🌹 લોકોને પોતાના ઘરમાં ફૂલ-છોડ ઉગાવવા ખૂબ પસંદ હોય છે અને રંગ-બેરંગી ફૂલ ઘરના આંગણામાં ઊગે તો ઘરની સુંદરતા વધી જાય છે. તેથી લોકો પોતાના ઘરની જગ્યા અનુસાર ફૂલ-છોડ ઊગવતા હોય છે. જેમાં ગુલાબના ફૂલ સૌ કોઈને પસંદ હોય છે. તેથી લોકો નર્સરીમાં મળતા ગુલાબણના છોડને લઈ પોતાના ઘરમાં તેનો ઉછેર કરતાં હોય છે.
🌹 ગુલાબના છોડનો ઉછેર સારી રીતે કરતાં હોવા છતાં ઘણી વાર તે ખરાબ થઈ જાય છે અને ઘણી વાર ફૂલ પણ આવતા નથી જેનાથી લોકો ગુલાબના છોડને ઉછેરવા અનેક પ્રયાસો કરતાં હોય છે. પરંતુ તેમાં સારું પરિણામ મળતું નથી. તેથી મિત્રો, અમે તમારા માટે એવા ઉપાય લઈને આવ્યા છીએ કે, જેનાથી વધારે માત્રામાં ગુલાબના ફૂલ આવશે જે ઘરની રોનક વધારશે.
🌹 ગુલાબના છોડનો પ્રકાર :- સૌપ્રથમ તો તમારે એ જાણવું જોઈએ કે, તમારા ઘરમાં રહેલો ગુલાબનો છોડ કેવા પ્રકારનો છે. ત્યારબાદ જ તેના પર પ્રોસેસ કરી શકશું. જેમાં 2 પ્રકારના ગુલાબના છોડ હોય છે ઇંગ્લિશ અને દેશી. જો તમારી પાસે આ બંનેમાંથી કોઈ એક છોડ છે, તો તેને ઉછેરવામાં વધારે સમસ્યા નહીં થાય માત્ર અમુક ટિપ્સને ફોલો કરવી જોશે. તો હવે જાણીશું ગુલાબના છોડને કઈ ટિપ્સથી ઉછેરવાથી ફૂલ વધારે આવશે.ગુલાબના છોડને ઉછેરવા માટે માત્ર 3 વસ્તુમાં વધારે ધ્યાન આપવું પડશે.
1)સુર્ય પ્રકાશ, 2)છોડનું ફર્ટિલાઇઝર, 3)ગુલાબના છોડની માટી.
👉 1. સુર્ય પ્રકાશ :- મિત્રો, તમે ઘણી જગ્યાએ જાણ્યું હશે કે કોઈ પણ છોડ સૂર્ય પ્રકાશની હાજરીમાં પ્રકાશ સંશ્લેષણની ક્રિયા કરી અને પોતાનો વિકાશ કરે છે. તેથી બધા લોકો છોડને સૂર્ય પ્રકાશમાં વધારે રાખે છે. પરંતુ તમને જણાવી દઈએ કે, અમુક પ્રકારના છોડ એવા પણ હોય છે કે, જેને સુર્ય પ્રકાશ ઓછી માત્રામાં મળે ત્યારે પોતાનો વિકાસ કરે છે. જો તેને વધારે સુર્ય પ્રકાશ મળે તો તે છોડ બળી જાય છે.તેથી તેને જેમ બને તેમ ઓછા સુર્ય પ્રકાશમાં રાખવો પડે છે. જેમાં ગુલાબનો છોડ પણ આ પ્રકારનો હોય છે. શિયાળામાં સુર્ય પ્રકાશ ઓછો હોવાથી વધારે ફૂલ આવે છે.
🥀 ગુલાબના છોડને વધારે સુર્ય પ્રકાશથી બચાવવા માટે તમારે ગ્રીન શેડવાળી જાળી ઇન્સ્ટોલ કરવી જોઈએ. તેથી સુર્યના સીધા કિરણો છોડ પર ન પડે, જો તમે આ નેટ ઇન્સ્ટોલ ન કરી શકતા હોય તો તમારે ગુલાબના છોડને ઘરની એવી જગ્યાએ રાખવો જોઈએ. કે, જ્યાં સવારનો તડકો આવે અને બોપોરનો તડકો ન આવે. આવું કરવાથી તમારા ગુલાબના છોડને સુર્ય પ્રકાશથી નુકશાન નહીં થાય.
👉 2. છોડનું ફર્ટિલાઈઝર :- છોડની સારી વૃદ્ધિ અને વિકાસ કરવા માટે છોડમાં ફર્ટિલાઇઝર ઉમેરવું પડે છે. જેનાથી બળી ગયેલો છોડ પણ ફરી વિકાસ પામે છે. તેથી છોડના વિકાસ માટે તમે DIV ફર્ટિલાઇઝરનો ઉપયોગ કરી શકો છો. આ ફર્ટિલાઇઝર તમે તમારા હાથે પણ બનાવી શકો છો.
🥀 DIV ફર્ટિલાઇઝર બનાવવા માટે તમારે સૌપ્રથમ ગાયનું ગોબર લેવાનું રહેશે અને તેને સૂકવી દેવાનું. ત્યાર બાદ તમારે ખરાબ થઈ ગયેલ ફળો અથવા તેની છાલ લેવાની, હવે આ બધી વસ્તુને એક બીજામાં સરખી રીતે મિક્સ કરી અને 1 ડોલ પાણીમાં આ બધુ ઉમેરી દેવું. ત્યાર બાદ તમારે તેને 1 અઠવાડિયા સુધી રાખી મૂકવું. હવે તમારે આ પાણીને ગુલાબના છોડમાં છટકાવ કરવાનો રહેશે, મિત્રો થોડા જ દિવસોમા તમે ફર્ક અનુભવશો કે ગુલાબના ફૂલ વધારે આવવા લાગ્યા છે અને છોડ પણ વિકાસ પામી રહ્યો છે.
👉 3. ગુલાબના છોડની માટી :- છોડ ત્યારે જ સારો થાય જ્યારે તેની માટી સારી હોય, છોડનો વિકાસ ઓછો થવા પાછળનું મોટું કારણ માટી પણ હોય શકે છે. જેમાં કઠણ માટી હોય અથવા કાંટાળી માટી હોય કે, પછી વધારે ભેજ સંગ્રહ કરી ન સકતી માટી હોય, આ બધા માટીના કારણોથી છોડનો વિકાસ અટકી જાય છે.
🥀 ગુલાબના છોડને સારો વિકાસ આપવા માટે તેની માટીને તમારે વધારે કઠણ નથી થવા દેવાની તેના માટે તમે અમુક દિવસના અંતરે માટીને ખોદાણ કરી માટી સરખી કરી લેવી. ત્યાર બાદ તમારે છોડની માટી એવી રાખવાની કે, વધુ સમય સુધી ભેજને સંગ્રહ કરી શકે, ઉપરાંત તમારે આ માટીમાં ગાયનું છાણ ખાતર સ્વરૂપે નાખવું જેનાથી વિકાસ વધારે થશે.
👉 ઘરની સામગ્રીને ખાતર સ્વરૂપે ઉપયોગ :- આપણા ઘરમાં ઘણી એવી વસ્તુઓ હોય છે. જે છોડને વધારે વિકાસ કરાવી શકે પરંતુ આપણે આ બધી વસ્તુઓ કચરામાં ફેકી દેતા હોય છે. પરંતુ જો તમે ભાતનું ઓસામણ, દાળનું પાણી, શાકભાજીની છાલો આ બધી વસ્તુ કુદરતી ખાતર તરીકે કામ આવે છે. તેથી આપણે આ બધી વસ્તુને છોડની માટીમાં નાખવાથી વિકાસ ઝડપી થાય છે.
🥀 આ બધી ટિપ્સને ફોલો કરી તમે પણ ઘરમાં ગુલાબના છોડનો વિકાસ સારી રીતે કરી શકશો. ઉપરાંત આ ટિપ્સમાં કોઈ પણ પ્રકારનું કેમિકલનો ઉપયોગ થતો ન હોવાથી તમારા છોડ અને માટીને નુકશાન પણ નહીં થાય અને છોડના વિકાસ સાથે ફૂલ પણ વધારે માત્રામાં આવવા લાગશે.
જો ફૂલ વધુ ઉગાડવા વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.