🪙💰 ધનતેરશના દિવસે અમુક વસ્તુની ખરીદી કરવી ખુબ જ શુભ માનવામાં આવે છે. ધનતેરશ એ દિવાળીના આગમનનું સૂચક છે. ધનતેરશના દિવસે સોના અને ચાંદીની વસ્તુ ખરીદવાની અત્યંત પ્રાચીન પરંપરા ચાલી આવી છે. પરંતુ દરેક વસ્તુના બે પાસા હોય છે. જેમ રાત છે તો દિવસ પણ છે. તેવી જ રીતે ધનતેરશના દિવસે અમુક વસ્તુ ખરીદવાથી શુભ ફળ પ્રાપ્ત થાય છે તો અમુક વસ્તુ ખરીદવાથી તમને મોટું નુકશાન પણ થઇ શકે છે. આજે અમે તમને એવી વસ્તુઓ જણાવશું કે જો તેની ખરીદી ધનતેરશના દિવસે કરવામમાં આવે તો તે તમને કંગાળ બનાવી શકે છે.
- લોખંડની વસ્તુઓ ન ખરીદવી
🪙💰 ધનતેરશના દિવસે ક્યારેય ભૂલથી પણ લોખંડની વસ્તુની ખરીદી ન કરવી જોઈએ. ઘણા લોકો રસોઈને લગતી વસ્તુ ધનતેરશના દિવસે ખરીદી લે છે અને રસોઈમાં ઉપયોગમાં લેવાતી અમુક વસ્તુને બનાવવા માટે લોખંડનો ઉપયોગ કરવામાં આવતો હોય છે માટે ધનતેરશના દિવસે લોખંડ કે લોખંડથી બનેલી વસ્તુઓ ખરીદવાથી ખાસ બચવું જોઈએ. જો તમે લોખંડની વસ્તુ ખરીદવા માંગો છો તો એક દિવસ પછી અથવા તો એક દિવસ પહેલા ખરીદી શકો છો પરંતુ ધનતેરશના દિવસે નહિ. ઘણા લોકો ધનતેરશના દિવસે ગાડી ખરીદવાની ઈચ્છા ધરાવતા હોય છો તો તમારે ગાડી ખરીદવી હોય તો આગલા દિવસે ગાડીના પૈસા ચૂકવી દેવા. ત્યાર બાદ તમે ધનતેરશના દિવસે ગાડી ઘરે લઇ આવી શકો છો.
- કાંચ
🪙💰 ધનતેરશના દિવસે તમે કાચની વસ્તુ ખરીદી રહ્યા છો તો તમારે સાવધાન રહેવું જોઈએ. કારણ કે એવી માન્યતા છે કાંચમાં રાહુનો વાસ થાય છે. માટે જો ધનતેરશના દિવસે કાંચની ખરીદી કરવામાં આવે તો તમારા ઘરમાં રાહુનો વાસ થાય છે. અને રાહુના દુષ્પ્રભાવના કારણે તમારા ઘરમાં દરિદ્રતા આવી શકે છે. આ ગરીબીથી પછી તમને કોઈ બચાવી શકતું નથી. માટે ધનતેરશના દિવસે ભૂલથી પણ કાંચ રૂપી કે કાંચનો ઉપયોગ કરીને બનાવેલી કોઈ પણ વસ્તુ ખરીદવાથી બચવું જોઈએ.
- ગીફ્ટ
🪙💰 ઘણા લોકો દિવાળીની જેમ ધનતેરશના દિવસે પણ એક બીજાને ગીફ્ટ આપતા હોય છે. જો તમે પણ ધનતેરશના દિવસે એક બીજાને ભેટ આપો છો તો બંધ કરી દેવું. કારણ કે આવું કરવું ખુબ જ અશુભ માનવામાં આવે છે. ધનતેરશના દિવસે કોઈ વ્યક્તિને ગીફ્ટ આપવાનો મતલબ છે કે તમે તમારા ઘરની લક્ષ્મી તે વ્યક્તિને આપી રહ્યા છો. માટે ધનતેરશના દિવસે ભૂલથી પણ કોઈને ભેટ ન આપવી. જો તમારે આપવી જ હોય તો તમે એક દિવસ અગાઉ કે ધનતેરશ પછી આપી શકો છો.
- ખાલી વાસણ
🪙💰 તમારે ધનતેરશના દિવસે લોખંડ અને સ્ટીલના વાસણની ખરીદીથી તો ખાસ બચવાનું છે. પરંતુ તમે આ દિવસે તાંબા કે પિત્તળના વાસણની ખરીદી કરી શકો છો. પરંતુ તે વાસણની ખરીદી બાદ તેને ખાલી ઘરે લાવવા તે અશુભ મનાય છે. માટે તે વાસણને ઘરે લાવતી વખતે તેમાં પાણી,અનાજ,કિશમિશ અથવા તો અન્ય કોઈ વસ્તુ ભરી દેવી. ત્યાર બાદ જ તે વાસણને ઘરમાં લાવવા. આ રીતે ભરેલું તાંબા કે પિત્તળનું વાસણ ધનતેરશના દિવસે ઘરે લાવવાથી ખુબ શુભ ફળ પ્રાપ્ત થાય છે. તેનાથી વર્ષ દરમિયાન તમારા ઘરની તિજોરી ભરેલી રહેશે.
- કાળા રંગની વસ્તુ તેમજ ધારદાર વસ્તુ
🪙💰 ધનતેરશ એક શુભ મુહરત અને શુભ દિવસ માનવામાં આવે છે. માટે આ દિવસે કાળા રંગલી વસ્તુઓ ન ખરીદવી જોઈએ. કારણ કે આ દિવસે કાળા રંગની વસ્તુની ખરીદી અશુભ માનવામાં આવે છે. જો આ દિવસે કાળા રંગની વસ્તુ ખરીદવામાં આવે તો તેનાથી ઘરની શુભતા નષ્ટ પામે છે. આ ઉપરાંત ધનતેરશના દિવસે કોઈ ધારદાર વસ્તુ જેવી કે છરી,કાતર વગેરે જેવી વસ્તુની ખરીદી કરવાથી બચવું જોઈએ.
આવી જાણકારી માટે પેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. તેમજ આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવજો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે.