👉 આપણે સૌ કોઈએ ખેતીમાં ખેડૂતને અલગ અલગ પાકનું વાવેતર કરતાં નિહાળ્યા હશે. જેનાથી તેઑ સારી એવી આમદની પણ પ્રાપ્ત કરે છે. પરંતુ ઘણી વાર અચાનક આવતી કુદરતી વિપદાને કારણે ખેડૂતને ઘણું નુકશાન વેઠવું પડે છે. આ સિવાય તેઓને જે તે પાકોના વાવેતરમાં પણ ઘણી કાળજીઓ લેવાની હોય છે. જેમાં નાની એવી ચૂક પણ આખા પાકને ખરાબ કરી દે છે.
👉 મિત્રો, આપણું ગુજરાત ઘણા પાકોના વાવેતરમાં ભારતમાં પ્રથમ સ્થાન ધરાવે છે. જે આજની આધુનિક ખેતીની ટેકનિકને કારણે શક્ય બન્યું છે. ખેતીમાં જો અમૂલ્ય પાકોની વાત કરવામાં આવે તો તેમાં મોખરે આવે છે. કેસરનો પાક, જે વધારે પડતા ઠંડા અને પહાડી વિસ્તારમાં લેવામાં આવે છે. જેનાથી ખૂબ સારી આવક પણ પ્રાપ્ત થાય છે. જેથી જ તેને લાલ સોના તરીકે ઓળખવામાં આવે છે.
👉 કેસરનો પાક જો આપણે નોર્મલ જમીનમાં લેવો હોય તો તેમાં થોડીક કાળજી રાખવી પડે છે. જો મુખ્ય વાતો ધ્યાનમાં લઈ અને પાકનું વાવેતર કરવામાં આવે તો તમે પણ તમારા ખેતરમાં કેસરનો સારો એવો પાક વાવી શકો છો અને તેમાંથી મોટી આવકની પ્રાપ્તિ પણ કરી શકો છો. આજે આપણે આ આર્ટીકલમાં જાણીશું કે, નોર્મલ જમીનમાં પણ કઈ રીતે તમે કેસરના પાકનું સારું એવું વાવેતર કરી શકો છો. એ પણ મુશ્કેલીઓ વગર. તો આવો જાણીએ તેના વિશે વિસ્તાર પૂર્વક.
👉 કેસરના પાકનું વાવેતર કરવા અપનાવો આ ટિપ્સ :-
👉 કેસરની ખેતી કરવા માટે યોગ્ય જમીન :- તમે જે રીતે અન્ય પાકનું વાવેતર કરતાં હોય ત્યારે તમે સાધારણ રીતે જમીનમાં તેનું રોપણ કરી શકો છો. પરંતુ કેસરનો પાક એવો છે કે, જેમાં જમીન ખૂબ સારું પોષક તત્વ ધરાવતી હોવી જોઈએ. જેના માટે તમારે નાઇટ્રોજન, ફૉસ્ફરસ અને છાણ પ્રતિ હેક્ટર દીઠ નાખવું જોઈએ. આ સિવાય કેસરના પાકને સારો એવો સુર્ય પ્રકાશ પણ મળવો જોઈએ. આ સિવાય જમીન પાણીનો મધ્યમ માત્રામાં સંગ્રહ કરી રાખે તેવી હોવી જોઈએ.
👉 યોગ્ય વાતાવરણમાં જ લેવો કેસરનો પાક :- કેસરના પાકને લેવા માટે વાતાવરણ ખૂબ મહત્વનો ભાગ ભજવે છે. જો યોગ્ય વાતાવરણમાં કેસરનો પાક લેવામાં ન આવે તો પાક નિષ્ફળ જવાની ખૂબ વધારે શક્યતા રહે છે. કારણ કે, કેસરના પાકને સારા વાતાવરણમાં જ લઈ શકાય છે.
👉 આપણા ગુજરાત રાજ્યમાં ઉનાળાની અંદર ખૂબ વધારે ગરમી પડે છે. જેના કારણે કેસરનો પાક બળી જવાની શક્યતા રહે છે. આ સિવાય ચોમાસાની ઋતુમાં જો પાક લેવામાં આવે તો પણ વધુ પાણી મળવાથી પાક ખરાબ થઈ જાય છે. તદ્દ ઉપરાંત શિયાળાની ઋતુમાં પણ એવું જ થાય છે. જેમાં વહેલી સવારે જાકળ આવી જવાથી પાક ખરાબ થઈ જાય છે.
👉 જેથી જો તમારે કેસરનો સારી ગુણવત્તાવાળો પાક લેવો હોય તો તમારે નવેમ્બર, ડિસેમ્બર મહિનામાં લઈ શકો છો. જેમાં વધુ ગરમી પણ ન હોય, ઠંડી પણ નથી હોતી અને વરસાદ પણ ઓછી માત્રામાં હોય છે. જેથી આ પાક માટે ખૂબ સારું ગણાય છે.
👉 પાણીની સિંચાઇ :- કેસરના પાક માટે પાણી ખૂબ જરૂરી છે. બીજ રોપ્યા બાદ તમારે તેને પાણી પીવડાવવાનું શરૂ કરી દેવું પડશે. જેમાં તમારે એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે, પાણી કોઈ પણ જગ્યાએ ભરાયેલું ન રહે જો વધારે સમય સુધી પાણીનો ભરાવો રહે તો પાક ખરાબ થઈ શકે છે. તો આ રીતે તમે મિત્રો, તમારા ખેતરમાં કેસરનો પાક લઈ અને સારી એવી આવકની પ્રાપ્ત કરી શકો છો.
જો આ કેસરનો પાક વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.