👉નાભિ એક એવી વસ્તુ છે. જેનાથી આખા શરીરને પોષણ મળતું હોય છે. બાળક જ્યારે માતાના ગર્ભમાં હોય ત્યારે નાભિ દ્વારા જ પોષણ મેળવતું હોય છે. તે બંનેની નાભિ એક જ હોય છે. નાભિમાંથી 72000 નાડીઓ નીકળતી હોય છે. જેનો ઉલ્લેખ આયુર્વેદમાં ખાસ કરવામાં આવ્યો છે. એટલું જ નહીં ઘણી બીમારીઓના ઉપયાર પણ નાભિ દ્વારા કરવામાં આવતાં હોય છે.
👉નાભિને આપણે દેશી ભાષામાં પેસોતી કે પેચોટી કહેતા હોઈએ છીએ. આયુર્વેદમાં પિસ્યુંટી કહે છે. જ્યારે પણ આ પેસોટી ખસી જાય છે ત્યારે ભલભલાને દિવસે તારા દેખાય જતાં હોય છે. તેમા ઝાડા, ઉલ્ટી, ઉબકાં, પેટમાં દુખાવો થાય છે. તેને બેસાડવી પણ એક કળા હોય છે. ગમે તે વ્યક્તિ અંબોઇ કે પેસોટી બેસાડી શકતાં નથી. જે તેના નિષ્ણાત હોય તેની પાસે કે ઘરે બોલાવીને બેસાડતા હોય છે.
👉નાભિને કુંડળીની શક્તિ પણ કહેવામાં આવે છે. અને તેનાથી જ મોટાભાગની બીમારી દૂર કરી શકાય છે. તો ચાલો જોઈએ. તેના ઉપાય વિશે.
👉સ્કીન પ્રોબ્લેમ- ઘણી વખત ખસ, દાદર, ખરજવું, શરીરના કોઈ ભાગમાં ખંજવાળ આવવી વગેરે જેવ પ્રોબ્લેમ થતાં હોય છે. તો તેના નિરાકરણ માટે બદામનું તેલ નાભિમાં લગાવવું. નાભિની આજુબાજુ પણ તેલ લગાવી શકો છો. તમારી તકલીફ દૂર થઈ જશે.
👉પેટનો પ્રોબ્લેમ- ઘણાં લોકો બહારનું વધારે પડતું ખાતા હોવાથી પેટની લગતી સમસ્યા થતી હોય છે. જેમ કે ગેસ થવો, કબજિયાત, એસિડિટી, ઝાડા, અપચો જેવી સમસ્યા થવા લાગતી હોય છે. તેનાથી છુટકારો મેળવવા માટે એરંડિયાનું તેલ નાભિ પર લગાવો. આ તેલ નાભિ પર 20 મિનિટ સુધી રાખો પછી ચોખ્ખું પાણી લઈ સાફ કરી લો. બીમારીનું નિરાકરણ આવી જશે.
👉ખીલની તકલીફ– વધારે પડતું પોલ્યુશન, ધૂળ, અપૂરતી ઉંઘ, તળેલો ખોરાક લેવાથી ખીલ થતાં હોય છે. તેમાં 13થી 25 વર્ષની ઉંમરમાં ફેસ પર વધારે ખીલ જોવા મળતા હોય છે. તો તેને દૂર કરવા માટે લીમડાનું તેલ નાભિ પર લગાવવું જોઈએ. આ તેલ લગાવો ત્યારે સીધા 20 મિનિટ સુધી સૂઈ જવું જોઈએ. ધીમેધીમે તમારા ચહેરા પર નિખાર આવવા લાગશે. ગોરાપણું આવી જશે.
👉સોફ્ટ સ્કીન- ઘણા લોકોની સ્કીન એકદમ રફ થઈ જાય છે. જો તમે સોફ્ટ સ્કીન રાખવા માગતા હોવ તો ગાયનું ઘી નાભિ પર લગાવવું જોઈએ. જેનાથી સ્કીન તો સોફ્ટ બનશે સાથે તમારા માથાના વાળ સફેદ હશે તે પણ કાળા અને નવો ગ્રોથ આવવા લાગશે.
👉સાંધાનો દુખાવો- આજકાલ દરેક મહિલાને સાંધાનો દુખાવો જોવા મળતો હોય છે. પગમાં ઘસારો આવી જવાના કારણે કંઈ કામ કરી શકતી હોતી નથી. તેના માટે નાભિમાં ઓલિવ ઓઇલ લગાવવું. કોઈનું વધારે વજન હશે તો ધીમેધીમે ઘટવા લગાશે. ઓલિવ ઓઈલની જગ્યા પર તમે જેતુરનું તેલ લગાવી શકો છો. સાંધાનો દુખાવો અને વજન પણ સાથે ઘટવા લાગશે.
👉પગની એડી ફાટી જવી- શિયાળાની ઋતુમાં મોટાભાગના પુરુષ અને મહિલાની પગની એડી ફાટી જતી હોય છે. કેટલાકના હોઠ શિયાળો શરૂ થાય કે ઉનાળો શરૂ ન થાય ત્યાં સુધી ફાટવા લાગતા હોય છે. તેમાંથી ઘણી વખત લોહી પણ નીકળવા લાગતું હોય છે. પગના વાઢિયામાં પણ આ પ્રકારની તકલીફ થતી હોય છે. તેના માટે સરસવનું તેલ નાભિ પર મૂકવું. ઝડપથી મટવા લાગશે.
👉નોંધ- જે પણ તેલનો ઉપયોગ નાભિ પર લગાવવા કરો ત્યારે ઓછામાં ઓછી 20 મિનિટ જરૂર આપવી જોઈએ. 20 મિનિટ સુધી ચત્તા સુઈ જવું. આ ઉપાય તમારે બે મહિના સુધી સતત કરતાં રહેવાનું છે. દિવસે અને રાત્રે બે વખત ભૂલ્યા વગર કરવાનો રહેશે. ધ્યાન રહે તેલ લગાવ્યા બાદ તરત ઉભા ન થવું 20 મિનિટ સુધી સુઈ જવું.
👉કોઈપણ દવાનો ખર્ચ કે બજારમાં મળતી પ્રોડક્ટનો ઉપયોગ કરીને શરીર ખરાબ કર્યા વગર આયુર્વેદિક ઉપચારથી ઘરે બેઠાં અનેક બીમારીનું નિરાકરણ લાવી શકો છો.
જો નાભીમાં તેલ નાખી બીમારી દૂર કરવાની આ માહિતી, ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. તમારે બીજી કયા વિષય પર માહિતી જોઈએ છે તે કોમેન્ટમાં જરૂર લખો. આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.