💁 આપણે ઘણી વાર આપણી આજુ-બાજુ કે સગા-સંબંધીમાં એવું જોયું જ હશે કે કોઈ વ્યક્તિ થોડા જ સમયમાં ધનવાન બની જાય છે. તો ક્યારેક કોઈ વ્યક્તિ ખૂબ જ મહેનત કરે છે છતાં પણ તેની પરિસ્થિતિમાં કોઈ પણ તફાવત આવતો જ નથી તેની પૂરી જિંદગી મહેનત કરવામાં જ જતી રહે છે.
💁 આજકાલના સમયમાં કઈ વ્યક્તિનું ભાગ્ય ક્યારે બદલાય તે કહી ના શકાય. આપણે જ્યારે સફળ થવાના હોઈએ તે પહેલા ભગવાન આપણને કોઈને કોઈ સંકેત ચોક્કસ આપે જ છે, બસ આપણે એ સંકેતને ઓળખીને તેની સાથે આગળ વધવાનું છે એ સંકેત જ તમારી સફળતાની ચાવી છે. તો આજે આપણે એવા જ એક સંકેતની વાત કરવાની છે.
🕊️હિન્દુ ધર્મમાં અમુક પરંપરાઓ આદિકાલથી ચાલી આવી છે. તેમાં કેટલીક પરંપરાઓ પશુ-પક્ષીઓને લઈને પણ હોય છે. જેમાંથી એક છે કબૂતર. સુખ-શાંતિનું પ્રતિક એટલે કબૂતર તેને લઈને લોકોમાં બે મત જોવા મળે છે પરંતુ વાસ્તુશાસ્ત્રની દ્રષ્ટિએ કબૂતરને માં લક્ષ્મીનું ભક્ત માનવામાં આવે છે આમ કબૂતરનું આપણા ઘરમાં આવવું શુભ મનાય છે. પરંતુ અમુક લોકોનું એવું માનવાનું છે કે તે અશુભ છે.
🕊️દોસ્તો, આપણે આજે જે સંકેતની વાત કરવા જાઈ રહ્યા છીએ તે છે કબૂતરનું આપણાં ઘરમાં આવવું જવું. હા દોસ્તો એ એકદમ સાચી વાત છે કે જો આપણા ઘરમાં કબૂતર આવતું હોય તો તે એક એવો સંકેત છે કે જે આપણને જણાવી રહ્યો છે કે હવે તમારા સારા દિવસો નજીકના જ સમયમાં છે.
🕊️ઘણા લોકો એવું કહે છે કે ઘરમાં કબૂતરની અવર-જવર એ અશુભ મનાય છે. પરંતુ દોસ્તો, આપના ધર્મમાં કબૂતરને સૌથી ભોળું માનવામાં આવે છે. તે જો આપણા ઘરમાં કે આંગણમાં પોતાનું ઘર (માળો ) બનાવે તો તે ખૂબ જ સારો સંકેત કહેવાય. કબૂતર આપણા ઘરમાં જો માળો બનાવે તો આપણા ભાગ્ય ખૂલી શકે છે.
🕊️ જે ઘરમાં કબૂતરે માળો બનાવ્યો હશે તે ઘરમાં જો આર્થિક સંકડામણ જો રહેતી હોય તો કબૂતરના ઘરમાં આવવાથી તે પ્રશ્ન એકદમ હલ થઈ જશે. તે ઘરની પ્રગતિના દ્વાર ખૂલી જશે. બીજી પણ જો નાની મોટી તકલીફો રહેતી હોય તો તે પણ ધીરે ધીરે દૂર થવા લાગશે. પૂરા ઘરનું વાતાવરણ એકદમ ખુશહાલ બને છે.
🕊️ દોસ્તો, કબૂતર પ્રત્યે તમારી ભાવના સારી હોવી જ જોઈએ પરંતુ અન્ય પક્ષીઓને પણ તમે દાણા પાણી આપો એ પણ એક સારું જ કામ છે, આપણી આજુબાજુ માં વસતા પક્ષીને હંમેશા દાણા ને પાણી આપવું જ જોઈએ. આવા જીવો એ જ સાક્ષાત ઈશ્વર હોય છે.
🕊️ જો આપણા ઘરે કબૂતરે માળો નથી બનાવ્યો તો કોઈ વાંધો નહીં પરંતુ તમે તો પણ કબૂતર માટે દાણા- પાણી આપીને પણ ભગવાનની મહેર મેળવી શકો છો. તમામ પક્ષીને એક દોસ્તની નજરથી જુઓ. ખાસ જો તમે માતા લક્ષ્મીને રિજવવા માંગો છો તો તેના ભક્તની હંમેશા સંભાળ રાખો. હંમેશા તેના માટે કઈક કરતાં રહો.
જો આ કબૂતર વિશેની માહિતી,ગમી હોય તો લાઇક 👍 કરીને કોમેન્ટમાં ફક્ત “Good” જરૂર લખજો. જેથી આવી બીજી માહિતી આપને આપીશું.- આભાર. તેમજ વધુ માહિતી માટે અમારું ફેસબુક પેજ 👉 GKgrips.com 👈 પર ક્લિક કરો. આ માહિતી ઇન્ટરનેટ પરથી લેવામાં આવી છે.