🥛દૂધ જો યોગ્ય સમયમાં યોગ્ય પ્રમાણમાં પીવામાં આવે તો શરીરને ફાયદો થાય છે. દૂધમાં અનેક પ્રકારના પોષક તત્વો રહેલા છે આ દૂધના કારણે શરીરને તાકત મળે છે. દૂધને આયુર્વેદમાં સંપૂર્ણ આહાર માનવામાં આવે છે. નિયમિત દૂધનું સેવન કરવાથી હાડકાં, માંસપેશીઓ વધારે મજબૂત બને છે. દૂધમાં કેલ્શિયમ, પ્રોટીન, પોટેશિયમ,વિટામિન-એ, બી-12, ડી જેવા અનેક પોષક તત્વો તેમાં રહેલા હોય છે.
🥛તંદુરસ્તી કાયમી બનાવી રાખવા માટે દૂધ પીવું ખૂબ જ જરૂરી છે. ભારતમાં લોકો પોતાના પીવાના દૂધને ઉપયોગમાં લેતા પહેલા ઉકાળે છે. આ આદત ખૂબ જ સારી છે કેમ કે દૂધમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને નષ્ટ કરવા તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે.
🥛જે દૂધ કાચું હોય તેને ઉકાળવું જરૂરી છે પરંતુ આપણે જે દૂધ બજારમાંથી પેકેટમાં લાવીએ તે પોશ્ચરાઈજ દૂધને ઉકાળવાની કોઈ પણ જરૂર રહેતી નથી. કેમ કે એ દૂધને બેક્ટેરિયા મુક્ત કરીને જ બજારમાં વેચાણ માટે મૂકવામાં આવે છે. તેથી આ દૂધને ઉકાળીને પીવાની કોઈ જરૂર હોતી નથી, તેને એમ જ પિય શકાય છે.
🥛બજારમાં મળતા પોશ્ચરાઈજ દૂધને તમે લાંબો સમય સુધી સ્ટોર કરી શકો છો જ્યારે કાચું દૂધ જલ્દીથી ખરાબ થઈ જાય છે. જે લોકોને કાચું દૂધ પીવાની આદત હોય છે તેમને દૂધમાં રહેલા સાલ્મોનેલા, કોલાઈ અને બીજા જે હાનિકારક બેક્ટેરિયા દૂધમાં હોય છે તેનાથી બીમારીનો ખતરો રહી શકે છે. તો આજના આ લેખમાં અમે તમને 30 વર્ષથી આ ફિલ્ડની સાથે જોડાયેલા એવા તેના એક્સપર્ટ આ બાબતે શું મત આપે છે.
🥛કાચું દૂધ પીવાથી શું થાય : આપણે જે કોઈ પશુ પાલક કે દૂધ વિક્રેતાની પાસેથી જે દૂધ ખરીદીએ છીએ તે દૂધ ગાય, ભેંસ કે પછી બકરીનું હોય છે. આ દૂધને પીવાના ઉપયોગ પહેલા બેક્ટેરિયા મુક્ત બનાવવા માટે તેને ઉકાળવું ખૂબ જ જરૂરી છે. અને જો તમે તે દૂધને ઉકાળ્યા વગર જ પીવાના ઉપયોગમાં લો છો તો તે જંતુ તમારા શરીરમાં જઈને તમને બીમારીનો ભોગ બનાવી શકે છે. તો સ્વસ્થ રહેવા માટે કાચા દૂધને ઉકાળવું ખૂબ જ જરૂરી છે.
🥛પોશ્ચરાઈઝ દૂધ પીવાથી : પોશ્ચરાઈઝ દૂધ આપણને બજારમાંથી પેકિંગ કરેલું મળે છે. તે દૂધને વેચાણ પહેલા જ અનેક પ્રોસેસમાંથી પસાર કરી દેવામાં આવ્યું હોય છે. તેમાં કોઈ પણ પ્રકારના જંતુઓ હોતા નથી આથી આ દૂધને તમે એમ જ પીવાના ઉપયોગમાં લઈ શકો છો. તેનાથી તમારા સ્વાસ્થ્યને કોઈ જ હાનિ પહોંચી શકે તેમ હોતું નથી.
🥛દૂધને ઉકાળવું જોઈએ કે નહિ ? : જો તમે તમારા ઘરે કાચા દૂધનો ઉપયોગ કરો છો તો તેને અવશ્ય ઉકાળીને જ વાપરવું જોઈએ, પરંતુ તમે પોશ્ચરાઈજ મિલ્ક યુજ કરો છો તો તેને ઉકાળવું ના જોઈએ. પોશ્ચરાઈજ દૂધ માટે એક્સપર્ટ એવું કહે છે કે જો તેને વારંવાર ઉકાળવામાં આવે તો દૂધના જે પોષક તત્વો હોય છે તે નષ્ટ થઈ જાય છે અને બાદ આ દૂધ પીવાથી કોઈ જ ફાયદો થતો નથી.
🥛પોશ્ચરાઈઝ દૂધને 10 મિનિટ જો 100 ડિગ્રી પર ઉકાળવામાં આવે તો તેમાં એક પણ વિટામીન્સ શેષ બચતા નથી. તો આ વાતનું ખાસ ધ્યાન રાખો. દૂધ છે તે સંપૂર્ણ ખોરાક ત્યારે જ બની રહે જ્યારે તેને સંપૂર્ણ તત્વોની સાથે લેવામાં આવે. નહિ તો દૂધ પીવાનો કોઈ ફાયદો નથી.
🥛દૂધને ઉકાળવા માટેની એક ખૂબ જ મહત્વ પૂર્ણ ટિપ્સ : અમુક લોકો દૂધને થોડું હુંફાળું પીવાનું પસંદ કરે છે. તો તમે પણ જો આવું દૂધ પીવાના શોખીન હોય તો પોશ્ચરાઈઝ દૂધને પણ તમે ઉકાળી શકો. પરંતુ તેના માટે એ વાત ખાસ ધ્યાને લો કે આ દૂધને તમે 10 મિનિટથી વધારે ક્યારેય ના ઉકાળો.
🥛તમે એક કે બે ગ્લાસ દૂધને 4 થી 5 મિનિટ ઉકાળશો ત્યાં જ તે ગરમ થઈ જાય છે એવી રીતે જો દૂધને ગરમ કરવામાં આવે તો તેના તમામ પોષક તત્વો પણ સલામત જ રહે છે. જ્યારે કાચા દૂધને લાવીને તેને ઉકાળી ઠંડુ પાડીને ફ્રીઝમાં સ્ટોર કરી શકો છો. કાચા દૂધને પણ વારંવાર ઉકાળવું યોગ્ય નથી, તેને ફરી જો તમારે ગરમ કરવું જ છે તો તેને થોડું જ ગરમ કરો.
🥛હવે તમને ખ્યાલ આવી ચૂક્યો હશે કે કાચા દૂધને હંમેશા ઉકાળીને જ ઉપયોગમાં લેવું જોઈએ અને પોશ્ચરાઈઝ દૂધને માત્ર ગરમ જ કરો અને તેને પીવાના ઉપયોગમાં લો. આ ધ્યાન રાખીને તમેને દૂધ પીવાનો પૂરો ફાયદો થશે. આમ દૂધના તમામ તત્વોને જાળવીને તેને પીવાથી પૂરો ફાયદો થાય છે.
જો આ દૂધ વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું. – આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.