમાં દરેક વ્યક્તિ ઉભા રહીને પાણી પીવે છે, પણ કહેવાય છે ને કે જીવન એ કુદરતે આપેલી અમુલ્ય ભેટ છે, જેથી ઉભા રહીને પાણી પીવાની આદત બદલવી આપણા સૌ માટે હિતાવહ છે. આજના આ મહત્વના આર્ટીકલમાં અમે તમને જણાવીશું કે ઉભા રહીને પાણી પીવાથી કેટલું નુકસાન થાય છે.
મનુષ્યનું શરીર મોટાભાગે પાણી પર ટકેલું છે. માનવ શરીરમાં કુલ ભાગનું લગભગ ૭૦% જેટલું તો ફક્ત પાણી જ છે. શરીરને ટકાવી રાખવા માટે પાણી મહત્વનો ભાગ ભજવે છે. પાણી પીવાથી શરીરમાં રહેલા ઝેરીતત્વો બહાર નીકળી જાય છે. આ લેખ પૂરો વાંચજો કેમ કે, નીચે એ પણ જણાવ્યું છે કે, આયુવેદ મુજબ પાણી પીવાનો સાચો રસ્તો કયો છે. તે જાણવાનું ના ભૂલતા.
જયારે મોટા ભાગના લોકોને ખુબ તરસ લાગે છે ત્યારે તે ફ્રીઝમાંથી બોટલ કાઢીને ૯૦% ઉભા ઉભા પાણી બ્પીતા હોય છે. પણ તમને તમારી આ આદત કેટલી ભારે પડી શકે છે તેની કલ્પના પણ તમે નથી કરી શકતા. તમારી આ આદતથી તમે તમારા જ દુશ્મન બનો છો, ઉભા ઉભા રહીને પાણી પીવું તમારા માટે કેટલું જોખમભર્યું છે હવે એ પણ જાણીલો.
ઉભા રહીને પાણી પીશો તો સૌથી વધુ ગંભીર અસર તમારી કીડની પર થશે, કેમ કે ઉભા રહી પાણી પીવો એટલે પાણી સીધું નીચે જઈને કીડની પર જોર આપે છે. કીડની તેને બરોબર ફિલ્ટર નથી કરી શકતી. જેથી કિડનીનું કામ ખોરવાય છે અને પાણીની અશુદ્ધિ લોહીમાં પણ આવી શકે છે. તેનાથી કીડની ફેઈલ થવાના તેમજ સાથે સાથે હદયના રોગોની શક્યતા પણ વધે છે અને યુરીન ઇન્ફેકશનના ચાન્સ પણ વધે તે પણ ભૂલવું ના જોઈએ.
ઉભા ઉભા પાણી પીવાથી શરીરમાં એસીડીક તત્વોનું સ્તર ખોરવાય છે. જેનાથી તમને પેટમાં બળતરા, અપચો, તેમજ એસીડીટી જેવી ગંભીર સમસ્યા થઇ શકે છે. જો પાણીને બેસીને પીશો તો એસિડનું સ્તર સંતુલિત રહેશે અને પેટની બીમારીઓથી પણ તમે દુર રહેશો
તમે ઉભા રહીને પાણી પીવો છોત્યારે, તે પાણી વધારે પ્રમાણમાં આંતરડામાં જઈને આપણા પેટની દીવાલ ઉપર લાગે છે. જેના કારણે પેટની દીવાલ અને તેના આજુબાજુના અંગો પર તે પાણીનું પ્રેશર આવે છે અને તે અંગો પર આડઅસર પડે છે. સાથે જ આપણી પાચનશક્તિ પણ ખરાબ રીતે પ્રભાવિત થાય છે.
બીજી તરફ જો પાણીને નિરાંતે બેસીને ધીમે ધીમે ઘૂંટડાથી પીવામાં આવે તો નર્વ સીસ્ટમ (nerve system) (ચેતા તંત્ર) બેસ્ટ રીતે કામ કરી શકે છે તેમજ આપણી માંસ પેશીઓ પર પણ દબાવ પડતો નથી. જેના લીધે નર્વ ઝડપથી તરલ પદાર્થ પચાવવામાં મદદગાર સાબિત થાય છે.
ઉભા રહીને પાણી પીવાથી આર્થરાઈટીસ થવાનું જોખમ વધી જાય છે. જો તમે રોજીંદા જીવનમાં કાયમ ઉભા રહીને જ પાણી પીવો છો તો તમે આર્થરાઈટીસના ભોગ બની શકો છો. ઉભા રહીને પાણી પીવાથી હાડકા પર આડઅસર થાય છે. કેટલાક એવા લક્ષણો છે જે લાંબા સમય બાદ બહાર આવે છે.
ઉભા રહીને જો પાણી પીવામાં આવે તો શરીરમાં તરલ પદાર્થોનું સંતુલન ખોરવાય છે. જેના કારણે જે લોકોને ઉભા ઉભા પાણી પીવાની આદત છે તે લોકોમાં મોટા ભાગે અપચાની તકલીફ પણ જોવા મળે છે.
તમે કલ્પના પણ નહિ કરી હોય કે જે લોકો ઉભા રહીને પાણી પીવે છે તેમને છાતીમાં બળતરા અને પેટમાં અલ્સર થવાની સમસ્યા ઉભી થઇ શકે છે. જેથી બને ત્યાં સુધી ઉભા રહીને પાણી પીવાનું ટાળવું જોઈએ.
- આયુર્વેવેદ મુજબ પાણી પીવાની સાચી રીત કઈ છે?
આયુર્વેદની જો વાત કરીએ તો તેમાં કહ્યું છે કે, સૌ પ્રથમ કોઈ જગ્યાએ બેસો, ત્યાર બાદ, પાણીને એક-એક નાના-નાના ઘૂંટ કરીને પીવું જોઈએ. તેનાથી પાણી શરીરના દરેક ભાગમાં પહોચશે તેમજ તે પાણીથી શરીરને પૂરો ફાયદો મળશે.
પાણી આપણા શરીરમાં મહત્વનો ભાગ ભજવે છે. જો તમે સારું સ્વાસ્થ્ય ઈચ્છો છો તો પાણી પૂરતા પ્રમાણની સાથોસાથ બેસીને પીવું વધુ હિતાવહ છે. પાણી બેસીને પીવાથી તે આખા શરીરમાં ફેલાય છે. જેમ શરીર માટે ખોરાક જરૂરી છે તેમ તે ખોરાકને પચાવવા માટે પાણી વધુ મહત્વનો ભાગ ભજવે છે. પણ જો તે બેસીને પીવામાં આવે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.