🙏દોસ્તો જીવનના બે સત્યથી ક્યારેય કોઈ પણ દૂર થઈ શકતું નથી અને એ છે જન્મ અને બીજું છે મૃત્યુ. આ બંનેની દોર ઈશ્વરના હાથમાં છે. જેનો જન્મ છે તેનું મૃત્યુ નક્કી છે. આપણા જન્મથી લઈને મૃત્યુ સુધીમાં આપણે અનેક સંસ્કારોમાંથી પસાર થઈએ છીએ. તો સૌથી છેલ્લા સંસ્કાર એટલે અંતિમ સંસ્કાર. આ અંતિમ સંસ્કારનું પણ અન્ય સંસ્કારોના જેટલું જ મહત્વ રહેલું છે.
🙏આપણે જ્યારે હિન્દુ ધર્મની વાત કરીએ તો એ છે કે તે આપણા રિવાજો અને પરંપરા હકીકતમાં તો વિજ્ઞાનની સાથે જોડાયેલ છે. તેનો સીધો જ સંબંધ વિજ્ઞાનની સાથે અથવા મનોવિજ્ઞાન સાથે રહેલો છે. આપણા તમામ રીત-રસમો કોઈ ને કોઈ ધર્મ-ભાવનાની સાથે સંબંધ ધરાવે છે. આપણા હિન્દુ ધર્મમાં આદિ અનાદિ કાલથી એક પરંપરા ચાલી આવે છે કે આપણે કોઇની પણ અંતિમ ક્રિયામાં ગયા હોઈએ તો આવીને સૌથી પહેલા સ્નાન કરીએ છીએ. તો આ વિધિ શા માટે જરૂરી છે. આ પરંપરા વિજ્ઞાનની નજરથી અને મનોવિજ્ઞાનની એમ બંને નજરથી જોઈશું.
🙏(1) વિજ્ઞાનની નજરે સ્નાન કેમ જરૂરી છે – હિન્દુ ધર્મમાં જ્યારે કોઈનું મૃત્યુ થાય છે ત્યારે તેની અંતિમ યાત્રા કાઢવામાં આવે છે અને આ યાત્રા જે તે વ્યક્તિના ઘરથી સ્મશાન સુધીની હોય છે. આ યાત્રામાં જોડાવું એ ખૂબ જ મોટું પુણ્ય કર્મ માનવામાં આવે છે. શાસ્ત્રોમાં કહેવાયું છે કે આ યાત્રામાં જોડાનાર વ્યક્તિને જીવનની જે વાસ્તવિકતા છે તેનો આભાસ થાય છે. તે વ્યક્તિમાં આધ્યાત્મિકતાનો સંચાર થાય છે. આ કામ એટલું જ પુણ્ય વાળું છે તો આપણને એવો વિચાર આવે કે તો સ્મશાન યાત્રામાં ગયા પછી સ્નાન કેમ કરવું જ પડે છે.
🙏દોસ્તો, જ્યારે કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે તેના શરીરમાંથી તેનો જીવ નીકળી જાય છે. અને તે મૃત શરીર ધીમે ધીમે મુરજવવા અને સડવા પણ લાગે છે, અને જો મૃત વ્યક્તિ કોઈ બીમારીથી પીડાતો હી તો, તે શરીરની આસપાસના વાતાવરણમાં અતિ સૂક્ષ્મ એવા કીટાણુઓ ફેલાઈ જાય છે. અને આ કીટાણુઓ મૃત દેહની આસપાસમાં રહેલા લોકોને પ્રભાવિત કરી શકે છે અને વધુમાં કીટાણુઓ તેની બાજુમાં રહેલા લોકોને પણ શિકાર બનાવી શકે છે.
🙏અમુક વર્ષો પહેલાના સમયમાં લોકોને ઘણા એવા ભારે દર્દ થતાં હતા જેવા કે, શીતળા, ઓરી, અછબડા આવા રોગોની તે સમયમાં કોઈ વેક્સિન ના હતી અને ઈલાજના અભાવે ઘણી વાર લોકોનું મૃત્યુ પણ થતું. તેથી અમુક રોગોના બેક્ટેરિયા હવામાં ભળીને બીજા લોકોને સંક્રમિત કરી શકવાનો ભય રહેતો. તેથી આ સ્મશાન યાત્રા બાદ સ્નાનની પરંપરા એકદમ યોગ્ય જ હતી અને છે. હજુ ગામડાઓમાં અને અમુક શહેરોમાં પણ સ્મશાન યાત્રાના સ્નાન બાદ જ લોકો ઘરમાં પ્રવેશે છે.
(2) મનોવિજ્ઞાન મુજબ મૃત્યુ બાદનું સ્નાન કેમ જરૂરી છે. –જ્યારે પણ કોઈ વ્યક્તિનું મૃત્યુ થાય છે ત્યારે સૌથી વધુ દુખી તેઓના ઘરના અને નજીકના સબંધીઓ હોય છે. અને આ નજીકના લોકો ઘણી વખત મૃત વ્યક્તિનું દૂર થવું તે બહુ દુખ સાથે સહન કરતાં હોય છે, અને તેઓ અંદરથી બિલકુલ અસ્વસ્થ થઈ ગયા હોય છે. આવા સમયે જો તેઓ પાનથી સ્નાન કરે તો તેઓ થોડા સ્વસ્થ મહેસુસ કરે છે. બીજી રીતે જુઓ તો,
જ્યારે આપણે સવારે ઉઠી ત્યારે કેવી રીતે આપણને સુવાનું મન થાય છે અથવા તો આપણે બિલકુલ અસ્વસ્થ હોઈએ છીએ. પણ જેવા આપણે સ્નાન કરી લઈએ છીએ એટલે આપણે સ્ફૂર્તિ અનુભવીએ છીએ. એ સુવાનું મન નથી થતું અને આપનો નવો દિવસ શરૂ થઈ જાય છે, તો આ રીતે મૃત્યુ બાદ સ્નાન કરવું એ આપણને લાગેલા આઘાતમાંથી બહાર લાવવા માટેનું એક નાનકડું પગલું છે.
તેમજ તાંત્રિક શાસ્ત્ર મુજબ જુઓ તો તમને નીચેનું વધુ એક કારણ પણ જાણવા મળશે. તંત્ર શાસ્ત્ર મુજબ એવું કહેવાય છે કે સ્મશાનની ધરતી પર એક સતત એવી ક્રિયાઓ થતી રહે છે જેના કારણે ત્યાંનાં વાતાવરણમાં એક પ્રકારની નકારાત્મક ઉર્જાનો સંચાર થતો રહેતો હોય છે અને ઘણા લોકો જે મનથી નબળા હોય છે તેઓ આનો શિકાર પણ બની શકે છે. આથી જ સ્મશાનેથી આવીને સૌથી પહેલા સ્નાન કરવાથી આવી નકારાત્મક કોઈ પણ શક્તિનો આપના પર કોઈ દુષ્પ્રભાવ પડતો અટકે છે.
આ સિવાય “મૃત્યુ બાદ મૃત શરીરને જલ્દી ઘરેથી બહાર લઈ જવામાં ઉતાવળ કેમ રાખવામાં આવે છે” અથવા “રાત્રે અગ્નિદાહ કેમ નથી કરાતો” અને “મુત્યું બાદ મૃતકના માથા પર દંડો મારવાની ક્રિયા એટલે ‘કપાલ ક્રિયા’ એ શું છે તે શા માટે કરવામાં આવે છે.” વગેરે વિષે પર સચોટ માહિતી જાણવા કોમેન્ટમાં “part-2” જરૂર લખો.
જો આ મૃત્યુ બાદના સ્નાન વિષેની માહિતી, જો ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. આપની કોમેન્ટ અમારા માટે ખૂબ મહત્વની હોય છે. આપનું સુચન અમારા માટે મહત્વનું બની રહેશે- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.