👉 આપણા સમાજમાં ઘણી એવી વાત છે કે જેમાં ઘણા જ પ્રકારના મત મતાંતરો જોવા મળતા હોય છે. આજે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ પતિ-પત્ની એક સાથે એક જ ડીશમાં ભોજન કરે તે બરાબર છે કે નહિ. આ વાત માટે ઘણા લોકોનું એવું કહેવાનું છે કે આમ એક જ થાળીમાં ભોજન કરવાથી બંને વચ્ચે પ્રેમ વધે છે. તો ઘણા લોકો આ વાતને બરાબર નથી માનતા. પરંતુ આના માટે શાસ્ત્ર શું કહે છે. મહાભારતમાં ભીષ્મ પિતામહે શું કહ્યું તે જોઈએ.
👉 આવું ભોજન ન કરવું જોઈએ : મોટા ભાગના લોકોના મનમાં એવું છે કે જો પતિ-પત્ની એક જ થાળીમાં જમે તો તેની વચ્ચે પ્રેમ વધે છે. પરંતુ હકીકતે એવું હોતું નથી પ્રેમ જો હોય તો તેના માટે એક થાળીમાં જમવું જ પડે તેવું પણ નથી. આજના સમયમાં પ્રેમ હોવાનો ઘણા તો માત્ર દેખાવ જ કરે છે. હકીકતમાં પતિ-પત્નીનું એક જ થાળીમાં જમવું યોગ્ય છે કે નહી. આ વાત માટે મહાભારત શું કહે છે ચાલો જોઈએ.
👉 બાણશૈયા પર સૂતેલા ભીષ્મપિતા અને પાંડવોનો વાર્તાલાપ : મહાભારતના યુધ્ધ બાદ જ્યારે ભીષ્મપિતા બાણની શૈયા પર રણ મેદાનમાં સૂતા હતા ત્યારે રાત્રે તેને વંદન કરવા અને તેમની પાસે જ્ઞાન લેવા માટે પાંડવો આવે છે અને ભીષ્મ તેને સંસારનું જે સત્ય છે તેની સમજ આપે છે. બાણશૈયા પર સૂતેલા ભીષ્મ પાંડવોને રાજનીતિનું જ્ઞાન આપે છે કેવી રીતે રાજ કરવું અને તેની સાથે તે એ પણ કહે છે કે ભોજન કોની સાથે લેવું અને કેવા પ્રકારનું ભોજન લેવું તેનું સાચું જ્ઞાન આપે છે.
👉 કેવું ભોજન ગ્રહણ ન કરવું જોઈએ : ભીષ્મપિતા પાંડવોને જણાવતા કહે છે કે પીરસાયેલી થાળીને જો કોઈ વ્યક્તિ ટપીને ચાલે તો તે ભોજન ક્યારેય લેવું ન જોઈએ. આવા પ્રકારનું ભોજન ખાવા માટે યોગ્ય નથી. જો તેને ખાવામાં આવે તો તે મનને બગાડે છે.
👉 કેવા પ્રકારનું ભોજન અમૃત તુલ્ય છે : ભીષ્મપિતા ખુદ આ વાત કહેતા પાંડવોને જણાવે છે કે ભોજન જો ભાઈઓ સાથે લેતા હોય તો તે થાળી અમૃત બરાબર છે તેની સરખામણી બીજા કોઈ ભોજનની સાથે ન કરી શકાય. માટે બને ત્યાં સુધી ભાઈઓએ સાથે જ ભોજન લેવું જોઈએ. આ પ્રકારનું ભોજન જે ઘરમાં થાય છે ત્યાં સુખ, શાંતિ અને સંપતિ બની રહે છે.
👉 ઘરમાં તંદુરસ્તી રહે છે અને માતા લક્ષ્મી પ્રસન્ન રહે છે. પિતામહની વાતને હંમેશા પાંડવોએ આવકારી હતી તેઓ હંમેશા સાથે જ ભોજન લેતા હતા પાંડવોના જીવનમાં જે પણ કષ્ટ આવ્યા તેમાંથી ભગવાને ખુદે તેઓને ઉગાર્યા અને યુધ્ધમાં શ્રી કૃષ્ણે પાંડવોને વિજયી બનાવ્યા.
👉 ધનની હાનિ કરાવે તેવું ભોજન : શાસ્ત્ર કહે છે કે ભોજન માટેની થાળી જો પીરસાઈ ગઈ હોય અને તે થાળીને કોઈનો પણ પગ અડી જાય કે કોઇની ઠોકર વાગે તો તે થાળીમાં રહેલું ભોજન ખાવાને લાયક રહેતું નથી. આવું ભોજન લેવાથી આપણે બચવું જોઈએ જો આવું અપમાનિત થયેલું ભોજન જો આપણે લઈએ તો આપણે દરિદ્રતા તરફ ધકેલાઈએ છીએ માટે આવા પ્રકારના ભોજનથી બચવું જોઈએ.
👉 આજ કારણથી પતિ-પત્નીએ એક થાળીમાં ભોજન ન કરવું જોઈએ : પાંડવોને જણાવતા ભીષ્મ કહે છે કે ક્યારેય પતિ-પત્નીએ એક જ થાળીમાં ભોજન ન કરવું જોઈએ. તેનું કારણ એ છે કે જો આવી રીતે ભોજન થાય તો પતિ પર પત્નીનો પ્રેમ હાવી થઈ જાય છે અને તે પરિવાર માટે જરા પણ બરાબર નથી.
👉 આવું જો થાય તો પરિવારમાં લડાઈ-ઝગડા થવા લાગે છે. લડાઈનું કારણ છે કે પતિની નજરમાં પત્ની જ સર્વોપરી છે પરિવારના અન્ય સભ્યો તેની નજરમાં તુચ્છ બને છે માટે આવું ભોજન જરા પણ યોગ્ય નથી. આ સમગ્ર વાત મહાભારતના અનુશાસન પર્વમાં કરવામાં આવી છે અને તે જીવનમાં ઉતારવા જેવી છે જેનાથી આપણું જીવન સુખરૂપ બની રહે.
જો આ ભોજન વિશેની માહિતી ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.