🥔દરેક ગૃહિણીના ઘરમાં કોઈ શાક ના હોય, પરંતુ બટાકા અને ડુંગળી તો થોડા સ્ટોર કરેલાં જોવા મળશે. બટેકા અને ડુંગળી એવી વસ્તુ છે, જે મોટાભાગની સ્ત્રી પોતાના ઘરમાં અવેજીમાં રાખતી જ હોય છે. કેમકે ડુંગળી અને બટેકાનો દરેક શાકમાં ઉપયોગ થયો હોય છે.
🧅ગમે તે શાક હોય તેમાં આપણે બટેકા ઉમેરતાં હોઈએ છીએ. તો ડુંગળી પણ કોઈ નવી વાનગી બનાવવાની હોય તેમાં ઉપયોગ થતો હોય છે. પરંતુ ઘણાં લોકો બટેકા અને ડુંગળી રસોડામાં એવી રીતે સ્ટોર કરતાં હોય છે જેની બરાબર જાણકારી હોતી નથી. જેના કારણે ડુંગળી અને લાંબા સમય પછી બટાકા બગડવા લાગે છે. તો આજે તમને આ બંને વસ્તુ કેવી રીતે સ્ટોર કરવી તેના વિશે માહિતી આપીશું.
🥔-પહેલાં તો તમને એક વસ્તુ જણાવીએ જે દરેક મહિલા ભૂલ કરતી હોય છે. બટેકા અને ડુંગળી ફ્રિઝમાં રાખવાની. ડુંગળી ફ્રિઝમાં રાખવાથી દુર્ગંધ આવવા લાગે છે અને તેની સ્મેલ બીજા શાકભાજીને પણ ખરાબ કરે છે. એવી જ રીતે બટાકામાં ભરપૂર પ્રમાણમાં એન્ટીઓક્સીડન્ટ હોય છે. જે ફ્રિઝમાં રાખવાથી ખરાબ થઈ જતાં હોય છે.
🧅-તમને જરૂરી ટિપ્સ જણાવીએ. બજારમાં આજકાલ બટેકા અને ડુંગળી સાથે રાખવા માટે ટોપલી મળે છે. પરંતુ આ બંને વસ્તુ સાથે ક્યારેય રાખવી ન જોઈએ. કેમ કે બટાકા થોડો સમય થાય એટલે અંકુરિત થઈ જાય છે. જેને આપણે બટાકા ઉગી ગયા કહીએ છીએ. હવે તેના કારણે તેની સાથે રાખેલા ફળો જેમ કે કેળાં-સફરજન વગેરે ખરાબ થવા લાગે છે. કોઈ એક બટાકું પણ અંકુરિત થાય એટલે તેનો સ્વાદ ખરાબ થવા લાગે છે.
🥔-મોટાભાગની મહિલાઓ બટાકાની ટોપલીને ખુલ્લામાં રાખવાની ભૂલ કરતી હોય છે. પરંતુ તેને ખુલ્લામાં સ્ટોર ન કરવા જોઈએ. તેના કરતાં એક ખાનામાં, બેમ્બુ વેજીટેબલ સ્ટીમરમાં અથવા એક ટોપલીમાં રાખવા. અને ખાસ ધ્યાન રાખવું કે તે એવી જગ્યા પર રાખવા કે જ્યાં અંધારું હોય-હવા આવતી હોય.
🥔-બટાકા સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે. તેમાંથી કેલ્શિયમ, પ્રોટીન, આર્યન, વિટામિન-6, વિટામિન-સી, ફોસ્ફરસ, મેગેનીઝ, મેગ્નેશિયમ, પોટેશિયમ, કોપર, ફાઈબર, થાયમીન વગેરે પ્રકારના પોષક તત્વો મળે છે. પરંતુ તેનો લાભ ત્યારે જ મળશે જ્યારે તમે તેને સારી જગ્યા પર સ્ટોર કરશો. જો તેને સારી જગ્યા પર સ્ટોર કરવામાં ન આવે તો તે અંકુરિત થાય છે, સાથે લીલા પણ થવા લાગે છે. એટલે જ બટેકાને વ્યવસ્થિત જગ્યા પર સ્ટોર કરવા જોઈએ.
🧅-ઘણી મહિલા આખા વર્ષની કે ચોમાસામાં પલળી જવાને કારણે ઉનાળામાં ડુંગળી સ્ટોર કરવા લાગતી હોય છે. પરંતુ અમુક સમયે વધારે ડુંગળી સ્ટોર કરવાના કારણે ખરાબ થઈ જતી હોય છે. કેટલીક વખત તો ઘરમાં દુર્ગંધ ફેલાવા લાગતી હોય છે. તો તેને સારી રીતે સુકવવી જોઈએ. પછી તેને સૂર્યનો પ્રકાશ આવતો હોય અને ભેજ ન હોય તેવી જગ્યા પર રાખવી જોઈએ. જેથી ડુંગળીમાંથી આવતી વાસ દૂર થઈ જશે.
🧅-ડુંગળી બરાબર સુકાય જાય એટલે તેના ફોતરાં પણ કાઢી નાખવા જોઈએ. પછી તેને એવી જગ્યા પર સ્ટોર કરવી જ્યાં તાપમાન 4 થી 10 સેલ્સિયસ અથવા 40 થી 50 ફેરેહીટની વચ્ચે રહેતું હોય.
🧅-હવે તમારે ડુંગળી એવી અંધારી જગ્યા પર સ્ટોર કરવી જોઈએ, જેથી કરીને તેમાં ભેજ ન આવે. તેને આ રીતે સ્ટોર કરવામાં આવે તો લાંબા સમય સુધી સારી રહેતી હોય છે. પણ ધ્યાન રહે કે તેને સમય સમય પર ફેરવતાં રહેવું જોઈએ.
🧅-આમ સરળ ટિપ્સ અપનાવીને ડુંગળી સ્ટોર કરી શકો છો. પણ એક વાતનું ખાસ ધ્યાન રાખવું કે ડુંગળી બટેકા ક્યારેય એક સાથે સ્ટોર ન કરવા. જો તમે ડુંગળીનો ઉપયોગ રોજ કરો છો. તો તેને એક પેપર બેગમાં ભરો તેમાં નાના કાણા પાડી દેવા. જેથી ડુંગળી તાજી રહે. બીજું કે ભેજવાળી જગ્યા પર ક્યારેય આ બંને વસ્તુ ન રાખવી.
જો આ બટેકા સ્ટોર કરવાની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.