મિત્રો તમે મૂળાની ભાજી તેમજ પરોઠા તો ખાધા જ હશે. આ ઉપરાંત ઘણા લોકો સલાડમાં મુળાનું સેવન કરતા હોય છે. સામાન્ય રીતે મૂળા એટલા સ્વાદિષ્ટ નથી હોતા પરંતુ મૂળો ખુબ જ સ્વાસ્થ્ય વર્ધક છે. એવામાં શિયાળીની ઠંડીના દુષ્પ્રભાવ માટે તો મૂળા વરદાન સ્વરૂપ ગણાય છે. આયુર્વેદમાં મૂળાના અનેક ફાયદા જણાવવામાં આવ્યા છે જે જાણીને કદાચ તમે પણ મુળાનું સેવન કરવાનું ચાલુ કરી દેશો.
મોટાપાની સમસ્યામાં લાભદાયી
જે લોકો મોટાપાની સમસ્યાથી પરેશાન છે તેમના માટે મૂળો ખુબ જ ફાયદાકારક સાબિત થાય છે. જે લોકો મોટાપાથી છુટકારો મેળવવા માંગે છે તેમણે મૂળાના રસમાં લીંબુનો રસ અને સિંધાલુ મીઠું મિક્સ કરીને તે મિશ્રણનું સેવન કરવું જોઈએ. આ રીતે મૂળાના રસનું સેવન કરવાથી ધીમે ધીમે મોટાપો દુર થવા લાગશે.
શરદી ઉધરસથી બચાવે છે
ઠંડીની ઋતુમાં મૂળાનું સેવન અવશ્ય કરવું જોઈએ. કારણ કે મુળાનું સેવન કરવાથી શરદી અને ઉધરસ થવાની સંભાવના ઘટી જાય છે. આ ઉપરાંત મોસમના કારણે થયેલ શરદી ઉધરસ મૂળાના સેવનથી ઠીક કરી શકાય છે. મૂળામાં એન્ટી કોન્ગેસ્ટીવ ગુણ રહેલા છે જે કફને ખતમ કરવામાં મદદ કરે છે.
કીડની અને મૂત્ર સંબંધી સમસ્યામાં લાભદાયી
કિડની માટે મૂળો અને મૂળાનો રસ બંને ખુબ જ ફાયદાકારક છે. જો તમે કિડનીમાં રહેલી ગંદકી સાફ કરી કીડનીને સ્વસ્થ બનાવવા માંગો છો તો બે અઠવાડિયા સુધી મૂળાના રસમાં સિંધાલુ મીઠું ઉમેરી તેનું સવારે ખાલી પેટે સેવન કરવું જોઈએ. આવું કરવાથી કીડની સાફ થઇ જશે આ ઉપરાંત જો પથરીમાં આ રીતે નિયમિત મૂળાના રસનું સેવન કરવામાં આવે તો પથરી નષ્ટ કરવામાં મદદ મળે છે. મૂત્રમાર્ગમાં કોઈ સંક્રમણ થયું હોય તો તે પણ મૂળાના રસના સેવનથી અટકાવી શકાય છે. આ ઉપરાંત મૂત્ર માર્ગમાં બળતરા, સોજો તેમજ અન્ય સમસ્યા મૂળાના રસનું સેવન કરવાથી દુર થાય છે.
દાંતને સુંદર અને મજબુત બનાવે છે
દાંત પીળા અને નબળા પડી ગયા હોય તો તેના માટે મૂળો રામબાણ ઉપાય છે. જો તમારા દાંતમાં પીળાશ આવી ગઈ છે અને તમે તેને સફેદ અને આકર્ષક બનાવવા માંગો છો તો મૂળાના નાના ટુકડા કરી લેવા. ત્યાર બાદ તે ટુકડાઓમાં લીંબુનો રસ ઉમેરવો. ત્યાર બાદ બધા ટુકડામાં લીંબુનો રસ લાગી જાય તે રીતે તેને મિક્સ કરવા. હવે તે ટુકડાને દાંત પર ઘસવા. આવું કરવાથી દાંતની પીળાશ દુર થાય છે. આ ઉપરાંત મૂળાના રસના નિયમિત કોગળા કરવાથી દાંત મજબુત બને છે.
બ્લડ પ્રેસરને નિયંત્રણ કરે છે
મૂળામાં એન્ટી હાઈપરટેન્સીવ ગુણ રહેલા હોય છે જે હાઈ બ્લડ પ્રેસરને નિયંત્રણ કરવામાં મદદ કરે છે. મૂળામાં સારી એવી માત્રામાં પોટેશિયમ હોય છે, જે સોડીયમ પોટેશિયમના અનુપાતને બેલેન્સ કરે છે જેના કારણે બ્લડ પ્રેસર બગડતું નથી અને નિયંત્રણમાં રહે છે.
ડાયાબીટીશના દર્દીઓ માટે
મૂળામાં સારી એવી માત્રામાં ફાયબર રહેલું હોય છે. આ ઉપરાંત મૂળાના સેવનથી ઇન્સુલીન પણ નિયંત્રણમાં રહે છે જે શરીરમાં સુગરના લેવલને વધતું અટકાવે છે. માટે ડાયાબીટીશના દર્દીઓએ નિયમિત યોગ્ય માત્રામાં મુળાનું સેવન કરવું જોઈએ.
મુળાનું સેવન કરતી વખતે ધ્યાનમાં રાખવી આ બાબતો
મુળાનું સેવન હંમેશા સવારે અથવા તો દિવસે કરવું જોઈએ. ક્યારેય ભૂલથી પણ રાત્રે મુળાનું સેવન ન કરવું. આવું કરવાથી તમારું પેટ ખરાબ થઇ શકે છે. માટે જો તમે મૂળાની ભાજી એટલે શાક અથવા સલાડ તરીકે તેનું સેવન કરો છો તો બપોરના ભોજનમાં તેનું સેવન કરવું અને જો મૂળાના પરોઠા બનાવો છો 🫓તો સવારે તેનું સેવન કરવું. બપોરના ભોજન પછીના સમયે મુળાના સેવનથી ખાસ બચવું. જો તમને પેટની સમસ્યા છે તો મુળાનું સેવન ટાળવું. ઠંડીની ઋતુમાં મુળાનું સેવન સૌથી બેસ્ટ છે પરંતુ વરસાદ અને ગરમીની ઋતુમાં મુળાનું સેવન ન કરવામાં વધારે સમજદારી છે.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ કરીને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.