દોસ્તો આપણા બધા ના દિવસની શરૂવાત થાય છે ચા પીવાથી. નાના હોય કે મોટા બધા ને અત્યારે ચા પીવાની આદત હોય જ છે. લગભગ 70 ટકાથી વધારે લોકો સવારમાં ઉઠવા ની સાથે તરત જ ચા પીવા જોઈએ છે. આ આદતથી ઘણા લોકો બીમાર પડે છે પણ તેમણે આ વાતની ખબર હોતી નથી અને બીમારી કોઈ બીજા કારણથી થઈ તેવું માને છે.
તેવું પણ માનવામાં આવે છે કે ચા પીવાથી દિવસ સારો જાય છે અને આપનું માંઈન્ડ ફ્રેશ થઈ જાય છે અમુક લોકોને તો ચાની એવી આદત હોય છે કે જો ચા ના મળે તો તેનો પૂરો દિવસ ખરાબ જાય છે. ચા પીધા વગર તો આંખ પણ બરાબર નથી ખૂલતી. પણ વધારે ચા પીવાની આદત સારી નથી. તેનાથી કેટલા શરીરમાં નુકસાન થાય છે તે જાણવા છતાં લોકો ચા નું સેવન છોડતા નથી.
સવારમાં ફ્રેશ થઈને ભૂખ્યા પેટે ચા પીવી તે આપણા શરીર માટે નુકસાન દાયક છે ખાલી પેટે ચા પીવાથી થાય છે શરીરને ઘણા બધા નુકસાન આવો જાણીએ ચા થી થતા નુકસાન વિશે થોડી માહિતી. આશા છે આ નુકસાન વાંચીને તમે થોડા ચોંકી જશો, અને જાણો આ નુકશાનથી બચવાના ઉપાય.
- ચા થી થતાં નુકસાન.
આપણે રાત્રે ભરપેટ ભોજન કરીને સુતા હોય છીએ તો આખી રાત આપણા પેટમાં પાચન ક્રિયા ચાલતી હોય છે અને સવારે જયારે ઉઠીએ ત્યારે આપણું પેટ ખાલી થઈ ગયું હોય છે. એટલે જયારે ઉઠીને આપણે ભૂખ્યા પેટે ચા પીએ છીએ ત્યારે ગેસ-એસીડીટી જેવી સમસ્યા થાય છે. જે પેલા થોડી થોડી થાય છે પછી તે સમસ્યા વધતી જાય છે અને આગળ જતાં આ વધારે નુકસાન કરે છે.
જે લોકોને પાચન બરાબર થતું ના હોય તેવા લોકો સવારે ઉઠીને ચા પીવે છે તો, તેની પાચનક્રિયા પર અસર પડે છે અને બેચેની કે ઉબકા આવવા જેવી સમસ્યા શરુ થઈ જાય છે. આથી આવા લોકોને ખાલી પેટે ચા પીવી જોઈએ નહી. પાચનશક્તિને વધારે નુકસાન ના થાય તે માટે સવારે પેલા નાસ્તો કરવો તેની સાથે ચા પીવી જોઈએ. અને જો નાસ્તામાં ચા ના પીવો તો વધુ ઉત્તમ.
આજકાલ લોકોને કામના પ્રશર ના લીધે માઈન્ડ ને ફ્રેશ રાખવા માટે ચા નો ઉપયોગ વધારે કરે છે. ચા માં કેફેઇન પદાર્થ હોવાથી જે લોકો ચાનો વધારે ઉપયોગ કરે છે તેને અનિદ્ર જેવી પ્રોબ્લમ શરુ થઈ જાય છે. એટલેકે, સમયસર ઉંધ ના આવવી અને કામના સમયમાં મન નથી લાગતુ અને ઊંઘ આવે છે સાથે ઊંઘનું ચક્ર બદલાઈ જાય છે. કારણકે, ચા વગર નથી ગમતું ચા નો નશો કરવો જરૂરી થઈ જાય છે.
અત્યારે લગભગ બધાને ખુરશી ઉપર બેઠા-બેઠા જ કામ કરવાનું હોય છે તેની સાથે બેઠા-બેઠા ચા પીવાના કારણે શરીરની ચરબીમાં વધારો થાય છે કેમકે ચા ચરબીમાં વધારો કરે છે અને ખાંડ શરીરનું શુગર લેવલ વધારે છે આથી ચા આપણા શરીર માટે નુકસાનકારક છે. એસિડિટી, ડાયાબિટીસ, મોટાપો આપવા માટે ચા મહત્વની વસ્તુ છે. ચા જેટલી લોકોને પસંદ છે તેટલી તે શરીરને નુકસાનકારક પણ છે આથી જો ચા પીવીજ હોય તો નાસ્તા સાથે પીવી જોઈએ ભૂખ્યા પેટે નહી.
ભુક્યા પેટે ચાની જગ્યાએ તમે જીરા વાળું પાણી એટલેકે જીરાને રાત્રે એક ગ્લાસ પાણીમાં પલાળી અને સવારે ખાલી પેટે પીવાથી શરીરની ચરબી ધીમે-ધીમે દુર થશે જીરાપાણી ન ચાલે તો તમે ખાલી ગરમ પાણી પણ પી શકો છો ગરમ પાણી પણ ભૂખ્યા પેટે પીવાથી શરીર સાફ થાય છે.
આથી સવારે ઉઠીને સીધા ચા ન પીવી જોઈએ અને ચા ની જગ્યાએ બીજી કોઈ વસ્તુનું સેવન કરવું જોઈએ. ખાલી પેટે ચા ન પીવાથી શરીરના મામૂલી રોગોની સમસ્યા દુર થાય છે. એસિડિટી, ગેસ જેવી સમસ્યા ઓછી થવા લાગે છે. તમે પણ ખાલી પેટે ચા પીવો છો તો આજેથી બંધ કરી દો અને એક તંદુરસ્ત જીવનની શરૂઆત કરો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.