તમે ક્યારે પણ આ વસ્તુ વિષે નહીં સંભાળ્યું હોય. ગુજરાતમાં બધા જ ગામડામાં આ વસ્તુનું વાવેતર કરવામાં આવે છે. લગભગ બધા જ ખેડૂતો બારે માસ આ વસ્તુનું વાવેતર કરતાં હોય છે. વધારે આ વસ્તુ પશુઓ માટે ઉપયોગ થાય છે પણ આ વસ્તુના ઔષધિય ગુણ જાણીને તમે હેરાન થઈ જશો. શરીરમાં ઘણી એવી બીમારી રહેલી છે જેને આ વસ્તુના ઉપાયથી ઠીક કરી શકાય છે. આજે જણાવીશું આ વસ્તુ શું છે અને તેનો ઉપયોગ કેવી રીતે કરવો.
આજે જે વસ્તુ વિષે અમે લખી રહ્યા છીએ તેનું નામ છે રજકો. હા મિત્રો આ વસ્તુ શરીરમાં રહેલી અલગ અલગ બીમારીમાં દવા રૂપે કામ કરે છે. રાજકામાં ઘણા વિટામીન્સ, કોપર, પોષકતત્વો અને એમીનો એસિડ જેવા તત્વો રહેલા હોય છે. તેને કેવી રીતે ઉપયોગ કરવો તે જાણવા માટે આ આર્ટીકલ ધ્યાનથી અને સમજીને વાંચવો જેથી કોઈ સમસ્યા કે પ્રશ્ન થાય નહીં અને કોઈ પ્રશ્ન હોય તો, અમને કોમેન્ટમાં જરૂર જણાવવો જેથી અમે તેનો જબાવ તમને આપી શકીએ. ચાલો જાણીએ રાજકાના ગુણ અને તેને ઉપયોગ કરવાની રીતે વિષે.
વજન- વજન કંટ્રોલ માટે રજકો ખુબજ ઉપયોગી સાબિત થશે. રાજકમાં રહેલું ફાઈબર વજન કંટ્રોલ કરવાં મદદ કરે છે. રાજકાનું સેવન વધારે સમય સુધી ભૂખ નથી લાગવા દેતું જેથી વધારે ભોજન કરવાની સમસ્યા થશે નહીં. રાજકામાં રહેલું વિટામિન C પણ વજન સાથે જોડાયેલી સમસ્યામાં રાહત આપે છે. નિયમિત થોડો રજકો પીસી અને જ્યુસ બનાવી સવારે ભૂખ્યા પેટે સેવન કરવું. રાજકાનો રસ અર્ધો ગ્લાસ અને તેની અંદર એક ગ્લાસ પાણી મિક્સ કરવું.
ડાયાબિટીસ- ડાયાબિટીસના રોગીઓ માટે રાજકાના સુકાવેલા પાન ખુબ અસરકારક રહે છે. રાજકાના પાનને સુકાવી દેવા પછી તેનો ભુક્કો કરી પાવડર બનાવી લો. આ પાવડર દીવાસમાં બે વાર એક એક ગ્રામ ખાવો ઉપર થોડું પાણી પીવું. નિયમિત આ કાર્ય કરવાથી લોહીમાં રહેલું કોલોસ્ટ્રોલ ઘટવા લાગશે. આ પાવડરનું સેવન કરવાથી શરીરમાં રહેલું શુગર લેવલ પણ કંટ્રોલમાં આવે છે. નિયમિત આ વસ્તુનું સેવન ડાયાબિટીસને જડથી કાઢી પણ શકે છે.
લોહીમાં રહેલી ગાંઠો- જેમ શરીરમાં બહાર લોકોને ગાંઠો હોય છે. તેવી જ રીતે શરીરની અંદર પણ ગાંઠો થતી હોય છે અને તે ગાંઠો લોહીની બનતી હોય છે. તે લોહીની ગાંઠોને કાઢવા માટે રજકો ખુબ જ મદદ કરે છે. રાજકામાં રહેલું વિટામિન K લોહીની ગાંઠોને કાઢવાનું કાર્ય કરે છે. અર્ધો ગ્લાસ રાજકાના જ્યુસમાં લગભગ 30 ગ્રામ જેટલુ વિટામિન K મળી રહે છે.
હ્રદયની સમસ્યા- હ્રદય સબંધિત સમસ્યાનું સમાધાન કરવા માટે રજકો ખુબ જ ઉપયોગી સાબિત થાય છે. શરીરમાં રહેલું કોલેસ્ટ્રોલ ઘટાડવા માટે રજકાનું જ્યુસ બનાવી પીવું જોઈએ. રજકાનું જ્યુસ બનાવી પીવાથી શરીરમાં રહેલું ખરાબ કોલોસ્ટ્રોલ ઘટે છે અને સારું કોલેસ્ટ્રોલ વધે છે. રજકામાં રહેલા ફાઈબરથી હાર્ટઅટેક આવવાનું જોખમ ઘટે છે. હ્રદયની સમસ્યા થતી જણાય તો રજકાનું જ્યુસ બનાવી થોડા દિવસ સેવન કરવું. રાહત મળે પછી આ કાર્ય આગળ ચાલુ રાખવું. વધારે તકલીફ થતી હોય તો, ડોકટર પાસે જતું રહેવું.
વાળ ખરવા- રજકાનો રસ માથાના ખરતા વાળ અટકાવે છે. આ ઉપાય કરવા માટે 10 ગ્રામ રજકાનો રસ કાઢી તેની અંદર 10 ગ્રામ ગાજરના પાનનો રસ મિક્સ કરવો પછી તેને વાળમાં લગાવો અને માલિશ કરો. માલિશ કરી પછી 15 મિનિટ વાળમાં રહેવા દેવું અને પછી ઠંડા પાણીથી માથું ધોઈ લેવું. આ બંને રસના ગુણ મિક્સ થઈ વાળના મૂળ મજબૂત કરશે અને વાળ ખરતા બંધ થવા લાગશે. અઠવાડિયામાં આ કાર્ય બે વાર કરવું, તેનાથી વધારે ઉપયોગ કરવો નહીં.
લોહીની સમસ્યા- આયુર્વેદના જાણકાર મુજબ રજકામાં રહેલા તત્વો લોહીની ઉણપ દૂર કરવામાં મદદ કરે છે. લોહીને શુદ્ધ રાખવા માટે લોહીના સફેદ કણો એક સમાન રહેવા જરૂરી છે. રજકાનું જ્યુસ બનાવી પીવાથી લોહી શુદ્ધ અને બરાબર શરીરમાં હરતું ફરતું રહે છે. રાજકાના સેવનથી શરીરને રોજનું 10% લોહતત્વ મળી રહે છે. નિયમિત રાજકાનું સેવન શરીરનો થાક ઉતારવામાં મદદ કરે છે તેની અંદર રહેલું વિટામિન K શરીરની સહનશક્તિ વધારવામાં મદદ કરે છે.
કિડની- કિડની સબંધિત સમસ્યા એટલે કે, પથરીની સમસ્યા. પથરી માટે પણ રજકો ખાસ ઉપયોગી સાબિત થાય છે. રજકાના સેવનથી પથરી અંદર જ તૂટી જાય છે અને પેશાબના માર્ગથી બહાર નીકળી જાય છે. રજકામાં રહેલા વિટામિન C, E અને A પથરી કાઢવામાં મદદ કરે છે સાથે રજકામાં ઝીંક પણ મળી રહે છે જે પથરીને તોડવામાં મદદ કરે છે. આ કાર્ય માટે રજકાનું જ્યુસ અથવા રજકાનો પાવડર ઉપયોગ કરી શકો છો.
આવી બેસ્ટ જાણકારી માટે નીચે આપેલું બ્લુ કલરનું LIKE નું બટન દબાવીને પેજ લાઈક કરી લેજો. જેથી આવા બીજા મહત્વના લેખ તમને મળી શકે. આ પોસ્ટને લાઈક કરી લેજો. આ માહિતી કેવી લાગી તે અમને કોમેન્ટ માં “થેંક્યું કે ગુડ” લખીને અમને જરૂર જણાવો. હવે મળીશું આવતા બેસ્ટ આર્ટીકલ સાથે. – ધન્યવાદ.